- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા ભારતના Gen Z અત્યંત આશાવાદી છે અને તેમને દેશ પર અતૂટ વિશ્વાસ છે આંબેકરે કહ્યું, લોકશાહીમાં વિવિધ મુદ્દાઓ ઉઠે છે અને તેને ઉકેલવાની લોકતાંત્રિક રીતો પણ હોય છે કોકરોચ જનતા પાર્ટીને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. RSS નેતા સુનીલ આંબેકરે જણાવ્યું છે કે ભારતીય લોકશાહીમાં તમામ અવાજાે અને લાગણીઓને સમાવવાની ક્ષમતા છે અને Gen Z ને દેશ પર પૂરો ભરોસો છે. તમને જણાવી દઈએ કે જેન-ઢ એવા યુવાનો છે જેમનો જન્મ ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે થયો છે. RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ આંબેકરે નાગપુરમાં…
સચિન સહિત ઘણા દિગ્ગજાેએ પાછળ છોડ્યા વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં ૧,૦૦૦ રન પૂરા કરવામાં પણ હાંસલ કરી ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-૨ માં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. IPL માં ૧,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે પોતાની કારકિર્દીની ૨૩મી ઇનિંગમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા. તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં ૧,૦૦૦ રન પૂરા કરવામાં પણ હાંસલ કરી છે. ક્વોલિફાયર-૨ મેચ પહેલા વૈભવે પોતાની IPL કારકિર્દીમાં ૨૨ ઇનિંગ રમી…
આમ આદમી પાર્ટીને ૯૫૮ સીટો મળી પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા પંજાબમાં ભાજપે ૧૭૨ સીટો પર જીત મેળવી છે, ભાજપની આ જીત વર્ષ ૨૦૨૧ કરતા વધુ મોટી છે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપની નજર આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. તે પહેલા પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ખેલ કર્યો છે. આ વખતે ચૂંટણીમાં જ્યાં આમ આદમી પાર્ટીને ૯૫૮ સીટો મળી છે, તો ભાજપે ૧૭૨ સીટો પર જીત મેળવી છે. ભાજપની આ જીત વર્ષ ૨૦૨૧ કરતા વધુ મોટી છે. પંજાબમાં ૧૯૭૭ વોર્ડ પર ચૂંટણી પરિણામની જાહેરાત થઈ ગઈ છે. તેમાં આમ આદમી પાર્ટીએ ૯૫૮ સીટો પર…
નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર ૨.૦ના સંકેત આપ્યા ઓપરેશન સિંદૂર હજુ પણ સત્તાવાર રીતે ચાલુ જ છે અને હાલની શાંતિ એ દુશ્મનાવટમાં માત્ર એક ક્ષણિક વિરામ છે ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, ભારત અત્યારે ઓપરેશન સિંદૂર ૨.૦ માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યું છે. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ જે કડક વલણ અપનાવ્યું હતું, તે આજે પણ યથાવત છે. જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતની સૈન્ય તૈયારીઓનો ઉલ્લેખ કરીને એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. તેમણે…
પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી હૃદયદ્રાવક ઘટના સુરત નજીક સાવકા પિતાએ ૧૫ વર્ષની કિશોરી પર ત્રણ મહિના સુધી આચર્યું દુષ્કર્મ ઘરમાં કોઈ ન હોવાની તકનો લાભ ઉઠાવી નરાધમે ધમકી આપી વારંવાર લાજ લૂંટી : પોલીસે ગુનો નોંધ્યો સુરતના પાલોદ નજીકના એક ગામમાં માનવતા અને સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ ૧૫ વર્ષની સગીર પુત્રીને છેલ્લા ત્રણ મહિનાથી હવસનો શિકાર બનાવી વારંવાર બળાત્કાર ગુજાર્યાે હતો. સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તે તેની મરજી વિરુદ્ધ સતત અત્યાચાર કરતો હતો, પરંતુ આખરે પાપી પિતાની કરતૂતો સામે આવતા પોલીસે તેની પોક્સો એક્ટ હેઠળ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતનું બંધારણ પણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યની