- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
- 1win casino and sportsbook in India
- Interac casinos Canada – Casino websites with secure Interac transactions
- 7k casino способы пополнения счета
- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
Author: garvigujrat
જયપુર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પ્રશાસન વધુ સતર્ક બન્યું.લખનઉ અગ્નિકાંડ બાદ અનેક કોચિંગ સીલ, ૧૦૦થી વધુ સેન્ટર પર તપાસતમામ સંસ્થાઓ સામે ફાયર સેફ્ટી નિયમોમાં ખામીઓ જણાતા તેમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સંસ્થામાં લાગેલી આગની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રએ શહેરના વિવિધ કોચિંગ સેન્ટરો અને અભ્યાસ કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તપાસ શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો અને આગ જેવી આપત્તિ દરમિયાન જાનહાનિ ટાળવાનો છે.નગર નિગમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન અનેક કોચિંગ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની…
ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ.‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો સરકારનો ખુલાસો’.પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ એ વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવતી પદ્ધતિ છે અને દુનિયાના ઘણા દેશોમાં તેને સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે.પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ચાલી રહેલો ઈથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે માન્ય છે અને સરકાર દ્વારા તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ મીડિયા પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે કેટલાક ભ્રામક અને પાયાવિહોણા દાવા કરવામાં આવી રહ્યા છે. જનતાને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક જૂના વીડિયો અને તસવીરો ફરી વાઇરલ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સરકાર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. લખનૌમાં સોમવારે જ્યાં આગ લાગી હતી એ ઈમારતમાં પૂરતા અગ્નિ સલામતી પગલા વિના, કટોકટી સમયે બહાર નીકળવાના માર્ગો અથવા ધૂમાડાના વેન્ટિલેશન સિસ્ટમ વિના ધંધાકીય સંસ્થા તરીકે કાર્યરત હતી. અલીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં પોલીસ દ્વારા નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર અનુસાર બિલ્ડીંગ નો નકશો રેસીડન્સ તરીકે દર્શાવી પાસ કરાયો હતો. જ્યારે બિલ્ડીંગમાં ધંધાકીય પ્રવૃત્તિઓ ધમધમતી હતી. જેમાં બિલ્ડીંગના માલિક અને પાલતુ પ્રાણીઓની દુકાન અને એનિમેશન સેન્ટરના સંચાલકો સહિત ચાર લોકોના નામ છે. પોલીસે જણાવ્યું હતું કે ચારેયની ધડપકડ કરવામાં આવી છે. આ કેસ હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા, ગુનાહિત હત્યા કરવાનો પ્રયાસ અને માનવ જીવનને જોખમમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં એક એક થી ચઢિયાતા નમુનાઓ પડેલા છે એમાંથી આ એક નમૂનાની બાઈક ના નંબર પર કુલ ૧૦૭ પેન્ડિંગ ચલાન જેના દંડની રકમ થાય છે ૨.૩૬ લાખ રૂપિયા. એવો આ કિસ્સો છે દિલ્હી પાસેના ગુડગાંવ એક ટ્રાફિક પોલીસને પણ તેના જીવનમાં કદી ના જોયો હોય એવો કેસ જોવા મળ્યો. વાહનોની રૂટીન તપાસ દરમિયાન ટ્રાફિક પોલીસે એક યુવાનને તેની બાઈક સાથે રોક્યો હતો. તેને હેલ્મેટ પહેરી ન હોતી એટલે પોલીસને તેને આંતરી લીધો હતો. સામાન્ય રીતે રોડ પર ટ્રાફિક પોલીસ બે ઓપ્શન આપે છે એક તો એક લેટેસ્ટ ગુનાની ફાઈન ભરીને છૂટી જવું છે કે પછી અત્યારે…
બિન-જામીનપાત્ર વોરંટ જાહેર.અભિનેતા પ્રકાશ રાજ પાસે એક કરતાં વધુ વોટર ID કાર્ડ.પ્રકાશ રાજ ટૂંક સમયમાં અજય દેવગનની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘દ્રશ્યમ ૩’ માં જાેવા મળશે.બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા છે. બેંગલુરુની એક કોર્ટે તેમની સામે નોન-બેલેબલ વોરંટ જાહેર કર્યું છે. પ્રકાશ રાજ પર આરોપ છે કે, તેઓ એક કરતાં વધુ રાજ્યોના વોટર ID કાર્ડ (મતદાતા ઓળખપત્ર) ધરાવે છે, જે ચૂંટણી નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.૪ રાજ્યોના વોટર ID કાર્ડ હોવાનો આરોપ: આ મામલે વર્ષ ૨૦૧૯માં વકીલ દિલીપ કુમારે હલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, પ્રકાશ રાજ પાસે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા સહિત ૪…
