ટી સીરિઝના ભૂષણ કુમાર પ્રોડયૂસ કરશે ઋષભ શેટ્ટીની છત્રપતિ શિવાજી મહારાજ પરની ફિલ્મ બે ભાગમાં બનશે શિવાજી મહારાજ વિશેની બે ભાગમાં બનનારીેં ફિલ્મની પટકથા ઋષિ વિરમાની અને સંદીપ સિંહે લખી છે
ફિલ્મમેકર ભૂષણ કુમારે ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ નામનીફિલ્મ બે ભાગમાં બનાવવા માટે ‘કાંતારા’ ફેમ ઋષભ શેટ્ટી અને ફિર્લ્મનિદેશક સંદીપસિંહ સાથે હાથ મિલાવ્યા છે. આ જાહેરાત કરતી વખતે ભૂષણ કુમારે ઋષભ શેટ્ટીને તેમના કામની શરૂઆતના પ્રતીક તરીકે શિવાજી મહારાજનું સો વર્ષ જુનું પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું.બે ભાગમાં બનનારી આ ફિલ્મમાં ૧૭મી સદીના શાસક શિવાજી મહારાજના જીવનના મહત્વના યુદ્ધો અને તેમની સ્વરાજ્યની સંંકલ્પનાને વણી લેવામાં આવશે. ફિલ્મનું ર્નિદેશન સંદીપ સિંહ કરશે જ્યારે શિવાજી મહારાજની ભૂમિકા ઋષભ શેટ્ટી ભજવશે તેમ મનાય છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૭ની શરૂઆતથી ચાલુ કરી દેવામાં આવશે. હાલ ફિલ્મનું પ્રિ-પ્રોડક્શનનું કામ ચાલુ છે.શિવાજી મહારાજ વિશેની બે ભાગમાં બનનારી આ ફિલ્મની પટકથા ઋષિ વિરમાની અને સંદીપ સિંહે લખી છે. સંદીપ સિંહનું નેરેશન સાંભળી ભૂષણ કુમારે તત્કાળ આ પ્રોજેક્ટને હાથ ધર્યાે હતો.




