- ભાદરવી પૂનમ મેળો: અસારવા-ખેડબ્રહ્મા ખાસ ટ્રેનનું સમયપત્રક
- વિસાવદર: ખંભાળિયા અને વેકરિયામાં ₹2.22 કરોડના બે નવા ચેકડેમ મંજૂર
- VipLuck Casino online – principais funcionalidades da plataforma
- Spinko Casino DE – Spiele, Boni und Zahlungsmethoden
- Spinanga Casino Österreich – mobile Nutzung auf Smartphone und Tablet
- શ્રી ગણેશ ચતુર્થીનો શાસ્ત્રીય મહિમા, પ્રાગટ્ય કથા, ગણપતિજીના સ્વરૂપનું ગૂઢ રહસ્ય અને પૂજન વિધિ.
- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
Author: garvigujrat
રનવે પર જામ્યા બરફના થર શ્રીનગર એરપોર્ટ પર હિમવર્ષાનો કહેર, તમામ ફ્લાઇટ રદ કરાઇ.વહીવટીતંત્રે કુલ ૫૮ ફ્લાઇટ્સ રદ કરી છે, જેમાં શ્રીનગર આવનારી ૨૯ ફ્લાઇટ્સ અને શ્રીનગરથી રવાના થતી ૨૯ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છેશ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર નબળી દૃશ્યતા અને બરફ જમા થવાને કારણે, અધિકારીઓએ આજની બધી ફ્લાઇટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે મંગળવારે ૨૭ જાન્યુઆરી કાશ્મીર ખીણમાં ભારે અને સતત હિમવર્ષાથી હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર નબળી દૃશ્યતા અને બરફ જમા થવાને કારણે, અધિકારીઓએ આજની બધી ફ્લાઇટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી ખીણની મુલાકાત લેતા સેંકડો પ્રવાસીઓ ફસાયેલા છે. એરપોર્ટ…
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છેઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ દરવાજા બંધ કર્યાએરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા માટે થવા દઇશું નહીંઅમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં એવી આશંકા છે કે અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. ત્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ કહ્યું છે કે ઈરાન પર સૈન્ય હુમલા માટે અમે અમારા દેશના એરસ્પેસનો ઉપયોગ થવા દઇશું નહીં. અમેરિકાના યુદ્ધ જહાજાે મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. ત્યારે યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમારા એરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન…
કેન્દ્ર સરકારે કહ્યું, કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય. UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોઆ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશેયુજીસીના નવા નોટિફિકેશન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા બન્યા છે, ત્યારે હવે આ વિવાદમાં કેન્દ્ર સરકારે એન્ટ્રી કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા આપતા તમામ અભ્યાર્થિઓને ખાતરી આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે…
રશિયાનું નામ લઈને આપી ચેતવણીભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલને પગલે ટ્રમ્પના પેટમાં તેલ રેડાયુયુરોપના દેશો તેમના વિરુદ્ધ થઈ રહેલા યુદ્ધને જ ફંડ આપી રહ્યા છે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે તેથી અમે તેના પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છેભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ( FTA )ની જાહેરાત થઈ ગઈ છે. આ ડીલ વિશ્વની અર્થવ્યવસ્થાની નજરે ખૂબ મહત્ત્વની છે. જાેકે ભારત અને યુરોપની આ સફળતા જાેઈને અમેરિકાની અકળામણ વધી છે. અમેરિકા હવે ખૂલીને યુરોપથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત અને યુરોપની ટ્રેડ ડીલ અંગે પ્રહાર કરતાં કહ્યું છે કે, યુરોપના દેશો તેમના વિરુદ્ધ…
યુરોપથી આયાત કરાયેલો દારૂ સસ્તો થશેભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાનબંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યાભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન થઈ ચૂક્યું છે. જેમાં બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યો છે. આ મધર ઓફ ઓલ ડીલથી ભારતના લોકોને મોટો ફાયદો થશે, અનેક વસ્તુઓ સસ્તી થશે તો વેપાર ક્ષેત્રે મોટા લાભથી શક્યતા છે. શું થશે ફાયદો? કેમિકલ્સ: યુરોપિયન યુનિયનથી આવતા કેમિકલ ઉત્પાદનો…
અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયુંઆ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જાેવા મળ્યા હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે, ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે ૩ વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા.આ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જાેવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા…
અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરતા ટેક વર્કર્સની સંખ્યામાં ૪૦%નો વધારાભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ ધીમે ધીમે સમાપ્ત થવા માંડ્યુંપહેલા ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છેભારતીય વર્કર્સ માટે ‘અમેરિકન ડ્રીમ’ હવે ધીમે ધીમે ખતમ થતું જણાય છે, ખાસ કરીને અમેરિકા ખાતે ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરી કરનારા માટે સ્થિતિ વધુ વણસતી દેખાય છે. હવે અમેરિકાથી ભારત પરત ફરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રના નોકરિયાતોની સંખ્યા વધી રહી છે, જે આશ્ચર્યજનક છે. લાંબા સમય પછી માઇગ્રેશનનું દિશા-પરિવર્તન થતું જાેવા મળી રહ્યું છે. પહેલા ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દેખાઈ…
૧૯ કરોડ લોકોને અસર, ૧૪,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિતઅમેરિકામાં બરફનું તોફાન, ૨૦ રાજ્યોમાં ઈમર્જન્સી લાગુ કરાઈબરફના ભાયવહ તોફાને અમેરિકાને બાનમાં લેતા અફરાતફરીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ભારે બરફ સાથે આંધી ફૂંકાવાથી તાપમાનનો પારો એકાએક ગગડી જતા લોકો કાતીલ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આ ઉપરાંત હજારો ઘરોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખતરનાક સ્થિતિને જાેતા યુએસન ૨૦ રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. ૧૯ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૧૪ હજારથી વધુ ફ્લાઈટ્સને અસર થઈ હોવાનું સરકારી રિપોર્ટમાં જણાવાયું છે.કાતીલ બરફ વર્ષાને લીધે અડધો અડધ અમેરિકાના લોકો પ્રભાવિત થયા હતા. વોશિંગ્ટન, ન્યૂયોર્ક,…
અમરણના ડિરેક્ટર રાજકુમારને રાહ જાેવડાવી કાર્તિકે તારીખો માટે લટકાવી રાખતાં ફિલ્મ અભેરાઈ પરરાજકુમાર પેરિયાસ્વામીએ હવે ‘અમરણ’ ફિલ્મને હાલ બાજુ પર મૂકી તમિલમાં ધનુષ સાથેની એક ફિલ્મ આગળ વધારવાનું નક્કી કર્યું ‘અમરણ’ જેવી બહુ વખણાયેલી ફિલ્મ બનાવનારા સર્જક રાજકુમાર પેરિયાસ્વામી કાર્તિક આર્યન સાથેની એક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરવાના હતા. પરંતુ, કાર્તિકે તેમને તારીખો માટે લટકાવી રાખતાં કંટાળેલા રાજકુમાર પેરિયાસ્વામીએ હવે ‘અમરણ’ ફિલ્મને હાલ બાજુ પર મૂકી તમિલમાં ધનુષ સાથેની એક ફિલ્મ આગળ વધારવાનું નક્કી કર્યું છે. કાર્તિક આર્યન પોતાની જાતને બહુ મોટો સ્ટાર માનવા લાગ્યો હોય તેમ તેનાં નખરાં દિવસરાત વધી રહ્યાં છે. તેણે રાજકુમાર પેરિયાસ્વામીની ફિલ્મ સ્વીકારી તો લીધી પરંતુ…
ઘૂંટણમાં ઈજા થઈ હોવાની અટકળોહૃતિક રોશન વોકિંગ સ્ટીકની મદદથી ચાલતો જાેવા મળતાં ચિંતાસામાન્ય રીતે હૃતિક પાપારાઝીઓ સાથે હસીબોલીને વાત કરતો હોય છે પરંતુ આ વખતે તેણે કેમેરાપર્સન્સની સામે જાેવાનું પણ ટાળ્યું હતુંહૃતિક રોશન તાજેતરમાં એક ઈવેન્ટમાં વોકિંગ સ્ટીકના સહારે ચાલતો જાેવા મળ્યો હતો. તેના કારણે તેની તબિયત બાબતે ચાહકોમાં ચિંતા પ્રસરી છે. એક અટકળ મુજબ હૃતિકને કદાચ ઘૂંટણમાં ઈજા થઈ છે. આથી તેના માટે વોકિંગ સ્ટીક વિના ચાલવું અશક્ય બન્યું છે. ફિલ્મ સર્જક ગોલ્ડી બહેલની બર્થ ડે પાર્ટી એટેન્ડ કરવા આવેલો હૃતિક વોકિંગ સ્ટીક સાથે જ કારમાંથી ઉતર્યાે હતો અને વોકિંગ સ્ટીકના ટેકે ચાલ્યો હતો. સામાન્ય રીતે હૃતિક પાપારાઝીઓ સાથે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


