- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
અલગ-અલગ કોમેડી શૈલી વિશે અર્શદ વારસીએ વાત કરી ‘હું ગોલમાલમાં સર્કિટ ન બની શકું’- અર્શદ વારસી દરેક ફિલ્મની કોમેડીની શૈલી એકબીજાથી સંપૂર્ણપણે જુદી હોય છે અને એક પાત્રને બીજી ફિલ્મમાં લઈ જવું શક્ય નથી અર્શદ વારસી માટે આ ઉનાળો અત્યંત વ્યસ્ત સાબિત થઈ રહ્યો છે. તેની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, જ્યારે ૩ જુલાઈએ વેબ સિરીઝ ‘પ્રિતમ એન્ડ પેદ્રો’ અને ૧૦ જુલાઈએ ‘ધમાલ ૪’ દર્શકો સમક્ષ આવશે. સતત ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટ્સ વચ્ચે અર્શદે જણાવ્યું કે દરેક ફિલ્મની કોમેડીની શૈલી એકબીજાથી સંપૂર્ણપણે જુદી હોય છે અને એક પાત્રને બીજી ફિલ્મમાં લઈ જવું શક્ય નથી.એક ખાસ મુલાકાત…
આ શૂટમાં ૩,૫૦૦ જુનિયર આર્ટિસ્ટ્સ જાેડાશે પ્રિયંકા, મહેશબાબુની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે પેરિસ ખાતે લા સિનેમાથેક ળોન્સેમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ‘વારાણસી’ની પ્રથમ ઝલક રજૂ કરી હતી એસ.એસ. રાજામૌલી ફરી એકવાર પોતાનાં આગામી મેગા પ્રોજેક્ટ ‘વારાણસી’ સાથે સિનેમાના માપદંડોને નવી ઊંચાઈએ લઈ જવા તૈયાર છે. મહેશબાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારનની આ ફિલ્મનું આગામી શેડ્યૂલ ૭ જુલાઈથી હૈદરાબાદમાં શરૂ થવાનું છે, જેમાં ફિલ્મનાં સૌથી વિશાળ અને પડકારજનક યુદ્ધનાં દૃશ્યનું શૂટ કરવામાં આવશે.અહેવાલો મુજબ, આ ભવ્ય યુદ્ધ સિક્વન્સમાં મહેશ બાબુ સાથે આશરે ૩,૫૦૦ જુનિયર આર્ટિસ્ટ્સ પણ જાેડાશે. આ દૃશ્યનું સફળતાપૂર્વક શૂટ કરવા માટે નિર્માતા ટીમ છેલ્લા કેટલાક…
શર્વરીએ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ અંગેઆશા વ્યક્ત કરી ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર શર્વરીની નજર એક એક્ટર તરીકે તમે હંમેશા એવી વાર્તાનો ભાગ બનવાનું સપનું જુઓ છો, જે લોકોનાં દિલને સ્પર્શે : શર્વરી શર્વરી માટે હાલ કારકિર્દીનો સૌથી ખાસ તબક્કો ચાલી રહ્યો છે. એક તરફ ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક ડ્રામા ‘મૈં વાપસ આઉંગા’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો બીજી તરફ તે હવે યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’ની રિલીઝ માટે તૈયાર છે. ૩ જુલાઈએ આવનારી આ ફિલ્મને લઈને શર્વરી ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ અંગે શર્વરીએ કહ્યું, “સાચું કહું તો ‘મૈં વાપસ આઉંગા’ને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આગરામાં BJP ના નગર સેવક કિશન નાયકે પોતાની સફાઈની ફરિયાદોને અવગણતા તંત્ર સામે વિરોધ કરવા પાણીથી ઉભરાતી ગટરમાં ઊભા રહીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.આ પ્રતિકાત્મક વિરોધનો હેતુ રહેવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતી સતત ગટર વ્યવસ્થા ની સમસ્યાઓને ઉજાગર કરવાનો હતો. કિશન નાયકે આરોપ લગાવ્યો હતો કે ખુલ્લી ગટર અને અસ્વચ્છ સ્થિતિ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં સુઘરાઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે. અધિકારીઓને નિષ્ક્રિયતાને કારણે તેમણે વિરોધની અપરંપરાગત પદ્ધતિ અપનાવવાની ફરજ પડી હતી. આ ઘટનાએ નાગરિક માળખાગત સુવિધાઓની સ્થિતિ અને લાંબા સમયથી ચાલતી જાહેર ફરિયાદો પ્રત્યે સ્થાનિક અધિકારીઓની લાપરવાહી પર ચર્ચા જગાવી છે.
