- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
મુખ્યમંત્રી સુરત અને વલસાડની લેશે મુલાકાત ગુજરાતમાં ભારે વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો માત્ર રિપોર્ટ લઈને બેસી રહેવાને બદલે, મુખ્યમંત્રીએ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો ર્નિણય કર્યો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ પૂરી રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં માત્ર સમગ્ર રાજ્યની વરસાદી સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા જ નથી કરવામાં આવી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ભવિષ્યના પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવી ઈફ પોલિસી લાવવા જેવા મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા…
શું પ્લેઇંગ ૧૧ માંથી થશે આઉટ? ઇંગ્લેન્ડ સામે ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત ૨ મેચમાં ફ્લોપ સંજુ સેમસનની વાપસીની અટકળો તેજ, પરંતુ ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીને વધુ તકો આપે તેવી પૂરી સંભાવના શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસમાં ભારે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતને ૧૨૫ રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ નિરાશાજનક પ્રદર્શન વચ્ચે સૌથી વધુ ચર્ચા ૧૫ વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. ઇંગ્લેન્ડ સામે સતત ૨ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું તેને પ્લેઇંગ ૧૧ માંથી બહાર કરવામાં આવશે અને…
E20 ફ્યૂલને લઇ નીતિન ગડકરીની ઓપન ચેલેન્જ E20 ફ્યૂલથી એક પણ ગાડી ખરાબ થઈ હોય તો પુરાવાઓ સામે લાવો તેમણે આક્ષેપ કર્યો કે આ ફ્યુઅલ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યા છે દેશમાં આજકાલ E20 પેટ્રોલ (૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને સોશિયલ મીડિયા અને અલગ-અલગ મંચો પર વ્યાપક ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ ઈંધણનો ઉપયોગ કરવાથી વાહનની માઇલેજ ઓછી થઈ જાય છે અને ગાડીનું એન્જિન પણ બગડી શકે છે. આ તમામ અફવાઓ અને દાવાઓ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન…
બે કલાક સુધી કોઈ ગોલ થયો નહીં પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટ્ઝર્લેન્ડે કોલંબિયાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યાે ૧૨૦ મિનિટની રમતમાં, કોલંબિયાએ સ્વિસ ગોલ પર ૧૫ વખત હુમલો કર્યાે, જેમાંથી ફક્ત ત્રણ શોટ લક્ષ્ય પર લાગ્યા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના દરેક રાઉન્ડમાંએક ટીમ ઇતિહાસ રચી રહી છે અને લાંબા સમયથી ચાલતા ઘાને મટાડી રહી છે. ઇજિપ્ત તેમના પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં આર્જેન્ટિના સામે આ સિદ્ધિની ખૂબ નજીક પહોંચી ગયું હતું. જાેકે, આ રાઉન્ડની અંતિમ મેચમાં, સ્વિટ્ઝર્લેન્ડે ૭૨ વર્ષની રાહ જાેવી પડી હતી. કોલંબિયા સામે, સ્વિટ્ઝર્લેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી જીત મેળવી હતી, જેનાથી ૧૯૫૪ પછી પહેલી વાર ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સ્વિટ્ઝર્લેન્ડની જીતનો…
ટી૨૦માં ભારતનો સૌથી મોટો પરાજય ઈંગ્લેન્ડના ૨૦૧ રનના લક્ષ્ય સામે ટીમ ઈન્ડિયા ૭૬ રનમાં ધરાશાયી ડેબ્યુટન્ટ વૈભવ સૂર્યવંશીએ ૫ બોલમાં ૨ છગ્ગા સાથે ૧૩ રન અને ઇશાન કિશને ૧૩ રન બનાવ્યા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને આ ફોર્મેટની અત્યાર સુધીની સૌથી શરમજનક અને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને ૧૨૫ રને હરાવીને ૫ મેચોની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે, હવે ભારત માત્ર આ શ્રેણી ડ્રો કરાવી શકે તેમ છે.ટોસ હારીને…
