- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
‘महाराष्ट्र के गौरव’ सम्मान से सम्मानित हुए शिशिर बजाज, उद्योग और समाज सेवा में योगदान को मिली पहचान
देश की राजधानी नई दिल्ली के हयात रीजेंसी में हुए एक भव्य समारोह में, बहुचर्चित कॉफी टेबल बुक ‘महाराष्ट्र के गौरव’ का विमोचन सम्पन्न हुआ। इस मौके पर केंद्रीय सड़क परिवहन और हाईवे मंत्री नितिन गडकरी, अन्य सीनियर कैबिनेट मंत्री, पॉलिसी बनाने वाले इंडस्ट्रियल लीडर और देश भर से आये ख़ास मेहमान मौजूद थे। इस स्पेशल एडिशन में शामिल जानी-मानी हस्तियों में बजाज ग्रुप के चेयरमैन एमेरिटस और बजाज फाउंडेशन के अध्यक्ष शिशिर बजाज भी शामिल हैं। उनके जीवन और योगदान को नौ पृष्ठों के एक विशेष फीचर में दर्शाया गया है। इसमें बजाज समूह के फाउंडर, स्वतंत्रता सेनानी, समाजसेवी,…
અક્ષય કુમાર એકદમ નવા અને વિચિત્ર કોમિક અવતારમાં જાેવા મળશે અક્ષય-પ્રિયદર્શનની નવી ફિલ્મનું નામ ‘વિકેડ સની’ બંનેએ અગાઉ ‘ભૂત બંગલા’માં પણ સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થવાની શક્યતા છે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની વધુ એક ફિલ્મને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ બાદ બંનેની આગામી ફિલ્મનું નામ હવે નક્કી થઈ ગયું છે. આ કોમિક થ્રિલર ફિલ્મનું નામ ‘વિકેડ સની’ રાખવામાં આવ્યું છે.મીડિયા અહેવાલો અનુસાર, આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાનીની ટિપ્સ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ, નિર્માતાઓનું માનવું છે કે ‘વિકેડ સની’ નામ ફિલ્મના વિષય અને મુખ્ય પાત્રના સ્વભાવને…
તેમની શશી વર્મા સાથેની કોમેડી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં થશે રિલીઝ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા પહેલી વખત મોટા પડદા પર રોમાન્સ કરશે અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા શશી વર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે રીયલ લાઇફ કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા હવે પહેલી વખત મોટા પડદા પર લીડ જાેડી તરીકે સાથે જાેવા મળશે. બંને શશી વર્મા દ્વારા ર્નિદેશિત એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જાેવા મળશે. જાેકે, હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી. અગાઉ બંને લોકપ્રિય કલાકારો ફુકરે ળેન્ચાઇઝીમાં સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ પહેલી વખત તેઓ એકબીજા સાથે રોમેન્ટિક લીડ રોલમાં સ્ક્રીન શેર…
અમિત શાહની મોટી જાહેરાત.ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની.આ કંપની ભારત ટેક્સીની તર્જ પર કાર્ય કરશે અને વીમા ક્ષેત્રમાં સહકારી મંડળીઓની ભાગીદારી વધારશે.દેશમાં સહકારી ધોરણે ચાલતી ભારત ટેક્સીને મળેલ સફળતા બાદ હવે કેન્દ્ર સરકાર, સહકારી જીવન વીમા કંપનીની સ્થાપના કરશે. સહકારી જીવન વીમા કંપનીની જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. આજે સોમવારે, કેન્દ્રીય સહકારીતા પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક સહકારી જીવન વીમા કંપનીની સ્થાપના કરવામાં આવશે. સહકાર મંત્રાલયના પાંચમા સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં બોલતા શાહે જણાવ્યું હતું કે, સહકારીતા મંત્રાલયની સ્થાપનાથી ભારતના સહકારી…
અમરનાથ યાત્રીઓ માટે ચિંતાજનક અહેવાલ.બાબા બર્ફાની પીગળી રહ્યા છે, શિવલિંગ ફક્ત ૧ ફૂટ રહ્યું.અમરનાથ યાત્રા ૫૭ દિવસ ચાલવાની છે, ત્યારે અત્યાર સુધીમાં ૬૦ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. તીર્થ યાત્રીઓની સંખ્યા રૅકોર્ડ તોડી રહી છે. વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાબા બર્ફાની પીગળી રહ્યા છે અને શિવલિંગ પીગળીને માત્ર ૧ ફૂટ જેટલું જ રહી ગયું છે. ખાસ વાત એ છે કે, જૂનના અંતમાં ઊંચાઈ લગભગ ૭ ફૂટ જાેવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ યાત્રા ૫૭ દિવસ સુધી ચાલે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમરનાથમાં શિવલિંગ હવે પીગળીને…
