
અભિષેક શર્માએ બનાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ .અભિષેક શર્માએ ક્રિસ ગેલ અને એરોન ફિન્ચનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ.IPL 2026માં અભિષેક શર્મા એક પછી એક શાનદાર પ્રદર્શન દ્વારા સતત પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યો છે, જે દર્શાવે છે કે ICC T20 રેન્કિંગમાં તે વિશ્વના નંબર વન બેટ્સમેનનું બિરુદ શા માટે ધરાવે છે.T20 ક્રિકેટમાં અભિષેક શર્માએ હવે કયો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
IPL 2026ની ૩૧મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદના યુવા ઓપનર અભિષેક શર્માએ તેની કારકિર્દીની બીજી સદી ફટકારતા ઘણા મોટા રેકોર્ડ તોડ્યા. અભિષેકે ફક્ત ૬૮ બોલમાં ૧૩૫ રનની અસાધારણ અણનમ ઇનિંગ રમી. તેણે ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતા.
મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી. પરિણામે હૈદરાબાદે માત્ર બે વિકેટ ગુમાવીને ૨૪૨ રનનો મોટો સ્કોર બનાવ્યો. અભિષેકની સદી ઉપરાંત દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસેને માત્ર ૧૩ બોલમાં ૩૭ રનની ધમાકેદાર ઇનિંગ રમીને દિલ્હીના બોલરોને હંફાવ્યા હતા.
અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અભિષેક T20 કારકિર્દીમાં ચોથી વખત એક ઇનિંગમાં ૧૩૦થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા તેણે ગયા વર્ષે આઈપીએલ દરમિયાન પંજાબ કિંગ્સ સામે ૧૪૧ રનની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. વધુમાં ગયા વર્ષે જ અભિષેકે મુંબઈમાં યોજાયેલી ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે ૧૩૭ રનની ઇનિંગ રમી હતી. તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન તેણે બંગાળ સામે પંજાબ ટીમ માટે માત્ર ૫૨ બોલમાં ૧૪૮ રનની શાનદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો.
અભિષેક શર્મા આ અનોખો રેકોર્ડ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ દ્વારા અગાઉ બનાવેલ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
T20 ક્રિકેટમાં ૧૩૦થી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ટોપ-૩ પર નજર કરીએ તો, ભારતનો અભિષેક શર્મા હવે ટોપ પર છે. બીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ છે, જ્યારે ત્રીજા સ્થાને સંયુક્ત રીતે પાંચ ખેલાડીઓ છે, જેમણે બે વાર આ સિદ્ધિ હાંસલ કરી છે. આ ખેલાડીઓમાં ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, ભારતના શ્રેયસ ઐયર, ન્યુઝીલેન્ડના ફિન એલન અને પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનનો સમાવેશ થાય છે.





