- ₹5 લાખથી વધુના MD ડ્રગ્સ કેસમાં એક્ટર રોહુલ્લાહ મેહદીની ધરપકડ, શાહિદ કપૂરની ફિલ્મ સાથે જોડાણ
- પશ્ચિમ કચ્છમાં દારૂના અડ્ડા બંધ કરાવવા આપની ચીમકી, 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન
- ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા પ્રવીણ રામનો ભાજપ પર પ્રહાર, આદિવાસી સમાજને ગાંધીચિંધ્યા માર્ગે લડતની અપીલ
- ગોપાલ ઇટાલીયાની ખેડૂતો સાથે ત્રણ મુદ્દે રજૂઆત, સૌની યોજનાનું પાણી અને વીજળીના પ્રશ્નો ઉકેલવા માંગ
- ચૈતર વસાવા મુદ્દે ઇસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર, ઉપલી અદાલતમાં અપીલની જાહેરાત
- કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા: કાશીનું મહાત્મ્ય, અવિમુક્ત તીર્થ અને મોક્ષનું રહસ્ય
- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેં જુનાગઢ અને વિસાવદર વિસ્તારના ખેડૂતોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ખેડૂતોને મળતી રિબેટ, એટલે કે શૂન્ય ટકા વ્યાજે મળતી લોન અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો. અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ની રિબેટ હજુ સુધી મળી નથી. આ મુદ્દે અલગ-અલગ બેંકોના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બેંકના અધિકારીઓએ જે-જે ગામોમાં ખેડૂતોને રિબેટ મળી નથી, તે તમામ ફાઈલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં વિવિધ…
આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે નર્મદાના કલેક્ટર સમક્ષ અનેક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ પૂછ્યો હતો કે 1) આજની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં તાલુકાવાર જમીન વિહોણા નિરાધાર હોય એવા કેટલા લોકોએ સરકારી પ્લોટની માંગણી કરી જેમાં કેટલાને ફાળવવામાં આવ્યા? 2) જિલ્લાના નાગરિકોને જિલ્લામા જ આધુનિક નિદાન સુવિધાઓ મળી રહે તે માટે MRI મશીન અને CT સ્કેન કાર્યરત નથી એ હકીકત સાચી છે? જો હા તો શા કારણો છે? ક્યાર સુધીમાં કાર્યરત કરવામાં આવશે? 3) જિલ્લામાં નેટવર્ક…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન યુનિવર્સિટીએ બુધવારે,૧૭ જુન સમાજશાસ્ત્ર વિભાગ માટે બીજા સેમેસ્ટરની પરીક્ષા રદ કરી, કારણકે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરાયેલુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં પ્રશ્નોના બદલે પૂર્વ લેખિત જવાબો હતા. પીજી સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝમાં “ઇન્ડિયન સોસાયટી” વિષયની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાવાની હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને પેપર મળતાની સાથે જ ખબર પડી કે તેમાં ન તો પ્રશ્નો છે કે ન તો બહુવિધ વિકલ્પ વિકલ્પો. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી વિકાસ કુમાર બૈરવાએ આરોપ લગાવ્યો કે વાંધો ઉઠાવ્યા બાદ પરીક્ષા ખંડમાં હાજર અધિકારીઓએ પ્રશ્નપત્રો તાત્કાલિક પાછા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ અને બિલ્ડરોની અદ્રશ્ય સાંઠગાંઠ થી સુરતના વેડ દરવાજા ખાતે આવેલા નાસિર નગરમાં તારીખ 30 મે ના રોજ થયેલા રહસ્યમય ડિમોલિશનને આજે પુરા ૨૦ દિવસ થયા છતાં કોઈ નક્કર કારણ,તારણ કરી જવાબદારો ઉપર આજદિન સુધી પગલાં ભરવામાં આવ્યા નથી. એનાથી અસરગ્રસ્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ ભાજપના કાર્યકરો સાથે મળીને બિલ્ડરના માણસો રૂપિયા બે થી ત્રણ લાખમાં પતાવટ કરીને કાગળો ઉપર સહી સિક્કા કરાવવા રીતસર ધાકધમકી આપી ધમપછાડા કરી રહ્યા હોવાનું બહાર આવતા આખા ખેલમા અસરગ્રસ્તોને પડતા પર પાટુ મારવા જેવો ઘાટ થઈ રહ્યો છે. જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે તો નાણાંકીય ખાતાં સલામત નથી, વિદ્યાર્થીઓના પેપર સલામત નથી અને મંદિરોમાં આવતું દાન પણ સલામત નથી. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો અને અમુક રામભક્ત ધર્માચાર્યો તથા સંતો દ્વારા જે સમાચાર સામે આવી રહ્યા છે, તે જોઈને ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે છે. *સોના ચાંદીની 1200 જેટલી ઈટો ગાયબ થઈ હતી, કરોડોની લૂંટની રકમ ની ચર્ચા થઈ રહી છે.જ્યારે સોમનાથનું તાળું તૂટ્યું ત્યારે મુઘલો હતા અને જ્યારે અનેક વિદ્યાપીઠો, નાના-મોટા મંદિરો અને તીર્થસ્થાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે અંગ્રેજો હતા. પરંતુ આજે જ્યારે અયોધ્યામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના…