૫૦ ઠેકાણે દરોડા બાદ ૨૪ની ધરપકડ લોરેન્સ ગેંગ પર આફત બનીને તૂટી પડી અમેરિકન એજન્સી દરોડા દરમિયાન આશરે ૧,૦૦૦ કિલોગ્રામ કોકેન, ૧ કિલો હેરોઈન, ૧૨ ગેરકાયદેસર હથિયારો અને ૪૦,૦૦૦ ડોલર રોકડા જપ્ત કરાયાં અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) અને FBI દ્વારા ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન ‘ઓપરેશન હાર્ડ બોલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં ૫૦થી વધુ સર્ચ વોરંટ બજવીને કુલ ૨૪ રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૦ આરોપીઓ હજુ પણ ફરાર છે.અમેરિકી ફેડરલ ચાર્જશીટ મુજબ, ભારતીય જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેરકાયદેસર મોબાઈલ ફોન…
મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ! અમેરિકાએ ઈરાનના કેશમ આઈલેન્ડ અને બંદર અબ્બાસ પર ઝીંક્યા બોમ્બ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વાણિજ્યિક જહાજાે પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભભૂકી ઉઠી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ કોમર્શિયલ જહાજાે પર થયેલા હુમલાને અસ્વીકાર્ય ગણાવીને અમેરિકાએ ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી, જેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાન પર ભયાનક જવાબી હવાઈ હુમલા શરૂ કરી દીધા છે.અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. અમેરિકનસેનાએ દક્ષિણ ઈરાનના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વર્ષ ૨૦૦૬માં સુરતમાં આવેલ ભયાનક રેલ માટે જે તે સમયના ગુજરાત રાજયના પાણી પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલની ગુનાહિત બેદરકારી અને અધિકારીઓ ધ્વારા થયેલ અનુકરણના કારણે સુરત શહેરમાં ભારે રેલથી કરોડો રૂપિયાનું નુકશાન અને હજારોની સંખ્યામાં પશુઓના મૃત્યુ થયા હતા. સુરત શહેરમાં આવેલ આ રેલથી તાપી કિનારાના વસતા અનેક લોકોના મકાનો, ઝૂપડાઓ, ગાયો-ભેંસો, ઘેટાં-બકરાઓના તબેલા હતા જેના ઉપર તેઓ નિર્ભર હતા તેઓની આજીવિકા આ રેલના પાણીમાં તેઓની આંખની સામે તણાઈ ગઈ હતી. તાપી નદી ઉપર બંધાયેલ ઉકાઈ ડેમના પાણીથી ખેડૂતોને ખેતી માટે ઉપયોગી છે પરંતુ ડેમમાં વધતાં-જતાં પાણીને કંટ્રોલ કરવામાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલ છે. જ્યારે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ખેડૂતોએ એકઠા થઈને ખેતરોમાં દબાયેલી ગેસ પાઇપલાઇનોને ટ્રેક્ટરો સાથે બાંધીને ખેતરની બહાર ખેંચી કાઢી ફેંકી દીધી છે. ધોળકા તાલુકાના સરગવાળા ગામે સરકારની જી.એસ.પી.સી. (GSPL) કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વગર મોંઘીદાટ જમીનોમાં ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન નાંખવાની જોહુકમી સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વીઘાના દોઢ-દોઢ કરોડ રૂપિયાની કિંમતી જમીન ધરાવતા સ્થાનિક ખેડૂતો છેલ્લા એક મહિનાથી આ અન્યાય સામે સતત લડત ચલાવી રહ્યા હતા. આ મુદ્દે કલેક્ટર, મામલતદાર અને સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ કે ન્યાય…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ખોટા કેસમાં જેલમાં બંધ ભરુચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલના ઘરે જઈ આજે તેમના પરિવાર સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પ્રભારી ગોપાલ રાયની સાથે નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી ગોપાલ રાયે તેમના પરિવારના સભ્યોને મળીને હિંમત આપી અને વિશ્વાસ અપાવ્યો કે આખી આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલની સાથે છે. ત્યારબાદ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ પોતાની વાત રાખતાં જણાવ્યું કે, આજે અમે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલના ઘરે પહોંચ્યા છીએ. આજે કોઈપણ નેતા જો જનતાના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


