Author: garvigujrat

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી ડો. કે. એમ. રાણા, લોકસભા પ્રમુખ રમેશ મેર અને સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 વાગે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓએ ખેડૂતોના ખેતરોમાં ભાડૂતી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર વીજપોલ નાખીને જે દમન કર્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટીએ આ ખેડૂત…

Read More

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં વિસાવદરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળવાના મુદ્દે આક્રમક રજૂઆત કરતા આ મામલો ગાંધીનગર સુધી ગુંજ્યો છે. સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી એક આઈપીએસ અને એક આઈએએસ સહિત કુલ બે ઉચ્ચ અધિકારીઓ વિસાવદર આવવાના હતા, પરંતુ “શાળામાં પુસ્તકો નથી તો બાળકોને પ્રવેશ આપીને શું ભણાવશો?” તેવા સવાલ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શાળા પ્રવેશોત્સવ અને પુસ્તકોના મુદ્દે વહીવટી તંત્રને ઘેરતા સમગ્ર મામલાની અસર ગાંધીનગર સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. ૨૦ તારીખે શનિવારે બપોરે ૧૧ વાગ્યે જૂનાગઢ ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં તેમણે સત્ર શરૂ થયા બાદ પણ…

Read More

न्यूमरोलॉजी पर आधारित चित्रकला की नई विधा की शुरुआत करने वाली मशहूर चित्रकार सुश्री प्रणिता घोड़े की अनूठी कला प्रदर्शनी “ग्रह पूर्ति यन्त्रम” आगामी 2 जुलाई, 2026 से मुंबई में आयोजित की जा रही है। यह जानकारी देते हुए मुंबई महानगर की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था “आकृति आर्ट फाउंडेशन” के डायरेक्टर मनमोहन जायसवाल ने बताया कि यह अनूठी कला प्रदर्शनी मुंबई के भूला भाई देसाई रोड स्थित सिमरोज़ा आर्ट गैलरी में में 2 जुलाई से 5 जुलाई, 2026 तक सभी दर्शकों के नि:शुल्क अवलोकनार्थ खुली रहेगी। 2 जुलाई, 2026 को इस कला प्रदर्शनी के उद्घाटन समारोह में मुख्य अतिथि…

Read More

આપણામાં કહેવત છે કે જેને નાચવું નહી એનું આંગણું વાંકુ અર્થાત જેને કામ જ નથી કરવું એ જાત-જાતના બહાના કાઢીને કામને ટલ્લે ચડાવે છે. ત્યારે અહીં જે તસવીર છે એ તસવીરમાં એક બાળક ખંત પૂર્વક અને ધ્યાનથી સ્કૂલનું હોમવર્ક કરીને પોતાના ભણતર પ્રત્યેની સાચી લગન લગાવી કંઇક બનવાની હોંશ સાથે કાર્ય કરી રહ્યો છે. આ તસવીર છે રાંદેર રોડ વૃષભ ટાવર સામેના મહાવીર પેટ્રોલ પંપની જ્યાં આ વિદ્યાર્થીના પિતા આ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હોવાથી રવિવાર અને રજાના દિવસોએ આવીને પિતાની પાસે આ રીતે હોમવર્ક કરતો હોય છે. એક બાજુ અન્ય વિદ્યાર્થીઓ રજાના મૂડમાં, ક્રિકેટ કે મોબાઇલમાં વ્યસ્ત થઈ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતીય રાજકારણને જાણે કે ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું હોય એમ ખુલ્લે આમ સિધ્ધાંતોનું ચીરહરણ કરીને બેશરમી રીતે કરાવાતો અથવા કરાતો પક્ષ પલટો લોકશાહી માટે શરમજનક જ નહીં પરંતુ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિના ચારિત્ર્યનું પણ પ્રતિબિંબ પાડે છે. આવા બેશરમી રીતે કરાતો કે કરાવાતો પક્ષ પલટો જોતા વરસો પહેલાંની એક ફિલ્મની યાદ આવી જાય છે. જે ફિલ્મનું નામ હતું “દુલ્હા બિકતા હૈ” અને એનું શીર્ષક ગીત પણ હતું કે દુલ્હા બીકતા હૈ બોલો ખરીદોગે” આ ગીત દહેજ પ્રથા પર આકરો કટાક્ષ કરી દહેજના દૂષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે આ ગીતમાં કંઈક અલગ કરીને એનું નામ “નેતા બિકતા…

Read More

જામનગરના વિહાને રચ્યો ઇતિહાસ ૯ વર્ષીય વિહાને ૫,૨૮૯ મીટર ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કર્યું હિમાલય ક્ષેત્રમાં આવેલા ફ્રેન્ડશીપ પિક તકનીકી રીતે પડકારજનક અને જાેખમી શિખરોમાં સ્થાન ધરાવે છે જામનગર શહેરના પ્રતિભાશાળી બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલા અતિ દુર્ગમ અને પડકારજનક ફ્રેન્ડશીપ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. ૫૨૮૯ મીટરની ઊંચાઈ ધરાવતા આ શિખરને સર કરીને વિહાને દેશભરમાં જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૯ વર્ષ અને ૪ મહિનાની નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર વિહાને અગાઉનો ૧૦ વર્ષ અને ૨ મહિનાની ઉંમરનો કીર્તિમાન પાછળ છોડી દીધો છે. આ સાથે તે ફ્રેન્ડશીપ શિખર…

Read More

વિદ્યાર્થીઓએ કહ્યું,-પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અઘરું NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું NEET-UG પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઇ હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ૧૧ વાગ્યાથી ૧:૩૦ વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. બપોરે ૨ કલાકથી ૫:૧૫ કલાક સુધી પરીક્ષાનો સમય હતો, આ વખતે ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. દેશમાં કુલ…

Read More

ઓપનર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કર્યું ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને ૬૬ રનથી હરાવ્યું ભારતીય ટીમના ૩૭૭ રનના વિશાળ સ્કોર સામે શ્રીલંકાની આખી ટીમ ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ દામ્બુલાના રણગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટ્રાય સિરીઝની રોમાંચક ફાઈનલ મેચમાં ઈન્ડિયા-A ટીમે શ્રીલંકા-A સામે ૬૬ રને શાનદાર વિજય મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૯ વિકેટે ૩૭૭ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ ૪૭.૧ ઓવરમાં ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતે ટુર્નામેન્ટમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. ભારતની આ ઐતિહાસિક…

Read More

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ડીલ તૂટશે તો હોર્મુઝમાંથી પસાર થતાં જહાજાે પાસેથી ડોલર વસૂલ કરશે અમેરિકા ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનની સાથે અંતિમ શાંતિ સમજુતિ નિષ્ફળ રહે છે તો અમેરિકા સૌથી મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર વાણિજ્યિક જહાજાે પર ટોલ ટેક્સ લગાવી શકે છે. ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાને લેબનાનમાં…

Read More

બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કોહલીની વાપસી બાદ યશસ્વીને ટીમમાંથી બહાર કરાયો ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જાેકે તે હાલમાં સંપૂર્ણપણે ફિટ નથી. તેની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સને આધીન છે, એટલે કે જાે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો જ તે રમી શકે છે. ટીમ પસંદગીની એક મુખ્ય હાઇલાઇટ જસપ્રીત બુમરાહની ODI માં વાપસી છે. બુમરાહ છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ભારત માટે વનડેમાં રમ્યો હતો. ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ ODI ટીમમાં વાપસી થઈ છે. અક્ષર અફઘાનિસ્તાન સામેની…

Read More