- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
ભારત અમારો હરીફ નહીં ભાગીદાર : ચીન મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જાેવા જાેઈએ : ચીની વિદેશ મંત્રી વાંગ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જાેવા જાેઈએ. તેમણે કહ્યું કે બંને દેશો ગ્લોબલ સાઉથ ના મહત્ત્વના સભ્યો છે…
વર્લ્ડકપમાંથી રમ્યા વિના જ થયા આઉટઈરાન-ઈઝરાયેલ-યુએસ યુદ્ધને કારણે રોળાયું ભારતીય ખેલાડીઓનું સપનુ પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ભારતીય જુનિયર બોક્સિંગ ટીમના પાસપોર્ટ યુએઈમાં ફસાઈ ગયા હતા ભારતીય બોક્સિંગ જગતમાંથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને તણાવે ભારતીય જુનિયર બોક્સિંગ ટીમના વર્લ્ડ કપમાં ભાગ લેવાના સ્વપ્નને રોળી કરી નાખ્યું છે. અહેવાલ મુજબ, ૧૦ સભ્યોની ભારતીય જુનિયર બોક્સિંગ ટીમ (૫ છોકરાઓ અને ૫ છોકરીઓ) મોન્ટેનેગ્રોના બુડવામાં યુથ વર્લ્ડ કપ (૩-૧૧ માર્ચ) માં ભાગ લેવાની હતી. જાેકે, પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિને કારણે લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે ટીમને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી. મોન્ટેનેગ્રોનું ભારતમાં દૂતાવાસ ન હોવાથી, બોક્સિંગ ફેડરેશન…
ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર ઈરાને પ્રહાર કરી હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન ઈરાને ઈઝરાયલના સૌથી મોટા ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે ખતરનાક વળાંક લઈ રહ્યું હોય તેવું લાગે છે. ઈરાને ઈઝરાયલના સૌથી મોટા ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે. આ હુમલામાં હાઈફા ખાડીમાં બાઝાન ગ્રુપ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. તેને ઈઝરાયલની ઉર્જા પ્રણાલીની કરોડરજ્જુ માનવામાં આવે છે. ઈરાનની આ કાર્યવાહીથી સમગ્ર ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે આ રિફાઈનરી ભારત અને ઈઝરાયલના આર્થિક હિતો સાથે જાેડાયેલી છે. તેથી, આ હુમલા પછી, સવાલો…
ICE એ જશનપ્રીત સિંહને ક્રિમિનલ એલિયન ગણાવ્યો અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિકની ધરપકડ જશનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયા છે. અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિક જશનપ્રીત સિંહની અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓએ ધરપકડ કરી છે. અધિકારીઓએ તેને ક્રિમિનલ એલિયન એટલે કે ખતરનાક ગુનેગાર જાહેર કર્યો છે. આ ધરપકડ અંગેની માહિતી સેન ડિએગોની એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જશનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયા છે. તેમાં ધમકી આપી લોકોમાં ડર ફેલાવવો, ઘાતક હથિયારથી હુમલો કરવો અને દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરવાના આરોપો સામેલ છે. હાલમાં તેને ICEની…
ઈરાની રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી ‘અંતિમ ચેતવણી’ હવે આરપારની જંગ, “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે” ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયને ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક ચેતવણી આપી કે, ઈરાન પોતાની માટીનો એક ઇંચ ભાગ પણ કોઈને લેવા દેશે નહીં ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયને ટ્રમ્પને અત્યંત કડક મેસેજ આપ્યો છે. પેઝેશ્કિયને ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે, “ઈરાન પોતાના દેશની માટીનો એક ઇંચ પણ કોઈને લેવા દેશે નહીં.” રવિવારે એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનએ જણાવ્યું હતું કે, ઈરાન પોતાની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે કોઈપણ ભોગે તૈયાર છે. તેમણે કહ્યું કે, “ઈરાન પોતાના…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં ગાંધીનગર ખાતે યોજાયેલ જનસભામાં હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ જનસભામાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિઓના માધ્યમથી જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાયમાં લગભગ 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં 114 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિબ્યુશન તરફથી મળતી માહિતી મુજબ હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું બુકિંગ પણ કેટલાક સ્થળોએ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. માત્ર રાજકોટ કે મોરબી જ નહીં, પરંતુ રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગો પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ગેસના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછતને કારણે ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની…
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. મીડિયાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલાં કરવામાં આવેલા કેસમાં તાજેતરમાં કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓને ક્લીનચીટ આપવામાં આવી છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે આ તમામ લોકો સામે ષડયંત્રના ભાગરૂપે ખોટા કેસ બનાવવામાં આવ્યા હતા અને આ કેસ હવે બંધ કરવામાં આવ્યો છે. એટલે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વિશ્વભરમાં સશસ્ત્ર સંઘર્ષો જ્યારે ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે ત્યારે પત્રકારોની હત્યાના આંકડાએ પણ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ન્યૂયોર્ક સ્થિત કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ (CPJ) ના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૫ માં કુલ ૧૨૯ પત્રકારો અને મીડિયાકર્મીઓએ જીવ ગુમાવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કુલ મૃત્યુમાંથી બે તૃતીયાંશ એટલે કે ૮૬ પત્રકારોના મોત માટે માત્ર ઇઝરાયેલ જવાબદાર છે. છેલ્લા ત્રણ દાયકા થી રેકર્ડ રાખતી આ સંસ્થાએ પત્રકારો માટે ગત વર્ષને સૌથી ઘાતક ગણાવ્યું છે.અહેવાલ અનુસાર ઇઝરાયેલ ધ્વારા ખાસ કરીને પેલસ્ટિની પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. કુલ ૮૬ મૃત્યુમાંથી ૬૦% થી વધુ પત્રકારો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાનના બાંસવાડાના બડોદિયા ગામના મુખિયાનું કહેવું છે કે ૯૦ વર્ષ પહેલા વરસાદને કારણે આ પરંપરા નહોતી નિભાવવામાં આવી. એના લીધે એ વર્ષે ગામમાં દુષ્કાળ પડયો હતો અને ૨૦૦ થી વધુ દુધાળા પશુઓનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. બસ એ પછી ગ્રામ વાસીઓએ કદી આ પરંપરામાં ચૂક ન થાય એનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે. શું છે એ જૂની પરંપરા? રાજસ્થાનના બાંસવાડામાં ૫૦૦ વર્ષ જૂની એક ખોફનાક પરંપરા આજે પણ ચાલે છે. જ્યાં અડધી રાત્રે બે માસુમ બાળકોને હોળી પહેલાંની મધરાતે પરણાવી દેવામાં આવે છે અને એના જ અનુસંધાને આ હોળીમાં પણ અડધી રાત્રે બે માસુમ બાળકોના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