બેઠકમાં લેવાયો મોટો ર્નિણય.રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાયની છુટ્ટી, બજરંગ બાગડા બન્યા નવા મહાસચિવ.ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને નવા મહાસચિવ બનાવ્યા.રામ મંદિરમાં દાન ચોરીના ભારે હોબાળાની વચ્ચે સોમવારે, ૬ જુલાઈના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ ઐતિહાસિક ર્નિણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ચંપત રાયની વિદાય સાથે જ ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાગડાને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવ્યા છે. રામ મંદિર પરિસરમાંથી મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલમાં અયોધ્યા…
પ્રાચીન સમયમાં આ પ્રદેશ ‘ધર્મપુરી’ તરીકે ઓળખાતો.જલાલાબાદ હવે પરશુરામ પુરી તરીકે ઓળખાશે.ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઐતિહાસિક ભૂલો સુધારી સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો ર્નિણય લીધો છે.ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ફરી એકવાર ઐતિહાસિક ભૂલો સુધારીને કરીને સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો ર્નિણય લીધો છે. લખનૌમાં ૫ કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં શાહજહાંપુર જિલ્લાના ઐતિહાસિક તાલુકા ‘જલાલાબાદ‘નું નામ બદલીને ‘પરશુરામ પુરી’ રાખવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવાઈ છે. વર્ષો જૂની આ માંગણી પૂરી થતાં જ સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છે. ઇતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે આ પ્રદેશનું પ્રાચીન નામ ‘ધર્મપુરી‘ હતું. જાે કે, મુઘલ શાસન દરમિયાન…
વારંવાર ટ્રાફિક રૂલ તોડનારની ખેર નહીં !.લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે ફરી આપવો પડી શકે છે ડ્રાઈવિંગ ટેસ્ટ.ઇજાગ્રસ્ત પીડિતો અને મૃતકોના પરિવારોને અંતિમ ચુકાદા પહેલા વચગાળાનું વળતર પૂરું પાડવા માટેની સિસ્ટમ પણ અમલમાં મૂકી શકાય.કેન્દ્ર સરકાર માર્ગ સલામતીને મજબૂત બનાવવા અને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત આપવાના હેતુથી મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય એવા પ્રસ્તાવો પર કામ કરી રહ્યું છે જેમાં વારંવાર ટ્રાફિક ઉલ્લંઘનનો ઇતિહાસ ધરાવતા ડ્રાઇવરોને તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરતા પહેલા ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર પડી શકે છે. વધુમાં, ઇજાગ્રસ્ત પીડિતો અને મૃતકોના પરિવારોને અંતિમ ચુકાદા પહેલા વચગાળાનું વળતર પૂરું…
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લેવાયા.સરકારનું કહેવું છે કે વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી સારી છે.કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જાેગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી. તે સમયે સરકારને આ અધિકાર આપવામાં આવ્યો હતો કે જરૂર પડ્યે તે નક્કી કરી શકે કે કયા સેક્ટરને કેટલી કુદરતી ગેસ મળશે કારણ કે તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, CNG-PNG,…
ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ બ્રાઝિલ ટુર્નામેન્ટ બહાર ફેંકાઈ, નેમારે નિવૃત્તિનું કર્યું એલાન છેલ્લા કેટલાક વર્ષાેથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો છે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના રાઉન્ડ ઓફ-૧૬ મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો ૨-૧ થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ ૩૪ વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


