બસ્તરમાં જવાનો વચ્ચે બોલ્યા પીએમ મોદી નક્સલી ખતમ પરંતુ ખતરો હજુ ટળ્યો નથી, દિમાગી નક્સલને પરાસ્ત કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી : મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, એક સમયે નક્સલવાદના આતંકથી પીડાતી બસ્તરની ધરતી પર આજે વિકાસની નવી લહેર જાેવા મળી રહી છે. જાેકે, નક્સલી હિંસાનો અંત આવ્યો હોવા છતાં વૈચારિક સ્તરે નક્સલવાદી વિચારધારાનો ખતરો હજુ યથાવત્ હોવાનું જણાવી તેમણે દિમાગી નક્સલને પણ પરાસ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આ વખતે તેઓ પોતાના વીર જવાનો સાથે દિવાળી મનાવવા બસ્તરની ધરતી પર પહોંચ્યા છે. એક સમયે જે વિસ્તારમાં નક્સલવાદીઓનો આતંક હતો, ત્યાં આજે સુરક્ષા દળોના બલિદાન, સમર્પણ અને હિંમતના પરિણામે શાંતિ તથા વિકાસનો માહોલ ઊભો થયો છે. જવાનો વચ્ચે ઉજવેલી દરેક દિવાળી તેમના માટે યાદગાર બની રહે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. દેશની આંતરિક સુરક્ષા માટે પ્રાણની આહુતિ આપનારા CRPF, BSF, ITBP, SSB, IRB અને રાજ્ય પોલીસના જવાનો પ્રત્યે સમગ્ર રાષ્ટ્ર ઋણી રહેશે તેમ મોદીએ જણાવ્યું હતું. નક્સલવાદ સામેની લડાઈમાં બસ્તર ફાઇટર્સ જેવા વિશેષ દળો, મહિલા જવાનો અને કમાન્ડોએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, માઓવાદી આતંક અને નક્સલવાદ સામેની લડાઈ સરળ નહોતી. એક સમયે દેશનાં આશરે ૨૦ રાજ્યોના ૨૩૦થી વધુ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત હતા. નક્સલવાદી વિસ્તારોમાં સાંજ પડતાં જ જનજીવન થંભી જતું હતું અને લોકોને મતદાનના અધિકારથી પણ વંચિત રાખવામાં આવતા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કામ કરવામાં આવે છે ત્યારે દેશની શાંતિ અને સુરક્ષા મજબૂત બને છે તથા ગરીબ અને વંચિત વર્ગની વિકાસમાં ભાગીદારી વધે છે. છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે નક્સલવાદ અને અલગતાવાદ સામેની લડાઈની સાથે ગરીબી સામે પણ મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતાં મોદીએ દાવો કર્યો હતો કે, છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં ૫૦ કરોડ લોકો ગંભીર ગરીબીમાંથી બહાર આવ્યા છે. દાયકાઓ સુધી ગરીબી હટાવવાના નારા છતાં જે પરિણામ પ્રાપ્ત ન થયું, તે દેશે માત્ર ૧૨ વર્ષમાં હાંસલ કર્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. દિવાળીના પર્વે દેશના સુરક્ષાકર્મીઓની વચ્ચે ઉપસ્થિત રહીને મોદીએ જવાનોને સંબોધતાં કહ્યું હતું કે, સરહદો પર અને દેશની આંતરિક સુરક્ષામાં તૈનાત તમામ જવાનો તેમના પરિવારના સભ્યો સમાન છે. દેશની સુરક્ષા માટે તેમનું સમર્પણ અને બલિદાન હંમેશાં યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ બસ્તરની ધરતી પરથી ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે દેશ રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી કામ કરે છે ત્યારે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત થાય છે. છેલ્લા ૧૨ વર્ષોમાં સરકારે માત્ર અલગાવવાદ અને નક્સલવાદ સામે જ નહીં, પરંતુ ગરીબી સામે પણ મોટો જંગ જીત્યો છે. તાજેતરમાં વર્લ્ડ બેંકના રિપોર્ટનો હવાલો આપતાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ભારતના ૫૦ કરોડ લોકો ભીષણ ગરીબીમાંથી બહાર આવ્યા છે. જે કામ દાયકાઓ સુધી ‘ગરીબી હટાવો’ના નારાઓથી ન થઈ શક્યું, તે દેશે માત્ર ૧૨ વર્ષના ટૂંકા ગાળામાં કરી દેખાડ્યું છે.




