ગૌરી લંકેશની હત્યાએ પ્રકાશ રાજને હચમચાવી દીધો! રાજકીય વિચારોને કારણે ફિલ્મો અને જાહેરાતો ગુમાવી, પત્નીએ કર્યાે ખુલાસો ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારો કામ ગુમાવવાના ડરથી પોતાના રાજકીય વિચારો જાહેરમાં વ્યક્ત કરતા નથી
દક્ષિણ ભારતીય અને બોલિવૂડનો જાણીતો અભિનેતા પ્રકાશ રાજ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ર્નિભયતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતો છે. જાેકે, તેની સ્પષ્ટવક્તા અને રાજકીય વિચારોની અસર તેની ફિલ્મી કારકિર્દી પર પણ પડી છે. અભિનેતાની પત્ની અને કોરિયોગ્રાફર પોની વર્માએ તાજેતરમાં એક મુલાકાતમાં ખુલાસો કર્યાે કે પ્રકાશ રાજને પોતાના વિચારોને કારણે ફિલ્મો અને જાહેરાતોના કામ ગુમાવવાં પડ્યાં છે. તેમ છતાં તે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવા તૈયાર નથી. પોની વર્માએ એક યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન પતિના રાજકીય વિચારો અને તેના કારણે ઊભી થતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે શરૂઆતમાં પ્રકાશ રાજની ર્નિભય વાણી અને રાજકીય નિવેદનોને લઈને તે ખૂબ જ ડરતી હતી. ખાસ કરીને તેની સુરક્ષાને લઈને ચિંતા રહેતી હતી. જાેકે, ૨૦૧૭માં પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની હત્યાએ પ્રકાશ રાજને અંદરથી હચમચાવી દીધો હતો અને ત્યારબાદ તેણે વધુ મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવવાનો ર્નિણય કર્યાે હતો. પોનીએ ગૌરી લંકેશની હત્યાની ઘટના યાદ કરતાં કહ્યું કે સમાચાર મળ્યા ત્યારે તેણે પ્રકાશ રાજને સંપૂર્ણપણે તૂટી પડેલો જાેયો હતો. પ્રકાશ રાજ અને ગૌરી લંકેશ વચ્ચે ૩૫ વર્ષથી વધુ સમયની મિત્રતા હતી. ગૌરીની હત્યા બાદ પ્રકાશ રાજે નક્કી કર્યું કે તે અન્યાય સામે બોલવાનું બંધ નહીં કરે. પોનીના જણાવ્યા અનુસાર, પ્રકાશ રાજ તેને વારંવાર પૂછતા કે આખરે કેટલા સમય સુધી ડરના માહોલમાં જીવતા રહેવું? ગૌરીની ર્નિભયતા અને સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાની હિંમતથી પણ તે પ્રેરિત થયો હતો. પ્રકાશ રાજના સ્પષ્ટ રાજકીય વિચારોની અસર તેના વ્યાવસાયિક જીવન પર પણ પડી છે. પોની વર્માએ જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક લોકો પ્રકાશ રાજના વિચારો સાથે સહમત નથી. તેના કારણે પ્રકાશ રાજને અનેક ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને જાહેરાતોના કામ પણ હાથમાંથી નીકળી ગયાં હતા. પોનીએ કહ્યું કે ફિલ્મો અને જાહેરાતો બંધ થવાથી પ્રકાશ રાજને વ્યવસાયિક રીતે ઘણું સહન કરવું પડ્યું છે. કેટલીક વખત ફિલ્મો માટે એડવાન્સ ચૂકવ્યા બાદ પણ નિર્માતાઓએ પાછળ હટવાનો ર્નિણય લીધો હોવાનો તેણે દાવો કર્યાે હતો.પોનીએ વધુમાં જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારો કામ ગુમાવવાના ડરથી પોતાના રાજકીય વિચારો જાહેરમાં વ્યક્ત કરતા નથી. પરંતુ પ્રકાશ રાજ માટે અંતરાત્માનો અવાજ સૌથી મહત્ત્વનો છે. તેના મતે, જાે કોઈ ઘટના ખોટી હોય તો તેના વિરુદ્ધ બોલવું જરૂરી છે. પોનીએ પ્રકાશ રાજને બહાદુર ગણાવતાં કહ્યું કે તે પોતાના સિદ્ધાંતોને કારણે થયેલા નુકસાન છતાં ક્યારેય પાછળ હટ્યો નથી.




