- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
- 1win casino and sportsbook in India
- Interac casinos Canada – Casino websites with secure Interac transactions
- 7k casino способы пополнения счета
- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
Author: garvigujrat
હોર્મુઝ બંને તરફથી ખુલતા સ્થિતિ સામાન્ય ભારત તરફ આવી રહેલા ૧૧ જહાજે હોર્મુઝ પાર કર્યુ દેશ વૈભવ ગુજરાતના વડિનાર, દેશ વિભોર સિક્કા અને સનમાર હેરાલ્ડ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ પહોંચશે હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થઈ છે. ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજાેએ આ માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે, જ્યારે ૧૦ જહાજાે હજુ રાહ જાેઈ રહ્યા છે. હોર્મુઝમાં તણાવ હોવા છતાં ભારતની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર પડી નથી.હોર્મુઝ એ મધ્ય પૂર્વનો અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું લગભગ ૨૦-૨૫% ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ પસાર થાય છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના ૮૦-૮૫%…
અરૂપ રોયને મળી નવી જવાબદારી TMC ના અધ્યક્ષ પદેથી મમતા બેનર્જીને હટાવી દીધા બેઠકમાં હાજર નેતાઓએ દાવો કર્યો કે પાર્ટીની પરંપરાનું પાલન કરતા નવી રાષ્ટ્રીય કાર્યકારિણીનું ગઠન કર્યું છે તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે બળવાખોર જૂથે સંગઠનાત્મક સ્તર પર મોટું પગલું ઉઠાવ્યું છે. પાર્ટીના બળવાખોર ધારાસભ્યોએ બેઠક યોજી મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. સાથે જ પાર્ટી મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. કોલકાતામાં આયોજિત એક ખાસ બેઠકમાં પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ નવી કાર્યકારિણી બેઠક બનાવવાની જાહેરાત કરતા પૂર્વ મંત્રી અરૂપ રોયને ઓલ ઈન્ડિયા ચેરમેન નિયુક્ત કરી દીધા છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં થયેલી…
૧૦ વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ ૧૫ જીવ હોમાયા હાલમાં હોસ્પિટલમાં દાખલ ૧૧ ઘાયલોમાંથી ૯ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે ૧૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને જાેતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ પર બેદરકારી દાખવવા બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.…
ગુજરાત માટે ગૌરવ લેવા જેવી ઘટના વ્હોટ્સએપનું નેતૃત્વ કુણાલ શાહને સોંપાશે : ગ્લોબલ હેડ બનશે આ પહેલા કુણાલે ૨૦૧૦માં ફ્રીચાર્જ શરૂ કરીને તેને ૨૦૧૫માં સ્નેપડીલને ૪૦૦ મિલિયનમાં વેચી હતી ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે એક મોટી ઘટના નોંધાઈ છે. સોશિયલ મીડિયા દિગ્ગજ મેટાએ ભારતીય ફિનટેક કંપની ભઇઈઘમાં આશરે રૂ. ૮,૫૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભઇઈઘના ફાઉન્ડર કુણાલ શાહને મેટાની મેસેજિંગ એપ વ્હોટ્સએપના નવા ગ્લોબલ હેડ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ર્નિણયથી મેટા અને વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. આ રોકાણ બાદ નું વેલ્યુએશન લગભગ ૪.૫ અબજ ડોલર સુધી પહોંચશે. ૪૭ વર્ષીય કુણાલ શાહ પહેલી વખત…
મુંબઇમાં વરસાદ પડે એટલે ગુજરાતમાં થોડા દિવસો પછી આવે જ ૧૨ દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી ૨-૩ દિવસમાં ચોમાસું પહોંચશે હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨ થી ૩ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જાે કે, હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જાેવા મળી રહ્યો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન ૪૧°C ને પાર નોંધાયું હતું. બીજી તરફ, મુંબઈમાં સામાન્ય કરતાં ૧૨ દિવસની વિલંબ બાદ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાં…
