(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
રાજસ્થાન પંચાયત ચૂંટણી 2028 ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓમાં નિર્ણાયક જીત મેળવીને ભાજપને મોટો મધ્યકાલીન ઝટકો આપ્યો છે. જોકે અંતિમ પરિણામો જાહેર થવાના બાકી છે, પરંતુ કોંગ્રેસ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ બન્ને ચૂંટણીઓમાં નિર્ણાયક સરસાઇ ધરાવે છે.
આ ભવ્ય જીત કોંગ્રેસને એવો દાવો મજબૂત કરવા માટે મોટું હથિયાર પૂરું પાડશે કે ખેડૂતો અને ગ્રામીણ મતદારો ભજનલાલ શર્મા સરકારથી અસંતુષ્ટ છે. રાજ્યની ૩૭ જિલ્લા પરિષદોમાંથી, કોંગ્રેસે ૨૫ માં નિર્ણાયક સરસાઇ મેળવી છે, જ્યારે ભાજપ માત્ર આઠમાં આગળ છે. પંચાયત સમિતિની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ આગળ છે. કુલ ૪૧૯ પંચાયત સમિતિઓમાંથી કોંગ્રેસ ૨૧૩ માં આગળ છે. બીજી તરફ, ભાજપ ૮૫ પંચાયત સમિતિઓમાં આગળ છે.
જ્યારે અપક્ષ ઉમેદવારો ૫૬ પંચાયત સમિતિઓમાં આગળ ચાલી રહ્યા છે. અહીં મહત્વની વાત એ છે કે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રીઓના ગૃહ વિસ્તારોમાં ભાજપને નુકશાન વેઠવું પડયું છે. મુખ્યમંત્રીની વિધાનસભા બેઠક સાંગાનેરમાં પંચાયત સમિતિની ચૂંટણીમાં આરએલપી (RLP) (રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી) નો વિજય થયો. જ્યારે મુખ્યમંત્રી શર્માના ગૃહ જિલ્લા ભરતપુરમાં કોંગ્રેસનો વિજય થયો. RLP હનુમાન બેનીવાલની પાર્ટી છે.
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનું પ્રતિનિધિત્વ ધરાવતા જોધપુર અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ નું પ્રતિનિધિત્વ ધરાવતા બિકાનેરમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડયો છે. રાજસ્થાનના શહેરી વિકાસ મંત્રી ઝાબર સિંહ ખરરાના પત્ની અને બન્ને પુત્રો પણ ચૂંટણી હારી ગયા. ખરરાના પત્ની, શાંતિદેવી શ્રી માધોપુર પંચાયત સમિતિના વોર્ડ નંબર ૧૭ માં કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા. તેમના બંને પુત્રો પણ વોર્ડ ૧૯ અને ૨૦ માં પરાજિત થયા છે.
આમ હવે જો ભાજપ કોંગ્રેસ ને બાજુ પર રાખી પરિણામો પર નજર કરીએ તો દેશની બદલાતી રાજકીય પરિસ્થિતિ નો આ એક અણસાર છે. જે વર્તમાન સરકાર માટે લાલ બત્તી સમાન છે.




