૨૩ વર્ષની ઐતિહાસિક સફરનો અંત દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા પોર્ટુગલની નંબર-૭ જર્સી હવે નવી પેઢીને સોંપશે; ૨૩૪ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૪૬ ગોલ સાથે વિદાય વિશ્વ ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને ભાવુક કરી દીધા છે. પોર્ટુગલના આ મહાન ખેલાડીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ મારફતે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે જ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ સાથે જાેડાયેલી તેમની ૨૩ વર્ષ લાંબી યાદગાર સફરનો અંત આવ્યો છે. ૪૧ વર્ષીય રોનાલ્ડો હવે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા જાેવા નહીં મળે.
ઓગસ્ટ ૨૦૦૩માં પોર્ટુગલ માટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર રોનાલ્ડોએ દેશ માટે કુલ ૨૩૪ મેચ રમીને ૧૪૬ ગોલ ફટકાર્યા છે. પુરુષ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમવાનો અને સૌથી વધુ ગોલ કરવાનો વિશ્વવિક્રમ તેમના નામે છે. છ ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેનારા રોનાલ્ડોએ વર્લ્ડ કપમાં કુલ ૨૭ મેચ રમીને ૧૧ ગોલ નોંધાવ્યા હતા.
નિવૃત્તિની જાહેરાત કરતાં રોનાલ્ડોએ ભાવુક સંદેશમાં જણાવ્યું હતું કે હવે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમની નંબર-૭ જર્સી પરત કરવાનો સમય આવી ગયો છે. છેલ્લા ૨૩ વર્ષથી આ જર્સી પહેરવી અને વિશ્વભરના સ્ટેડિયમોમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ગૌરવની બાબત રહી છે. તેમણે કહ્યું કે આ જર્સી માત્ર તેમની જ નહોતી, પરંતુ હવે તેને ભવિષ્યની પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે.
રોનાલ્ડોની આગેવાનીમાં પોર્ટુગલે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં મોટી સફળતાઓ મેળવી હતી. વર્ષ ૨૦૧૬માં પોર્ટુગલે પ્રથમ વખત યુરોપિયન ચેમ્પિયનશિપ એટલે કે યુરો કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ૨૦૧૯ અને ૨૦૨૫માં ેંઈહ્લછ નેશન્સ લીગની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. આ ત્રણેય સફળતાઓમાં રોનાલ્ડોનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.
તાજેતરના સમયમાં પોર્ટુગલના કોચ જાેર્જે જિસસ સાથે રોનાલ્ડોના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. નેશન્સ લીગની એક મેચમાં મેદાન પર ઉતારવામાં ન આવતાં રોનાલ્ડો ટીમના કેમ્પમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશન દ્વારા તેમના પર દંડ અને ૩૦ દિવસનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. જાેકે, નિવૃત્તિની જાહેરાતમાં તેમણે આ વિવાદને સીધું કારણ ગણાવ્યું નથી.
રોનાલ્ડોએ પોતાની લાંબી કારકિર્દીમાં અનેક વ્યક્તિગત અને ટીમ ખિતાબ જીત્યા, પરંતુ ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનું તેમનું સપનું અધૂરું રહી ગયું. છ વર્લ્ડ કપમાં રમવા છતાં પોર્ટુગલને આ સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી અપાવવામાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. તેમ છતાં, આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેમના રેકોર્ડ અને યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.




