તબુની કારકિર્દીમાં પ્રથમવાર નવો ડિજિટલ અધ્યાય ઉત્તરાખંડ ટનલ રેસ્ક્યુ પર આધારિત ટનલ મેનમાં અભિનેત્રી તબુની એન્ટ્રી નેટફ્લિક્સની આ કાલ્પનિક ડ્રામા સિરીઝમાં તબુ મહત્વની ભૂમિકા ભજવશે, શિવ રાવેલ કરશે દિગ્દર્શન અભિનેત્રી તબુ યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટની નેટફ્લિક્સ સિરીઝ ‘ટનલ મેન’માં જાેવા મળશે. ૨૦૨૩માં ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા હાથ ધરાયેલા અભિયાનની ભાવનાથી પ્રેરિત આ કાલ્પનિક ડ્રામા તબુની પ્રથમ હિન્દી સિરીઝ છે.નવેમ્બર ૨૦૨૩માં ઉત્તરાખંડની એક ટનલ ધરાશાયી થતાં અનેક કામદારો અંદર ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા લાંબું અને મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં જાેવા મળેલી હિંમત, ટીમવર્ક અને આશાની ભાવનાને સિરીઝમાં કાલ્પનિક વાર્તા દ્વારા રજૂ કરવામાં આવશે.‘ધ રેલવે મેન’ માટે પ્રશંસા મેળવનારા શિવ રાવેલ આ સિરીઝના ડિરેક્ટર તરીકે જાેડાયા છે. ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં તબુએ મેઇનસ્ટ્રીમ તેમજ પ્રયોગાત્મક ફિલ્મો ઉપરાંત હિન્દી તથા પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ‘માચીસ’ અને ‘ચાંદની બાર’ માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ‘મકબૂલ’, ‘હૈદર’ અને ‘અંધાધૂન’માં પણ તેમના અભિનયની પ્રશંસા થઈ હતી. તબુનાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં મીરા નાયરની ‘ધ નેમસેક’, આંગ લીની ‘લાઇફ ઑફ પાઈ’ અને સિરીઝ ‘ડ્યુન: પ્રોફેસી’ પણ સામેલ છે. ‘ટનલ મેન’ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટ અને નેટફ્લિક્સ વચ્ચેની સર્જનાત્મક ભાગીદારીની શરૂઆત ૨૦૨૩માં ‘ધ રોમેન્ટિક્સ’થી થઈ હતી.




