- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા પહોંચ્યા હતા. અહીં પત્રકારોને સંબોધિત કરતા ’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આદિવાસી સમાજના હીરો, સમાજનું રતન અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓને જાગૃત કરીને તેમનો બુલંદ અવાજ બનનાર ચૈતરભાઈ વસાવા, તેમના પરિવાર અને અન્ય આદિવાસી આગેવાનોને ભાજપે ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. આ અન્યાયના પડઘા સમગ્ર આદિવાસી સમાજમાં પડ્યા છે. ભાજપ સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ની વાતો કરતી હતી, પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે કે વિકાસના નામે તેમણે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કશું જ કર્યું નથી. જ્યારે…
અભિનેત્રી ગંભીર બીમારીનો થઈ શિકાર!.દુબઈમાં બર્થડે ટ્રીપ દરમિયાન ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીન હોસ્પિટલમાં દાખલ.પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપડેટ આપતાં જાસ્મીને ચાહકોનો આભાર માન્યો અને બર્થડે વિશનો રિપ્લાય ન આપી શકવા બદલ માફી માગી હતી.ટીવી જગતની જાણીતી અભિનેત્રી જાસ્મીન ભસીન તેના બર્થડે વેકેશન દરમિયાન દુબઈમાં હોસ્પિટલમાં દાખલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાસ્મીનને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારીનું નિદાન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે દુબઈ પહોંચતાની સાથે જ તેની તબિયત લથડી હતી, જેના કારણે તેને અતિશય ઇન્ફેક્શન અને સોજાની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી.પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપડેટ આપતાં જાસ્મીને ચાહકોનો આભાર…
તબિયતનું બહાનું ના ચાલ્યું સગીર દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમથી ઝટકો કોર્ટે સરકારને નોટિસ પાઠવી વેકેશન બાદ સુનાવણી મુલતવી રાખી છે નાબાલિક બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી તગડો ઝટકો લાગ્યો છે. આસારામે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પોતાની સજા યથાવત રાખવાના ર્નિણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તબિયતના આધારે વચગાળાના (અંતરિમ) જામીન આપવાની માંગ કરી હતી. જાેકે, સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી આ મેડિકલ જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે આ તબક્કે આસારામને કોઈ વચગાળાની રાહત આપવા તૈયાર નથી. આસારામની મુખ્ય અરજી પર સુપ્રીમ કોર્ટે…
સમયસર ગટર સાફ ન કરતા પાણી ભરાયા મુંબઇમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, વાહનચાલકો પરેશાન પાર્કિંગ વિસ્તારોમાં, ઘરોની આસપાસ અને મુખ્ય રસ્તાઓ પર પાણી જમા થવાથી રોજિંદા જીવનમાં ખલેલ પહોંચે છે મંગળવારે સવારે નવી મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાનપાડા અને એપીએમસી રોડ વચ્ચે પાણીનું સ્તર દોઢ ફૂટ સુધી પહોંચી ગયું હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગટરની સફાઈ બરોબર ન થવાને કારણે પાણી રોડ પર જ ભરાઇ ગયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈના રહેવાસીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. મંગળવારે સવારે ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા,…
ટ્રમ્પને મોટો ઝટકો યૌન શોષણ કેસમાં દોષિત હોવાનો ચુકાદો યથાવત્, ચૂકવવા પડશે ૪૩ કરોડ સુપ્રીમ કોર્ટના આ આકરા ર્નિણય બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની ભારે નારાજગી વ્યક્ત કરી યૌન શોષણના કેસમાં પહેલાંથી જ દોષિત જાહેર થઈ ચૂકેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવાર, ૨૯ જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની એ અપીલને ફગાવી દીધી છે, જેમાં તેમણે જ્યુરીના જૂના ચુકાદાને પલટવાની માંગ કરી હતી. જ્યુરીએ અગાઉ પોતાના ચુકાદામાં માન્યું હતું કે ટ્રમ્પે પૂર્વ કોલમ લેખિકા ઈ. જીન કેરોલનું યૌન શોષણ કર્યું હતું. આ બદલ ટ્રમ્પે પીડિતાને ૫૦ લાખ…
દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી યુનાઇટેડ સ્ટેટ્સ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા તેની નવમી વાર્ષિક લીડરશિપ સમિટની શરૂઆત અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ એમ્બેસેડર ગ્રીર સાથે યોજાયેલી ક્લોઝ્ડ-ડોર રાઉન્ડટેબલ બેઠકથી કરવામાં આવી. આ વર્ષે યોજાયેલી સમિટને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે અમેરિકા પોતાની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.આ બેઠક એવા સમયે યોજાઈ હતી જ્યારે થોડા દિવસો પહેલાં જ એમ્બેસેડર ગ્રીરે ભારતની મુલાકાત…
એસટી નિગમના હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે એસટી કર્મચારીઓ પોતાના હક અને પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, જેનો સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના હજારો એસટી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. મોંઘવારી ભથ્થા (DA)માં ૩ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ ર્નિણય અનુસાર, કર્મચારીઓને અત્યાર સુધી મળતું ૫૫ ટકા મોંઘવારી ભથ્થું હવે વધીને ૫૮ ટકા થઈ જશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સુખદ અંત આવતા એસટી કર્મચારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજ્ય સરકારના આ કલ્યાણકારી…
બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું બ્રાઝિલે જાપાનને ૨-૧ થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યાે હ્યુસ્ટનમાં રમાયેલી મેચમાં, જાપાને પહેલા રાઉન્ડમાં બ્રાઝિલને પાછળ રાખી દીધું. બ્રાઝિલે આક્રમક રમત રમી, પરંતુ જાપાનનો બચાવ મજબૂત હતો બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.બ્રાઝિલે જાપાનને ૨-૧ થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યાે,અને કાર્લાેસ કાસેમિરો તેમની જીતનો હીરો હતો.બ્રાઝિલિયન મિડફિલ્ડરે જાપાનની પ્રગતિ અટકાવવા માટે શાનદાર હેડર ગોલ કર્યાે.જેના કારણે આખરે બ્રાઝિલ વિજય તરફ દોરી ગયું.બ્રાઝિલ કેવી રીતે જીત્યું તે જાણવા માટે આગળ વાંચો,પરંતુ પહેલાકાર્લાેસ કાસેમિરોની વાર્તા શીખો,જે તમને જીવનમાં આગળ વધવા માટે…
રૂ. ૧.૭૦ લાખ કરોડનું રોકાણ દેશમાં મંજૂર થયેલા ૧૨માંથી ૬ સેમિકંડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં એક સેમિકંડક્ટર એટલે કે એક ચિપ બનાવવામાં ૧૪૦ લિટર પાણીનો અને ૧.૫ કિલોવોટ વીજળીની જરુર પડે છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શરૂઆત થઈ ચૂકી છે. આ અંતર્ગત સેમિકંડક્ટર ક્ષેત્રમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને તેના વિકાસને વેગ આપવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ના ડાયરેક્ટર ડૉ. મનિષકુમાર હુડા પણ ખાસ હાજર રહ્યા હતા.ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ભારતમાં અત્યાર સુધીમાં સેમિકંડક્ટર ઉત્પાદન માટે કુલ ૧૨ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૬ પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં જ સ્થાપવામાં આવી રહ્યા છે. આ…
હૈદરાબાદમાં પાંચ દિવસ શૂટિંગ થયું કલ્કિ-ટુમાં આલિયા ભટ્ટનું રહસ્યમય પાત્ર ઉમેરાયું આવતાં વર્ષે એપ્રિલમાં શૂટિંગ પુરૂ કરી ડિસેમ્બર ૨૦૨૭માં ફિલ્મનો બીજાે ભાગ રજૂ કરવાની યોજના હોલીવૂડની બરાબરી કરે તેવી ભારતીય સાયફાય કલ્કિ ૨૮૯૮ એડીના બીજા ભાગનું કામ ચાલી રહ્યું છે. અશ્વિન નાગ ર્નિદેશિત આ ફિલ્મના બીજા ભાગમાં આલિયા ભટ્ટ પણ જાેવા મળશે. સવાલ એ છે કે તે કયું પાત્ર ભજવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આલિયા ભટ્ટ કલ્કિ ૨૮૯૮ એડી યુનિવર્સમાં સામેલ થઇ છે પણ આ અંગે સત્તાવાર સમર્થન મળે તેની રાહ જાેવાઇ રહી છે. આલિયા ભટ્ટે ગયા મહિને હૈદરાબાદમાં યોજાયેલાં પાંચ દિવસના શૂટમાં પણ ભાગ લીધો હતો. પુરાણ કથાઓ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


