- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
આજે સુરતના ગોથાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના…
ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જનતાને ભાજપ સરકારના દમનનો અંત લાવવા આહ્વાન કરતાં કહ્યું કે જાગો અને ઝાડુ ચલાવીને આ વખત પોતાની સરકાર બનાવો. 30 વર્ષમાં ભાજપવાળાઓગુજરાતનો વેપાર, રોજગાર, સ્કૂલ, હોસ્પિટલ, રસ્તા, નરેગા બધું જ ખાઈ ગયા. તેમણે લોકોને પૂછ્યું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, પેપર લીક, તૂટેલા રસ્તાઓ, ધરાશાયી થયેલા પુલો, હોસ્પિટલોમાં બાળકોના મોત પર ક્યાં સુધી ચૂપ રહેશો? આ વખતે સમગ્ર ગુજરાતમાં વિસાવદર જેવું કરવાનો અવસર છે. જેમ વિસાવદરની જનતાએ મોટા-મોટાના સિંહાસન હચમચાવી દીધા, એમ જ આ વખતે સમગ્ર ગુજરાતમાં કરવું છે. “AAP”…
કિસાન બચાવો પદયાત્રાના સમાપન બાદ સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટી ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામની પ્રતિક્રિયા સામે આવી હતી. વિડિયોના માધ્યમથી પ્રવિણ રામે જણાવ્યું હતું કે 108 દિવસની લાંબી જેલ કાપ્યા બાદ સોમનાથથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થયેલી પરિવર્તન લાવો – કિસાન બચાવો યાત્રા ગઈકાલે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભા સાથે સમાપ્ત થઈ. આ વિશાળ જનસભામાં સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂતોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી ખૂબ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે આ કિસાન બચાવો યાત્રાના સમાપન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કટ્ટર ઈમાનદાર નેતા અરવિંદ કેજરીવાલજી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક બાજુ આપણો દેશ મહાસત્તા બને તેના સપનાઓ જોઈએ છીએ પરંતુ સમાજનો એક મોટો વર્ગ શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુધ્ધ પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક સગવડો વગર જીવે છે ત્યારે આપણા વિકાસની વ્યાખ્યામાં આ મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ. આપણે પ્રશ્નોને ઉકેલવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો વિચારીએ છીએ પરંતુ સ્થાનિક સ્તરના ઉકેલો તરફ નજર નાખતા નથી. આપણે મોટા શહેરની નજીકના ગામડાની સ્થિતિથી અજાણી છીએ અરે? શહેરમાં જ આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોના પ્રશ્નોથી યે અજાણ છીએ. પાયાની જરૂરિયાતો આમ આદમી સુધી પહોંચે તે માટે કરવાના પ્રયત્નોના પ્રશ્ને આપણા ચિંતકો વચ્ચે તીવ્ર ચર્ચાઓ કરાય છે. જેમાં કહેવાય છે પહેલા દેશે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે જ્યારે વાંચન માટે મોટી-મોટી જાહેરાતો ના હોર્ડિગ લગાવીએ છીએ પ્રજા વાંચતી લખતી થાય એના માટે શિક્ષણ ની વાતો કરાય અને સરકાર બજેટ પણ ફાળવતી હોય છે ત્યારે બ્રાઝિલમાં અનોખો કાયદો છે. કેદી જો જેલમાં વર્ષે ૧૨ પુસ્તક વાંચે અને એ વિશેની નોંધ લખે તો વર્ષે ૪૮ દિવસની સજા ઘટી જાય છે. કારણ બ્રાઝિલમાં જેલમાં રહેલા કેદીઓનું રીહેબિલિટેશન એને જીવનમાં ફરી સ્થાપિત કરવો સરળ બને. જેલવાસ દરમ્યાન કેદીઓ કંઈક ભણે, શીખે અને જ્ઞાન પ્રાપ્ત કરીને સમૃધ્ધ થાય તો તેમને જેલની સજામાં ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ બહાર પાડવામાં આવી છે. આ પ્રોગ્રામ અંતર્ગત કેદીઓ સાહિત્ય,સાયન્સ કે ફિલોસોફી ના…