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ભાજપના 30 વર્ષના શાસન પછી ગુજરાતના લોકો એક સવાલ પૂછી રહ્યા છે કે શું ગુજરાતના લોકોનો આ 30 વર્ષમાં વિકાસ થયો છે? શું ગુજરાતના લોકો માટે શિક્ષણની વ્યવસ્થા ફાઇવ સ્ટાર કક્ષાની બની છે? શું ગુજરાતના લોકોને સારી સરકારી હોસ્પિટલો અને સારી આરોગ્ય સુવિધાઓ મળે છે? શું ગુજરાતનો ખેડૂત બે પાંદડે થયો છે? શું ગુજરાતના ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે છે? શું તેમને પૂરતું ખાતર મળે છે? તેમની આજીવિકા માટે સરકારે આ 30 વર્ષમાં શું કર્યું છે? શું ગુજરાતનો નાનો વેપારી આજની પરિસ્થિતિમાં પોતાનો રોજગાર-ધંધો સારી…
ટ્રમ્પના દાવાથી ઈટલી પીએમ લાલઘૂમ થયા જ્યોર્જિયા મેલોની મારી સાથે ફોટો લેવા પાછળ પાછળ ફરતા હતા ટ્રમ્પના આ નિવેદન એકદમ પાયાવિહોણા અને ખોટા છે : સાચું કહું તો હું તેમની આવી હરકતથી નવાઈ પામી : જ્યોર્જિયા મેલોની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે ઘણી વાર વર્લ્ડ લીડર્સને ફજેતી કરી ચૂક્યા છે, પણ આ વખતે બાજી ઊંધી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ટ્રમ્પે ઈટલીના પાવરફુલ પ્રધાનમંત્રી જાેર્જિયા મેલોની સાથે પંગો લીધો છે. જેમણે ટ્રમ્પના ઈગોને દુનિયાની સામે લાવીને તોડી નાખ્યો છે. થયું છે એવું કે હાલમાં જ ફ્રાન્સમાં જી૭ શિખર સંમેલન દરમ્યાન એક તસવીરને લઈ ટ્રમ્પે…
યોગની વિવિધ મુદ્રાઓ જેવી આકૃતિઓ સર્જાતી દેખાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં દેખાશે અનોખો નજારો હૂગલી નદીની લહેરો પર યોગનો મહાકુંભ! ૫૦૦થી વધુ નૌકાઓ પર એકસાથે થશે યોગાસન યોગનો ઉલ્લેખ થાય એટલે પાર્ક, મેદાન, સ્ટેડિયમ અથવા નદીના ઘાટ પર યોજાતા કાર્યક્રમોની તસવીર આંખો સામે આવી જાય. પરંતુ કલ્પના કરો કે નદીના મધ્યમાં સૈંકડો નૌકાઓ એકસાથે તરતી હોય અને હજારો લોકો એકસાથે યોગાસન કરતા હોય! આ અદ્ભુત દૃશ્ય આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતામાં જાેવા મળશે. ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઐતિહાસિક બાબુઘાટ અને હૂગલી નદી આ…
નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર જાે કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે.’ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા માટે પણ કહ્યું છે. આ કાયદા દ્વારા પગપાળા ચાલતા મુસાફરો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેની જાળવણી માટે સ્થાનિક નગર નિગમોની જવાબદારી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે સ્પષ્ટ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ ૨૧…
કર્મીઓની હજી એક-બે વર્ષ પહેલાં જ નિમણૂક કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર સહિતના કર્મીઓએ અન્ય નોકરી શોધી લીધી અમદાવાદ મ્યુનિસિપલમાં કર્મચારીઓના રાજીનામા પડવાનો સિલસિલો યથાવત્ છે. હજી એકાદ મહિના પહેલાં જ કેટલાક કર્મીઓએ રાજીનામા ધરી દીધા હતા. તેવામાં હવે સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર સહિત વધુ ૨૦ કર્મીઓએ રાજીનામા આપી દીધા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ગત મહિને ક્લાર્કથી લઈને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના કર્મીઓએ રાજીનામા આપી દીધા હતા. તેવામાં હવે શારદાબહેન અને એલજી હોસ્પિટલ, સેન્ટ્રલ ઓફિસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત મ્યુનિસિપલના વિવિધ વિભાગો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



