ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમતી મળી નથી ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુની ખુરશી ખતરામાં નેતન્યાહુનો વિરોધ કરનાર યહૂદી બહુમતવાળી પાર્ટીને ૪૮ સીટો મળી છે : જ્યારે અરબ પાર્ટીઓએ ૧૯ સીટો પર જીત મેળવી છે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુની ખુરશી ખતરામાં જાેવા મળી રહી છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી. ઇઝરાયલમાં કોઈ રાજકીય પાર્ટી સત્તા મેળવવા માટે જરૂરી બહુમતી મેળવી શકી નથી. ત્યારબાદ ત્યાં નવી સરકારની રચના પર અસમંજસની સ્થિતિ છવાયેલી છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યાં છે તે નેતન્યાહુની ચિંતા વધારી શકે છે. બે મુખ્ય અરબ પાર્ટીઓ રા‘આમ (Ra’am) અને જાેઈન્ટ લિસ્ટ (Joint List) નેતન્યાહુને સત્તામાંથી હટાવવા માટે ગાદી આઇસેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી જૂથનું સમર્થન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ બંને પાર્ટી પાસે ૧૯ સીટો છે.
એક રિપોર્ટ અનુસાર જાેઈન્ટ લિસ્ટ નેતન્યાહુની વિરોધી પાર્ટીઓને બહારથી સમર્થન આપવા માટે તૈયાર છે. તે ખુદ સરકારનો હિસ્સો બનવા ઈચ્છતી નથી. સાંસદ અહમજ તિબીએ કહ્યુ ‘અમે તે દરેક વ્યક્તિની મદદ કરવા ઈચ્છીએ છીએ જે આ ખરાબ સરકારને હટાવવા ઈચ્છે છે. તેની જગ્યાએ એક નવી સરકાર લાવવા ઈચ્છીએ છીએ. અમે આ પરિવર્તનનો હિસ્સો બનવા ઈચ્છીએ છીએ, આસાનો હિસ્સો બનવા ઈચ્છીએ છીએ. તેઓ જાેઈન્ટ લિસ્ટમાં નંબર-ટૂ ગણાય છે.‘ જાેઈન્ટ લિસ્ટ સિવાય અરબ રાજકીય આંદોલનના મુખ્ય ચહેરો બનેલા જાફર ફરાહે જણાવ્યુ કે રાઆમ અને જાેઈન્ટ લિસ્ટ બંને ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હજાર્ેગને તે જણાવી શકે છે કે તેઓ આઇસેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનનું સમર્થન કરવા માટે તૈયાર છે. ફરાહે કહ્યુ કે તેઓ ઇઝરાયલી સેનાના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ ગાદી આઇસેનકોટને આગામી પ્રધાનમંત્રીના રૂપમાં પ્રસ્તાવિત કરશે.
સાંસદ અહમદ તિબીએ કથિત રીતે આઇસેનકોટને કહ્યુ કે તેમણે દિવંગત પ્રધાનમંત્રી યિત્જાક રાબિનની જેમ બનવું જાેઈએ. તેમણે તે પણ સંકેત આપ્યો કે જાેઈન્ટ લિસ્ટ સરકારને બહારથી સમર્થન આપશે. તમને જણાવી દઈએ કે રાબિન મુખ્ય રૂપથી ૧૯૯૩મા થયેલી ઓસ્લો સમજુતિ હેઠળ ફિલિસ્તીન મુક્તિ સંગઠનની સાથે વાતચીત કરવા માટે પોતાના ર્નિણય માટે જાણીતા છે. તે સમયે તેમના આ ર્નિણયની ખુબ ટીકા થઈ હતી, પરંતુ બે અરબ નેતૃત્વવાળી રાજકીય પાર્ટીઓએ રાબિનની સરકારનું સમર્થન કર્યું હતું.
ઇઝરાયલમાં વર્તમાન રાજકીય ઘર્ષણ વચ્ચે હવે તેવી સ્થિતિ ફરી બનતી જાેવા મળી રહી છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર સંભવિત ગઠબંધનને લઈને અનિશ્ચિતતા વચ્ચે જાેઈન્ટ લિસ્ટના ચેરમેન યૂસુફ ઝબરીને જણાવ્યુ કે નેતન્યાહુ વિરોધી પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી છે.
૨૦૨૩મા હમાસના હુમલા બાદ ઇઝરાયલમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી. પરિણામમાં નેતન્યાહુનો વિરોધ કરનાર યહૂદી-બહુમતવાળી પાર્ટીઓને ૪૮ સીટો મળી છે. જ્યારે અરબ પાર્ટીઓને કુલ ૧૯ સીટો મળી છે. જ્યારે નેતન્યાહુ ગઠબંધનને ૫૩ સીટો મળી છે. તેમની પાસે પહેલા ૬૮ સીટો હતી.