Lionel Messi એ રચ્યો નવો ઈતિહાસ ફિફા વર્લ્ડ કપ – આજેર્ન્ટિનાએ ઓસ્ટ્રિયાને ૨-૦ થી હરાવ્યું લોટારો માર્ટિનેઝને બોક્સની અંદર ફાઉલ કરવામાં આવતા રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને કેપ્ટન લિઓનેલ મેસીએ ડલાસમાં ઓસ્ટ્રિયા સામે રમાયેલી મેચમાં વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેસીએ આ રોમાંચક મેચમાં શાનદાર વાપસી કરતા બે ગોલ ફટકાર્યા અને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝનો વર્ષાે જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ જીત સાથે જ મેસીએ આર્જેન્ટિનાને ૨-૦ થી વિજય અપાવીને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચાડી દીધું છે.મેચની શરૂઆત આર્જેન્ટિના માટે ખૂબ જ ઉત્સાહજનક રહી હતી. લોટારો માર્ટિનેઝને બોક્સની અંદર ફાઉલ કરવામાં આવતા…
સ્ટેજ પર મચી અફરાતફરી! દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક પોલીસે પ્રદર્શનકારીને પકડી પાડીને કસ્ટડીમાં લીધો હતો અને તેને સ્ટેજ પરથી બહાર ખસેડ્યો હતો અમેરિકાના સેન ળાન્સિસ્કોમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે જ એક ખાલીસ્તાની પ્રદર્શનકારી દોડીને સ્ટેજ પર આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સ્ટેજ પર ધ્વજ ફરકાવી ડાન્સ કરવા લાગ્યોજ્યારે દિલજીત ગીત ગાવામાં મશગૂલ હતા ત્યારે આ પ્રદર્શનકારી અચાનક તેમની નજીક પહોંચી ગયો હતો. તે સ્ટેજ પર ધ્વજ ફરકાવવા લાગ્યો અને દિલજીતની બાજુમાં ઊભા…
કાશ્મીરને લગતો એક સંવાદ પણ બદલી દેવાયો અક્ષય કુમારની વેલકમ-ટુ ધી જંગલના ૧૮ સીન પર સેન્સરની કાતર ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટાણી, રવિના ટંડન, લારા દત્તા અર્શદ વારસી, પરેશ રાવલ અને શ્રેયસ તલપદેએ કામ કર્યું છે અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધી જંગલ’ના ૧૮ સીન સેન્સર બોર્ડ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. ઘણી જગ્યાઓ સંવાદો પણ બદલી નાંખવાની ફરજ ફિલ્મમેકર્સને પાડી છે. પોણા બે કલાક લાંબી આ ફિલ્મ ૨૬ જુને થિયેટર્સમાં રજૂ થવાની છે. ફિલ્મમાંથી દિશા પટણી અને જેક્લિન ફનાર્ન્ડિઝના બિકીની સીન પર સેન્સરે કાતર ફેરવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફિલ્મમાં સંવાદ કાલા પૈદા હુઆ હૈ…
આલિયા ભટ્ટનાં શૂટિંગ માટે સેટ બનાવાતો હતો લવ એન્ડ વોરના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર વીજળીનો કરંટ લાગતાં મોત : ફિલ્મ સેટ પર સેફ્ટી એસઓપીની સંગઠનોની માંગ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના સેટ પર વીજળીનો કરંટ લાગતાં ૪૨ વર્ષના સુથાર ચન્દ્રધારી યાદવનું મોત થતાં ફિલ્મ લાઇનમાં કામ કરતાં કામદારોની સુરક્ષાનો મામલો ફરી ચગ્યો છે. ફિલ્મના સેટ પર સેફ્ટી એસઓપીની માંગ થઈ છે. ભણશાળીએ મૃતકના પરિવારને ૪૦ લાખનાં વળતરની ઓફર કરી હોવાનું કહેવાય છે. આલિયા ભટ્ટની એક સીકવન્સનાં શૂટિંગ માટે સેટ તૈયાર થઈ રહ્યો હતો તે વખતે ગઈ તા ૧૭મીએ મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં આવેલા રોયલ પંપ…
ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં ૪૩ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી સમંથા બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યાે ખુલાસો ઇન્તિ બંગારમની સફળતાની ઉજવણી દરમિયાન સમંથાના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયાં હતાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સમંથા રૂથ પ્રભુના ચાહકો માટે ખુશખબર સામે આવી છે. ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યાં બાદ સમંથા પોતાના પ્રથમ સંતાનની રાહ જાેઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે હવે તેની ફિલ્મ મા ઇન્તિ બંગારમની ડિરેક્ટર બી.વી. નંદિની રેડ્ડીએ સમંથાની પ્રેગનન્સીની પુષ્ટિ કરી છે.તાજેતરમાં મા ઇન્તિ બંગારમની સફળતાની ઉજવણી દરમિયાન સમંથાના કેટલાક વીડિયો અને તસવીરો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