અગાઉ રાઝ સહિતની હોરર ફિલ્મો કરી ચૂક્યો છે.ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે. ફિલ્મમાં હોરર, મ્યુઝિક અને ઇમોશન્સનો અનેરો સંગમ થશે, જેને કારણે આ ફિલ્મ અલગ પ્રકારની બની રહેશે.‘રાઝ: ધ મિસ્ટરી કન્ટીન્યુઝ’ અને ‘એક થી ડાયન’ જેવી સફળ હોરર ફિલ્મોમાં કામ કરી પ્રસિદ્ધ થયેલાં ઇમરાન હાશ્મીએ ફરી એકવાર હોરર ફિલ્મ કરવાનો ર્નિણય લીધો છે. બ્રિથ ળેન્ચાઇઝી દ્વારા જાણીતાં થયેલાં મયંક શર્મા આ ફિલ્મનું ર્નિદેશન કરવાના છે. આ ફિલ્મની પટકથા મયંક શર્મા અને વિશાલ કપૂરે લખી છે. આ ફિલ્મના પોસ્ટરને જારી કરવામાં આવ્યું તે નિમિત્તે ઇમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે આ હોરર ફિલ્મમાં હોરર, મ્યુઝિક અને ઇમોશન્સનો અનેરો…
જેક્લિનને પ્રશંસકો સાથે તસવીર પડાવતાં અટકાવી.જેકિલનના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ.જેક્લિને તેના બોડીગાર્ડને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યાે હતો અને તેણે પ્રસંશકો સાથે વાત કરી સેલ્ફી લેવાનું પણ પસંદ કર્યું.રવિવારે મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જેક્લિન ફનાર્ન્ડિઝે તેના પ્રશંસકો સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યાે ત્યારે તેના બોડીગાર્ડે તેનું કાંડુ પકડી તેને જબરદસ્તીથી મંચ ભણી ધકેલી દીધી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં જેક્લિનના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બોડીગાર્ડના પગલાં સામે ઘણાં નેટીઝન્સે નાખુશી વ્યક્ત કરી હતી. જેક્લિને તેના બોડીગાર્ડને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યાે હતો અને તેણે પ્રસંશકો સાથે વાત કરી સેલ્ફી લેવાનું પણ પસંદ કર્યું હતું. પણ…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાનો ગુનો શું છે? તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સરકારી કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો. પરંતુ પ્રશ્ન એ છે કે શું આવા ગુનામાં સાત વર્ષની સજા થતી હોય? જો સરકારી કર્મચારી સાથેના કથિત દુર્વ્યવહાર માટે સાત વર્ષની સજા થતી હોય, તો ગુજરાતની જનતાને છેતરનારા અને અન્યાય કરનારા લોકોને શું સજા થવી જોઈએ? વાસ્તવિક હકીકત એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી સમાજના હકો માટે લડતા રહ્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ-જમીન-જંગલ માટે લડવાનો…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપેલા ચુકાદા અંગે વાત કરતા આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે ચૈતરભાઈ વસાવા ઉપર ભાજપની સરકારે ખોટો કેસ કર્યો છે. સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી અને સરકારી વકીલો સહિત સમગ્ર તંત્રનો દુરુપયોગ કરીને તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આદિવાસી સમાજના યુવાન નેતાનો અવાજ દબાવી દેવાનો ખોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું ભાજપ સરકારને કહેવા માંગું છું કે તમે એક ચૈતર વસાવાને જેલમાં પૂરશો તો અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર…
પ્રવાસીઓ માટે નયનરમ્ય નજારો સાપુતારામાં વરસાદ સાથે મિની કાશ્મીર જેવો નજારો અંતરિયાળ સુબીર તાલુકામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર ડાંગ જિલ્લો ઠંડકનો અહેસાસ કરી રહ્યો છે દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ એવા ડાંગ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જાેવા મળ્યો છે. કાળઝાળ ગરમી અને બફારા બાદ મેઘરાજાએ ડાંગની ધરતી પર પધરામણી કરતા આખું ગિરિમથક સાપુતારા જાણે વાદળોની ચાદર ઓઢીને બેઠું હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સાપુતારા ઉપરાંત નીચે તળેટીના ભાગો અને અંતરિયાળ સુબીર તાલુકામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર ડાંગ જિલ્લો ઠંડકનો અહેસાસ કરી રહ્યો છે. વરસાદના કારણે સાપુતારાના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