દિવાળી બાદ ભરપૂર મોર ખીલ્યો હતો વલસાડના આંબાના મોર ખરવા લાગ્યા, હાફૂસ કેરીના ઉત્પાદન પર થશે અસર બદલાતા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં વધારો કરી નાંખ્યો હાફૂસ કેરીનો ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સિઝનની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આંબા પર સારું ફ્લાવરિંગ થતા ખેડૂતોની ખુશીનો પાર ન હતો. પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ વાદળછાયું વાતાવરણ અને ગરમીને કારણે કેરીના પાક પર અસર થઈ છે. વલસાડ જિલ્લામાં આ વખતે પણ કેરીના પાકમાં મોટું નુકસાન થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે. હાફૂસ કેરીનું ઓછું ઉત્પાદન થવાને કારણે બજારમાં કેરીની કિંમતો વધારે હોવાની પણ ભીતિ સેવાઈ…
સોશિયલ મીડિયા પર શેર કરી રોમેન્ટિક તસવીરો ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ ઈન્ફ્લુએન્સર સાથે કરી સગાઈ તાજેતરમાં જ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન સમારોહમાં પૃથ્વી તેની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો. ભારતીય ક્રિકેટરે પૃથ્વી શોએ રવિવારે(૮ માર્ચ, ૨૦૨૬) લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન સમારોહમાં પૃથ્વી તેની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો. આકૃતિ અગ્રવાલ એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર ૩.૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આકૃતિએ તાજેતરમાં તેલુગુ ક્રાઇમ…
કંઈ નહિ કર્યુ તો દર્દીની સુનામી આવશે હવે દુનિયાની આગામી મહામારી બનશે બે બીમારી વિશ્વની સામે સૌથી મોટો પડકાર કોઈ વાયરસ નહિ, પરંતું સ્થૂળતા અને ડાયાબિટીસ છે : વાયરોલોજિસ્ટ પીટર પાયટ દુનિયાએ હાલમાં જ કોરોના મહામારીનો સામનો કર્યો છે. ત્યારે હવે દુનિયા બીજી બે બીમારીઓનો શિકાર થઈ શકે છે. બંને બીમારીઓ સામાન્ય છે, પરંતુ તે આરોગ્ય ક્ષેત્રમાં સુનામી લાવી શકે છે. ઈબોલા વાયરસ શોધવામાં સહાય કરનાર તેમજ એચઆઈવી-એઈડ્સ સામે વૈશ્વિક લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિખ્યાત વાયરોલોજિસ્ટ પીટર પાયટે આગામી સમયમાં સ્થૂળતા અને ડાયાબિટીસ મહામારીની આગાહી કરી છે. બાયો એશિયા સંમેલનમાં જાણીતા વાયરોલોજિસ્ટ પીટર પાયટે ચેતવણી આપી છે. તેઓએ વિશ્વભરમાં વધી…
મંદી વચ્ચે ગુજરાતને મોટો ઝટકો! ટાટા મોટર્સ સાણંદ પ્લાન્ટમાં ૫૦ ટકા ઉત્પાદન ઘટાડશે ગુજરાતના ઉદ્યોગ અને રોજગારી પર મોટી અસર થશે એક તરફ ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટથી નવા યુગની શરૂઆત થઈ છે, તો બીજી તરફ, ચિંતાજનક અહેવાલ આવ્યા છે. ટાટા મોટર્સે ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન ૫૦ ટકા ઘટાડવાનો ર્નિણય લીધો છે. ટાટા મોટરની આ જાહેરાતથી ગુજરાતમાં રોજગારી પર મોટી અસર પડશે. એક તરફ વિશ્વભરમાં મંદીના વાદળો છવાયા છે, તો બીજી તરફ ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. અનેક રોકાણકારો અને ઉદ્યોગોને તેની મોટી અસર વર્તાઈ છે. આવામાં ગુજરાતને મોટો ઝટકો મળ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત…
વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી ઈરાન યુદ્ધ વચ્ચે ૫૨૦૦૦ ભારતીયોની વતન વાપસી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે. વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ માર્ગો આંશિક રીતે ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં ૫૨,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


