મતદારોને નામ ઉમેરવાની ફરી એક તક સાત રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ BLO ફરી એકવાર આવા મતદારોનો સંપર્ક કરશે અને મતદાર યાદીમાં નામ ફરીથી સામેલ કરાવવાની પ્રક્રિયામાં મદદ કરશે કેન્દ્રીય ચૂંટણી પંચે ર્નિદેશ આપ્યા છે કે જે રાજ્યોમાં હાલમાં SIR ચાલી રહી છે, ત્યાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત થયેલા મતદારોને શોધવા માટે ફરી એકવાર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે.મતદાર માહિતીઆ ર્નિદેશ દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ સહિતના રાજ્યો માટે જારી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જે મતદારોના નામ યાદીમાંથી હટી ગયા છે, BLO ફરી એકવાર આવા મતદારોનો સંપર્ક કરશે અને તેમને જરૂરી ફોર્મ ભરવા તથા મતદાર યાદીમાં નામ ફરીથી સામેલ કરાવવાની પ્રક્રિયામાં મદદ કરશે.ચૂંટણી પંચે એ પણ આદેશ આપ્યો છે કે જે મતદારોના નામ કપાયા છે, તેમની યાદી સંબંધિત પોલિંગ બૂથો પર જાહેર કરવામાં આવે, જેથી મતદારો પોતાનું નામ ચકાસીને તેને ફરીથી ઉમેરાવી શકે. આ માટે પંચે એક ફોર્મ પણ બહાર પાડ્યું છે. આયોગના જણાવ્યા અનુસાર, આ રાહત તે મતદારોને મળશે જેમને ન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન તેમને ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ કેટેગરીમાં મૂકીને ડ્રાફ્ટ રોલમાંથી બાકાત કરી દેવાયા હતા.ચૂંટણી પંચે અધિકારીઓને સમગ્ર પ્રક્રિયા પર સખત નજર રાખવા તાકીદ કરી છે. આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મતદાર આખરી મતદાર યાદીમાં જાેડાવાના અધિકારથી વંચિત ન રહે અને સાથોસાથ કોઈ બોગસ કે ડુપ્લિકેટ નામ યાદીમાં ન ઘૂસી જાય. પંચના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ રહી ગયેલા મતદારોના નામ જાેડવામાં આવી શકે છે, જે માટે ECI એ તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે.મતદાર માહિતીઆ અગાઉ ચૂંટણી પંચે પોતાના સોગંદનામામાં આંતરિક કામકાજની વહેંચણી અને એક અધિકારીની કાર્યપ્રણાલી પર ઉઠેલા સવાલો અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ECI એ જણાવ્યું હતું કે કેબિનેટ સચિવને લખવામાં આવેલો પત્ર પંચ કે તેના IT વિભાગ સંબંધિત કોઈ નીતિગત બાબત અંગે નહોતો, પરંતુ ડેપ્યુટેશન પર તૈનાત એક અધિકારીના કામકાજ સંબંધિત હતો. પંચ મુજબ, સંબંધિત અધિકારી દ્વારા જારી કરાયેલા કામની પુન:વહેંચણીના આદેશો બંને ચૂંટણી કમિશનરોના ર્નિદેશ બાદ અમલમાં મૂકવામાં આવ્યા નહોતા.મતદાર માહિતી




