- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
૨ કરોડથી વધુના બિલના ચૂકવણી અટકી ગઇ સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના ૧૨૦૦ કર્મચારીઓ ૨ મહિનાથી પગારથી વંચિત ગ્રાન્ટના અભાવે નેશનલ હેલ્થ મિશનના ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરો સહિતના પગાર નહીં થતાં હાલત કફોડી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે મહિનાના પગારથી વંચિત છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને પગારની ચૂકવણી કરવામાં આવી હતી. ૨ કરોડથી વધુના બિલની રકમની ચૂકવણી અટકી ગઇ છે. ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં આવેલા પીએચસી, આરબીએસકે વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો, સીએચઓ, નર્સિગ સ્ટાફ, હેર્લ્થ વકર, ટેકનિકલ સ્ટાફ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા…
મહિલાઓ સંચાલિત કેમ્પ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો મહેસાણામાં ૪૧૧ બોટલ રક્તદાન કરીને મહિલાઓએ ઇતિહાસ રચ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વયંપ્રેરિત થઈ રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું મહેસાણા શહેરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઇનરવ્હીલ કલબ ઓફ મહેસાણા અને રોટરી કલબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ અનોખા કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૪૧૧ બોટલ રક્તદાન કર્યું હતું. આ અભૂતપૂર્વ આયોજનને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ પ્રકારનું આયોજન આખા ભારત તેમજ એશિયા સ્તરે પ્રથમવાર નોંધાયું છે. આ કાર્યક્રમમાં મોટી…
૨૦૨૫માં નોન- હોર્મુઝ સ્ટ્રેટ સ્ત્રોતોનો હિસ્સો ૬૦ ટકા હતો ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગાે શોધવા શરૂ કર્યા યુએસ, રશિયા, પશ્ચિમ આફ્રિકાથી વધુ આયાત માટે વાટાઘાટો રિફાઇનરીઓએ તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉન મોકૂફ રાખ્યા મધ્ય પૂર્વ સંઘર્ષ લંબાય તો પણ પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતની રિફાઇનિંગ કંપનીઓએ અમેરિકા, રશિયા અને પશ્ચિમ આળિકાથી વધારાના ક્રૂડ કાર્ગાેની આયાત માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. આ ઉપરાંત એમ ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોએ જણાવ્યું હતું.દેશની રિફાઇનરીઓએ નજીકના ગાળામાં દેશોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો બફર સ્ટોક ઊભો કરવા માટે તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉને પણ મોકૂફ રાખ્યા છે અને…
વતન પાછા ફરે તેવી ભીતિ યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ ગુજરાતમાં કુલ ૪૯ પોર્ટસ છે તે પૈકીના કંડલા, મુન્દ્રા ઉપરાંત પિપાવાવ, દહેજ અને હજીરા બંદરો ઉપરથી આયાત, નિકાસ થાય છે તેને અસર પહોંચી છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ ૪૯ બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી. તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી…
વેલકમ ટુ ધી જંગલનું શૂટિંગ હજુ બાકી વેલકમ ફોર પણ બનશે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવા માંડી વેલકમ ફોરમાં અનિલ કપૂર, નાના પાટેકર, પરેશ રાવલ ઉપરાંત નવા કલાકારો ઉમેરો કરવામાં આવશે ‘વેલકમ ટુ ધી જંગલ’નું શૂટિંગ હજુ બાકી છે તે પહેલાં તો ‘વેલકમ ફોર’ માટે તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાવા માંડી હોવાનું કહેવાય છે. આગામી જૂન માસમાં રજૂ થનારી ‘વેલકમ ટુ ધી જંગલ’માં હજુ એક ગીત ઉપરાંત કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ બાકી છે. જાેકે, તે અગાઉ જ આ ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાનો ર્નિણય લેવાઈ ગયો છે. જાેકે, એક દાવા અનુસાર ‘વેલકમ ફોર’માં કેટલાક મહત્વના ફેરફારો થશે. અનિલ કપૂર,…
