- ઋષિ પંચમી અને સામા પાંચમ: ઋષિ સંસ્કૃતિ, ગુરૂઋણ, પ્રકૃતિપ્રેમ અને આત્મશુદ્ધિનું દિવ્ય પર્વ
- Vulkan онлайн казино – безопасность и лицензия
- Tipobet Casino Giriş — Tipobet Güncel Giriş 2025 — Tipobet Tipobet, Tipobet giriş, Tipobet giris, Tipobet yeni giriş, Tipo bet}
- Lemon Casino – szczegółowa recenzja Lemon Kasyno
- Mostbet onlayn kazino O‘zbekistonda – ro‘yxatdan o‘tish va kirish
- Paras nettikasino Suomessa – kuinka valita luotettava kasino
- Пинко казино – Официальный сайт Pinco играть онлайн | Зеркало и вход
- Meilleur Casino en Ligne 2026 – Sites Fiables
Author: garvigujrat
૧૫ જૂને પૂછતાછ માટે બોલાવાયા શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને ED નું સમન્સ મામલો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે જાેડાયેલો છે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ મચી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અભિષેક બેનર્જીના નિવાસ્થાને પહોંચી હતી. ઈડીના અધિકારીઓએ પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમને સત્તાવાર રીતે સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીને આગામી ૧૫ જૂનના રોજ તપાસમાં જાેડાવા માટે બોલાવવામાં આવ્યા છે. આ દિવસે તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થઈને અધિકારીઓના સવાલોના જવાબ આપવા પડશે. આ…
પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ આરોપ ફૈઝલ ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ૨ જૂનની રાત્રે લગભગ ૧૦:૧૦ વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને…
ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની તૈયારી પાકિસ્તાને કર્યું મસ્જિદનું લોકાર્પણ તો ભડક્યું જાપાન! ફોરેસ્ટ લૅન્ડ પર મંજૂરી વગર ઊભી કરી દીધી મસ્જિદ જાપાનના સાયતામા પ્રાંતના કાવાગોએ શહેરમાં કાનૂની મંજૂરી વિના એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ભારે નારાજ હોવાના અહેવાલો છે. વિવાદ એટલા માટે વધુ વકર્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાપાની મીડિયામાં આ અંગે તીખા અહેવાલો આવ્યા બાદ, પાકિસ્તાની દૂતાવાસે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધું છે. શહેરી પ્રશાસનના જણાવ્યા…
હરમનપ્રીત કૌરના નામે વધુ એક રેકોડ હરમનપ્રીત સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ખેલાડી બની ગઈ હરમન હવે ૨૦૨૬ના ICC T20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે, જ્યાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ હોય, પરંતુ હરમનપ્રીત કૌરે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડીને, કૌર હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ખેલાડી બની ગઈ છે. હરમન હવે ૨૦૨૬ના ICC T20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે, જ્યાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ૬…
અમરનાથ યાત્રા આજથી શરૂ અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ અમરનાથ યાત્રા ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી ચાલશે : હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવાઈ અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા ૨૦૨૬ ૩ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ સુધી ૫૭ દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે.જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને ૧૪ કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી. આ વર્ષે,…
રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવાઈ વિદેશીઓ માટે ભારતમાં રહેવાના નિયમો બદલાયાં ૧૮૦ દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ, પ્રથમ વખત ઓનલાઈન અપીલની સુવિધાનો પણ અમલ શરૂ કરાયો કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો માટે ભારતમાં રહેવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ગૃહ મંત્રાલયે ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (સંશોધન) નિયમ, ૨૦૨૬’નું નોટિફિકેશન બહાર પાડીને રજિસ્ટ્રેશન અને અપીલ પ્રક્રિયાને સરળ બનાવી છે. નવા નિયમો અનુસાર, વિદેશી નાગરિકો હવે ભારતમાં તેમના રોકાણના ૧૮૦ દિવસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ સમયે રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ ૧૮૦ દિવસ પૂરા થયાના ૧૪ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. હવે નિર્ધારિત સમય મર્યાદા પછી રજિસ્ટ્રેશન માત્ર ખાસ સંજાેગોમાં જ કરવામાં આવશે.સરકારે પ્રથમ…
પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ મુખ્ય આરોપીની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય અજાણ્યા શંકાસ્પદોની શોધ શરૂ કરી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર ૧૫ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પીડિતા દિવ્યાંગ છે અને માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી દિનેશ કશ્યપની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ઘણા શંકાસ્પદોની પણ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.…
અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો દ્વારા તોડફોડ ‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી સીસીટીવી ફૂટેજમાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં કોઈ ફાયરિંગ થયાની પુષ્ટિ થઈ નથી બિહારની રાજધાની પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર મંગળવારે(૨ જૂન) રાત્રે ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. કોચિંગ સેન્ટર પર થયેલા હુમલો મામલે જાણીતા શિક્ષક ખાન સરે પોતે આ માહિતી આપી હતી. સમગ્ર મામલે પટના પોલીસનું નિવેદન આવ્યું છે. જેમાં પટના પોલીસે જણાવ્યું છે કે, ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર કોઈ ફાયરિંગ થયું નથી.પટણા પોલીસે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે કદમકુઆં પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં તાજેતરના NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ પછી તરત જ CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં ગેરરીતિઓ અંગેનો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. આ બે વિવાદો શાંત થાય તે પહેલા જ CUET પરીક્ષામાં વિલંબ અને અંધાધૂંધી નું વાતાવરણ જોવા મળ્યું. જે અંડર ગ્રેજ્યુએટ કોલેજ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લેવામાં આવે છે વિરોધ દરમિયાન ઘણા વિદ્યાર્થી કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કાપશેરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાખવામાં આવ્યા હતા અને તેમની અટકાયત અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ગેરરીતિઓના સતત ખુલાસા બાદ સોમવારે દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયની બહાર અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરતના વેડ દરવાજા પાસે વર્ષો જૂની મુસ્લિમ વિસ્તારની વસ્તી ધરાવતી નાસિર નગર નામની ઝુંપડપટ્ટીના ૨૦૦ ઘરોને ચાર દિવસ પહેલા જ કોઈપણ પ્રકારની આગોતરી જાણ કે કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત નોટિસ આપ્યા વગર એકાએક પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જેસીબી મશીન લઈને નાસિર નગર ઝુંપડપટ્ટી પાસે પહોંચીને એકાએક તોડફોડની કામગીરી શરૂ કરતાં ર૦૦ ઘરોના હજાર ઉપરાંત રહીશોમાં ગભરાટ ફેલાવવાની સાથે સાથે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે નાસિર નગરમાં એકાએક કરાયેલા આ ડિમોલિશન પાછળ ઊભા થયેલા જે પેચીદા સવાલો છે એ સવાલો આજે પણ અનુત્તર રહ્યા છે. જેનો ચાર-ચાર દિવસથી કોઈ પણ પ્રકારનો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