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન )ની પ્રક્રિયા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને હાલમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે મળતા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં SIR ની પ્રક્રિયાને કારણે 6 કરોડ જેટલા અધધધ!! નામો મતદારયાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. અને આ એક ગંભીર બાબત છે કે જેનાથી એ સવાલ ઉભો થાય છે કે શું આટલા બધા લોકો ખરેખર મતદાન કરવા માટે અયોગ્ય છે? અહીં સૌથી મોટી ચિંતા એ છે કે જેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે તેમના માટેનું ભવિષ્ય શું છે? ઉપરાંત તેમને મતદાન કરવા માટે…
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત સ્ટેટ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે એક વિડિયો દ્વારા ભાજપ સરકારની આરોગ્ય નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આજે એક ચોંકાવનારો વિષય સામે આવ્યો છે. PM-JAY (આયુષ્માન) યોજનામાં કાર્ડની વેલીડીટી પૂરી થઈ જવાના લીધે અનેક ગરીબ દર્દીઓના કાર્ડ બંધ થઈ ગયા છે. કાર્ડ બંધ થવાને કારણે ગરીબોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઇમરજન્સીના સમયે પણ તેમને સારવાર મળતું નથી. હોસ્પિટલો દ્વારા પહેલા કાર્ડ રિન્યુ કરાવવાનો આગ્રહ રાખીને મનમાની કરવામાં આવી રહી છે, જેનાથી ખાનગી હોસ્પિટલોને સીધો ફાયદો થઈ રહ્યો છે. તેમણે પંજાબની ‘આપ’ સરકારનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે,…
૧ જૂલાઈથી સરકાર પ્રતિબંધ હટાવશે મોટી રાહત: પેટ્રોલ પંપ પર ફરીથી ટાંકી ફુલ કરાવી શકશો હવે તેલની સપ્લાય સુધરતા અને સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ સરકારે પોતાના કડક ર્નિણયો પાછા લીધા છે પશ્ચિમ એશિયાના તણાવ અને આંતરરાષ્ટ્રીય તેલ બજારોમાં મચેલા ઘમાસાણ વચ્ચે ગાડીઓના માલિક અને ટ્રાન્સપોર્ટરો માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. સરકારે પેટ્રોલ પંપો અને કોમર્શિયલ ખરીદદારો માટે લગાવવામાં આવેલા રાશનિંગને ૧ જુલાઈથી સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરી છે. પાછલા મહિને જ્યારે ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ થયો હતો, ત્યારે દેશમાં ઈંધણની જમાખોરી અને સમસ્યાને રોકવા માટે સરકારે ઈમરજન્સી નિયમ લાગુ કર્યો હતો. સરકારે રિટેલ પંપ્સ પર…
રામ મંદિર દાન ચોરી ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડવાનું અલ્ટીમેટમ વકીલોની માગ છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ પણ FIR દાખલ કરવામાં આવે રામ મંદિરમાં દાન ચોરી મામલાને લઈ લોકોમાં ભયંકર ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ દરમ્યાન ફૈઝાબાદ બાર એસોસિએશનની બેઠકમાં મોટો ર્નિણય લેવાયો છે. આ ર્નિણય અંતર્ગત કોઈ પણ વકીલ રામ મંદિર દાન ચોરીના આરોપીઓનો કેસ લડશે નહીં. જાે કોઈ વકીલ આ કેસને હાથમાં લેશે તો બાર એસોસિએશનમાંથી તેને બહાર કરી દેવામાં આવશે. સાથે જ તેના પર પાંચ લાખનો દંડ પણ લગાવશે. આ ઉપરાંત વકીલોએ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ…
ચાર્જશીટમાં આતંકી યાસીન મલિકનું નામ કાશ્મીરી પંડિત સરલા ભટ્ટના પરિવારજનોને ૩૬ વર્ષ બાદ ન્યાય મળવાની જાગી આશા શ્રીનગરની સરકારી હોસ્પિટલની નર્સ સરલા ભટ્ટનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના કેસમાં આતંકી યાસિન મલિકનુ નામ ચાર્જશીટમાં દાખલ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શ્રીનગરમાં આવેલ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નર્સ તરીકે સરલા ભટ્ટ ફરજ બજાવતા હતા. ૧૯૯૦માં કાશ્મીર ખીણમાં હિન્દુ અને ખાસ કરીને કાશ્મીરી પંડિતોને હિજરત કરી જવા મજબૂર કરવા માટે મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. આવા સમયે શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની નર્સ સરલા ભટ્ટનુ કેટલાક આતંકવાદીઓએ બંદુકના નાળચે અપહરણ કર્યું હતું. જેના પર બળાત્કાર ગુજારીને હત્યા કરીને લાશને રસ્તા ઉપર…
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્તકલા વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારે છે. સદીઓ જૂની આશરે ૭૦૦ વર્ષ જુની ધાર્મિક અને કલાત્મક ધરોહર સમાન “માતાની પછેડી” કલા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત Geographical Indication (GI) ટેગનું બહુમાન મળેલું છે. આ પવિત્ર હસ્તકલાને તેના મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં જીવંત રાખી નવી ઊંચાઈઓ પર લઈ જવાનું પ્રશંસનીય કાર્ય અમદાવાદના યુવા કલાકાર શ્રી દંતાણી અજયકુમાર માનસિંહભાઈ કરી રહ્યા છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વય: લાંબા સમયથી આ કલા સાથે જોડાયેલા દંતાણી અજયકુમાર માત્ર વારસાને સાચવી નથી રહ્યા, પરંતુ પોતાની અનન્ય કોઠાસૂઝથી તેને આજની પેઢી સમક્ષ આકર્ષક રીતે રજૂ કરી રહ્યા છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