છૂટાછેડા વિવાદ પર થલાપતિ વિજયની પહેલી પ્રતિક્રિયા ‘હું મારું ફોડી લઈશ, તમારે સમય બગાડવાની જરૂર નથી’ થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં પોતાની પોલિટિકલ પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ના મહિલા દિવસ કાર્યક્રમમાં સામેલ થયો હતો. સાઉથ એક્ટર અને રાજનેતા થલાપતિ વિજય આ દિવસોમાં છૂટાછેડાને કારણે વિવાદોમાં છે. તેની પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેત્તર સંબંધ)નો આરોપ લગાવતા છૂટાછેડાની અરજી આપી છે અને હવે એલિમોની (ભરણપોષણ)ની પણ ચર્ચા છે. આ દરમિયાન એક્ટરે પહેલીવાર આ સમગ્ર વિવાદ પર જાહેરમાં વાત કરી છે. તેણે ચાહકોને કહ્યું છે કે, તેના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તે પોતે જ ઉકેલી લેશે, તેમાં સમય બગાડવાની જરૂર નથી.થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં…
ખુશીએ રેપરની વાત પર હજું સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ખુશી કપૂરના બોલ્ડ લૂક પર રેપર ભડક્યો: આપ્યું વિવાદાસ્પ નિવેદન એક્ટ્રેસના આવા ઢંગધડા વગરના કપડાં જાેઈને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રીતસર કોમેન્ટમાં ટોણા માર્યા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્ઝર અને એક્ટ્રેસ ખુશી મુખર્જી પોતાના બોલ્ડ અને બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. વિચિત્ર આઉટફિટ્સ પહેરીને નીકળે ત્યારે ટ્રોલ પણ થાય છે. હવે એક્ટ્રેસના બોલ્ડ લુક પર જાણીતા રેપર અને સિંગર સેટ્ટી શર્માનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો છે. ખુશી તાજેતરમાં જ મુંબઈના રસ્તા પર વિચિત્ર આઉટફિટ સાથે જાેવા મળી હતી. પાપારાઝીને પોઝ આપતા વારંવાર પોતાના કપડાને વ્યવસ્થિત કરતી તે જાેવા મળી હતી. એક્ટ્રેસના…
ફિલ્મમાં અભિનેતા એક અલગ જ અવતારમાં જાેવા મળશે આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ કરણ જાેહર સાથેની હશે ભૂતકાળમાં આદિત્ય રોય કપૂર અને કરણ જાેહરે યે જવાની હૈ દીવાની.ઓકે જાનુ ફિલ્મોમાં કામ કર્યું હતુ આદિત્ય રોય કપૂર લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ ગઇ હોવા પછી તેનું નામ કોઇ ફિલ્મ સાથે જાેડાયેલું નહોતું. પરંતુ હવે અભિનેતાને લઇને એક રિપોર્ટ છે કે, તેની આગામી ફિલ્મ કરણ જાેહર સાથેની હશે. જેમાં તે એક નવા જ અવતારમાં જાેવા મળશે.આ ફિલ્મ એક કોમેડી હોવાનું કહેવાય છે. જેમાં રમુજી ડાયલોગ, મજેદાર પરફોર્મન્સ અને થોડી મારામારી તેમજ હિંસા પણ જાેવા…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.1213નો તીવ્ર ઉછાળોઃ સોનાનો વાયદો ઘટીને રૂ.1.59 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.60 લાખને સ્પર્શ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39702 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237118.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.11262.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160651ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161511 અને નીચામાં રૂ.159826ના મથાળે અથડાઈ, રૂ.161634ના આગલા બંધ સામે રૂ.1384ના ભાવઘટાડા સાથે રૂ.160250 થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1145 ઘટી…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને આ કાયદો અને વ્યવસ્થા બુટલેગરો માટે ચાલતી હોય એવી પરિસ્થિતિ પેદા થઇ છે. આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ અને એક જાંબાજ મહિલા કાયનાત અન્સારી, જેઓ વર્ષોથી સમાજ સેવા કરે છે અને પોતે ડોક્ટર પણ છે, તેઓએ જનતાના કહેવાથી પોલીસ મિત્રોના સંરક્ષણથી જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યાં જનતા રેડ કરી હતી. તો આ દારૂના અડ્ડાઓ બંધ કરવાની જગ્યાએ કાયનાત અન્સારી પર એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


