(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરના ભાઠેના TP-7 આંજણા વિસ્તારમાં આવેલી જગ્યાઓ જે મોટા ભાગે સ્લમ વિસ્તાર (ઝૂંપડપટ્ટી)ના વિસ્તારો હતા અને વર્ષો પહેલા જે ખુલ્લી અને પડતર જગ્યાઓ હતી એને જોવા પણ કોઈ તૈયાર ન હતું. તેવી જગ્યાઓ બિલ્ડરોને નજરે પડતા એવી જગ્યાઓ મોટા ગજાના બિલ્ડરોએ એનકેન પ્રકારે પડાવી લઈ આવી જગ્યાની આજુબાજુની સરકારી પડતર જગ્યાનો દુરુપયોગ કરી આવી જગ્યાના પ્લાન પાસ કરાવી મિલેનિયમ-૪ માર્કેટનું બાંધકામ ચાલી રહેલ છે. કોઈ બિલ્ડર માર્કેટ કે મોલનું બાંધકામ કરે તેની સામે કોઈને વાંધો કે વિરોધ હોવો જોઈએ નહિ. પરંતુ આવું બાંધકામ શહેરના દસ લાખ કરતાં વધુ લોકોને દર વર્ષે ખાડીપૂરથી પ્રભાવિત કરતા હોય અને લોકોના જાન-માલ અને મકાનોને નુકશાન પહોચાડતું હોય ત્યારે એવી હકીકતને સરકાર કેમ છાવરી રહી છે? તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
સુરત શહેરના ભાઠેના TP-7 આંજણા વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ-૪ નું બાંધકામ સુરત શહેરના વસંત ગજેરા નામના બિલ્ડર કરી રહ્યા છે. કહેવાય છે કે આ બિલ્ડરની સ્થાનિક મહાનગર પાલિકાથી લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી મોટી વગ ધરાવે છે. સરકારના પીઠબળના કારણે તેઓ જે પણ પ્લાન મંજૂરી માટે મૂકે એ પાસ થઈ જાય છે. મિલેનિયમ-૪ ની જગ્યા સો ટકા દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અને આ બાંધકામને કારણે ૧૪ થી ૧૫ કિલોમીટરના વિસ્તારમાં ખાડીપૂરના પાણી ફરી વળતા હોવાથી આ વિસ્તારમાં આવેલ ૪૦ થી ૫૦ સોસાયટીઓને ભારે અસર થાય છે. ચાલુ વર્ષે જુલાઈ માસ ૨૦૨૬ માં આવેલ વરસાદના કારણે ખાડીના કિનારે મિલેનિયમ-૪ માર્કેટ જેવા દબાણોના કારણે ખાડીના પાણી જે સરળતાથી જવા જોઈએ એ જઈ
શકેલ નહિં. બિલ્ડરો અને સરકારના અધિકારીઓ માટે આ સામાન્ય વાત છે.
