પંજાબમાં AAP ને મોટો રાજકીય ઝટકો પૂર્વ મુખ્યમંત્રી ચન્નીને હરાવનારા ધારાસભ્ય ચરણજીત સિંહ અકાલી દળમાં જાેડાયા રવિવારે ચંડીગઢમાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના નિવાસસ્થાને તેમણે પક્ષની સદસ્યતા સ્વીકારી
પંજાબમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (AAP)માં પક્ષપલટાની રાજનીતિ તેજ બની છે. ચમકૌર સાહિબના વર્તમાન ધારાસભ્ય ડૉ. ચરણજીત સિંહે AAP નો સાથ છોડીને શિરોમણી અકાલી દળ (SAD)માં પ્રવેશ કર્યો છે. રવિવારે ચંડીગઢમાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના નિવાસસ્થાને તેમણે પક્ષની સદસ્યતા સ્વીકારી હતી. નોંધનીય છે કે ડૉ. ચરણજીત સિંહે ૨૦૨૨ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીને ચમકૌર સાહિબ બેઠક પરથી હરાવ્યા હતા.
આગામી ચૂંટણી માટે AAP દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ડૉ. ચરણજીત સિંહનું નામ સામેલ કરવામાં આવ્યું નહોતું. પક્ષે ચમકૌર સાહિબ બેઠક પરથી તેમની જગ્યાએ બહુજન સમાજ પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ જસવીર સિંહ ગઢીને ઉમેદવાર જાહેર કર્યા હતા. ટિકિટ કપાતાં ડૉ. ચરણજીત સિંહ નારાજ થયા હતા અને તેમણે અપક્ષ તરીકે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. આખરે તેમણે અકાલી દળમાં જાેડાવાનો ર્નિણય કર્યો.
ડૉ. ચરણજીત સિંહના પક્ષપલટા સાથે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં AAP છોડનારા ધારાસભ્યોની સંખ્યા ચાર થઈ છે. આ પહેલાં ૨ નવેમ્બરના રોજ AAP ના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જાેડાયા હતા.
– હરમીત સિંહ પઠાનમાજરા – સનૌર બેઠક
– ચેતન સિંહ જૌડામાજરા – સમાના બેઠક
– કુવર વિજય પ્રતાપ સિંહ – અમૃતસર ઉત્તર બેઠક
આ ત્રણેય ધારાસભ્યો બાદ ડૉ. ચરણજીત સિંહ અકાલી દળમાં જાેડાનારા ચોથા ધારાસભ્ય બન્યા છે. તાજેતરમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરી ગઠબંધન થતાં પંજાબના રાજકીય સમીકરણોમાં ફેરફાર જાેવા મળી રહ્યા છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષપલટા અને ઉમેદવારોની પસંદગીને કારણે રાજ્યમાં રાજકીય હલચલ વધી છે. હવે ચમકૌર સાહિબ બેઠક પર અકાલી દળ ડૉ. ચરણજીત સિંહને કઈ ભૂમિકા આપે છે અને આગામી ચૂંટણીમાં છછઁની રણનીતિ શું રહેશે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.