જવાબદારી શ્રમિકોનું કલ્યાણ કરવાની છે એમ કહે છે, પણ ગુજરાતમાં તો શ્રમિકોનું શોષણ સરકાર પોતે જ કરે છે? વાડ જ ચીભડાં ગળે અને ચોકીદાર જ ચોરી કરે એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. ભાજપની સરકાર અને મોદી શબ્દોને રમાડવામાં માહેર છે: એટલે એમણે સરકારી કર્મચારીઓ માટે એક શબ્દ શોધી કાઢયો છે અને તે છે કર્મયોગી? આ કર્મયોગી પાસે તેઓ કર્મ કરાવે છે અને તે કર્મને યોગ સમજવાનું કહેવાયું છે? એટલે એમને નિયમ મુજબ મળવાપાત્ર વળતર નહીં આપવું એવું સરકારે નક્કી કર્યું છે. સરકાર આવું કરે છે અને તેને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં ઝોન-૩ માં આવેલા પાંચ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ૧૯ લાખ થી વધુ ની કિંમતના દારૂ અને બિઅરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કતારગામ પોલીસ સ્ટેશન, મહિધરપુરા પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન અને સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂના જથ્થાને પોલીસ અને નશાબંધી વિભાગના અધિકારીઓની બનેલી કમિટીની હાજરીમાં ૨૦ મે એ ડભોલી અક્ષરવાડી ફાર્મ ની બાજુમાં ડભોલી બ્રિજ નીચે સિંગણપોર ખાતે રોડરોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂના જથ્થામાં દારૂની નાની મોટી ૨૯૧ બોટલો, બિઅરના ૨૬૫ ટિન મળીને કુલ ૧૯૭૯૨૯૮/- રૂપિયાના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો. આ છે…
ટ્રમ્પનું ટેન્શન વધ્યું અમેરિકાના પ્રમુખ તરીકે નાપસંદ કરનારા શ્વેત મતદારો વધી ૫૪% થયા આગામી નવેમ્બરમાં મિડ ટર્મ ઇલેકશન છે તે પહેલા આ પ્રકારનું રેટિંગ રિપબ્લિકનો માટે ચેતવણીનો સંકેત છે અમેરિકન પ્રમુખના કટ્ટર સમર્થકો મનાતા વ્હાઇટ વોટર્સ પણ હવે તેમનાથી નિરાશ છે.ટ્રમ્પ અર્થતંત્રમાં વાળેલા છબરડા અને વધતી જતી મોંઘવારી જાેઈ ૨૦૨૪માં તેમને જંગી માર્જિનથી જીતાડનારા શ્વેત નોકરિયાત મતદારોમાં તેમનું એપ્રુવલ રેટિંગ ઘટયું છે, આમ ટ્રમ્પને નાપસંદ કરનારા શ્વેત અમેરિકનોની ટકાવારી ૫૪ ટકાએ પહોંચી ગઈ હોવાનું વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું.પોસ્ટ મુજબ સીબીએસ ન્યૂઝ પોલ આ મહિને કરવામાં આવ્યો હતો. તેમા ટ્રમ્પની કામગીરી અંગે કોલેજ ડિગ્રી વગરના શ્વેત મતદાતાઓનું ડિસએપ્રુવલ રેટિંગ વધીને ૫૪…
રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો મુંબઈમાં ૧૫ દિવસમાં બીજી વખત CNG માં ૨ રૂપિયાનો વધારો ભાવ વધારા બાદ મુંબઈમાં સીએનજી હવે દેશની રાજધાની દિલ્હી કરતા પણ મોંઘો થઈ ગયો છે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર જાેવા મળી રહી છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન રિજન માં સીએનજી ના રીટેલ ભાવમાં પ્રતિ કિલો રૂ. ૨ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો ૨૯ મે ૨૦૨૬ ની મધ્યરાત્રિથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.મુંબઈમાં સીએનજી ગ્રાહકો માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા…
મેકર્સ પર ૪૦૦ કરોડનો કેસ વરૂણ ધવનની ફિલ્મમાં ‘ચુનરી’ ગીતનો ઉપયોગ કરાતા હોબાળો અદાલતે વાસુ ભગનાનીને કેસ ફાઈલ કરવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે બોલિવૂડ એક્ટર વરૂણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને લઈને ટેન્શન વધી ગયું છે. આગામી ૫ જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા જ ડિરેક્ટર ડેવિડ ધવન અને ‘ટિપ્સ’ મ્યુઝિક કંપની માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ૪૦૦ કરોડનો અધધધ કાયદાકીય કેસ ઠોકી દીધો છે. ચાલો જાણીએ શું છે આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