આ ખાડીપૂરના કારણે ઓછામાં ઓછા ૪૦ થી ૪૫ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. જો ખાડી કિનારે આવા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા ના હોત તો લોકોએ જાન ગુમાવ્યા ના હોત. (૧) મીઠી ખાડી ગુજરાત સ્લમ બોર્ડ બેઠી કોલોની(૨) રમાબાઈ ચોક ગલી નં. ૧થી ૨૮,(૩) કડીરી રોડ (૪) પતળાવાલી ચાલ (૫) ઇસ્લામી ચોક (૬) નૂરે ઇલાહી નગર (૭) નૂરાની નગર,(૮) ઇન્દ્રા વસાહટ (૯) આઝાદ ચોક ,(૧૦) સુગરા નગર, (૧૧) ક્રાંતિ નગર (૧૨) રતનજી નગર (૧૩) મહાપ્રભુ નગર (૧૪) સરદાર નગર(૧૫)મઝદા પાર્ક(૧૬) ન્યુ પ્રતાપ નગર (૧૭) જૂનું પ્રતાપ નગર (૧૮) ગોવિંદજી નગર (૧૯) ગિરિરાજ નગર (૨૦) ઓમ નગર (૨૧) SK નગર (૨૨) રાવ નગર (૨૩) મોડેલ ટાઉન (૨૪) ગીતા નગર (૨૫) જલારામ નગર-૩ (૨૬) નેમિનાથ નગર (૨૭) શક્તિ નગર (૨૮) કષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો વિસ્તાર(૨૯) હીરા નગર (૩૦) ચોર્યાસી ડેરી (૩૧) આસ્તિક નગર (૩૨) નંદનવન ૧ થી ૭ (૩૩) વૃંદાવન ૧ થી ૮ (૩૪) માધવ બાગ (૩૫) ઋષિ વિહાર (૩૬) સત્યમ એપાર્ટમેન્ટ (૩૭) શિવમ હાઇટસ (૩૮) વ્રજ ભૂમિ (૩૯) શ્રીવર્ધન (૪૦) સુમન સંગિની આવાસ (૪૧) પરવત ગામ (૪૨) સારોલી (૪૩) કુંભારિયા (૪૪)સાણિયા હેમાદ સુધીના આ ખાડી કિનારાના બાંધકામના કારણે પાણીનો પ્રવાહ રોકાઈ જાય છે તેના કારણે લોકોના ઘરો અને આવાસોમાં પાણી ભરાઈ ગયેલા અને લોકોના જાન-માલ ગાડી મકાનોને કરોડો રૂપિયા કરતાં વધુ નુકશાન થવા પામેલ છે. જે ૧૪ થી ૧૫ કિલોમીટર સુધીના વિસ્તારોને અસર કરી ગયા હતા અનેક લોકોના અનાજ જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓ ગાડી મોટરો નું ભારે નુકશાન પહોંચ્યું હતું.
સરકાર આ ખાડીના પાણી ભરાવાને કારણે કાયમી ઉકેલ તરીકે ખાડીના બંને કિનારે મિલેનિયમ માર્કેટ-૪ જેવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાના બદલે સરકાર ખાડીને ઊંડી કરવાના નિષ્ફળ પ્રયાસ કરે છે. જે નાણાના દૂર ઉપયોગ સિવાય કશું જ નથી.
સુરત મહાનગર પાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આગેવાનો અને અધિકારીઓ આ હકીકતથી વાકેફ હોવા છતાં આ પાણીના કાયમી ઉકેલ તરીકે ખાડીની આજુબાજુના ગેરકાયદેસર રીતે મિલેનિયમ-૪ માર્કેટ જેવા બાંધકામો તાત્કાલિક દૂર કરવાના બદલે સરકાર આવા બિલ્ડરો જેવા કે વસંત ગજેરા જેવા કેટલાક બિલ્ડરોને છાવરી રહી છે. સરકારે ખાડીમાં આવતા પાણી રોકવા માટે સુરત શહેરમાં મ્યુ. કમિશ્નર તરીકે સેવા બજાવી ગયેલા એમ. થેન્નારસનની કમિટી બનાવી આ કમિટીએ જે રીપોર્ટ આપ્યો છે એ પણ શંકા ઉપજાવે છે. મિલેનિયમ-૪ માર્કેટ ને કારણે પાણી ખાડીમાં રોકાતું હોવા છતાં એનો ઉલ્લેખ રીપોર્ટમાં કરેલ નથી. આમ આ બિલ્ડર પોતાની મનમાની કરી દસ લાખ જેટલા લોકોને ભયમાં મૂકી રહેલ છે. આ ખાડીમાં આજુબાજુના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આ વિસ્તારના રહીશોની માંગણી છે. જો આ બાબતે સરકાર પૂરતું લક્ષ્ય નહીં આપે તો આ વિસ્તારના કેટલાક રહીશોએ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના દ્વારે ન્યાય માટે જવા જણાવેલ છે.




