- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં આદિવાસી (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિની વિરુદ્ધ હોવાનું જણાવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પત્ર લખી રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં અંદાજે 2389 જેટલી રેવન્યુ તલાટી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં આદિવાસી ઉમેદવારો માટે 40 ટકા લઘુતમ ગુણ ફરજિયાત…
સસ્તી સોલાર પેનલની લાલચ આપી ૧૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી.જામનગરમાં સોલાર પેનલના નામે મોટું કૌભાંડ સામે આવ્યુ.સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ અપાઈ હોવાની જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.સોલાર પેનલ કંપની દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. આ પ્રકરણમાં જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે ૫ શખસોની ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ કાના બેડીયાવદ્રા નાસી છૂટ્યો છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વીજ વપરાશને લઈને લોકો વીજ બચત માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમની આગ્રહી બની છે. અને લોકોમાં અવેરનેસ આવે તે માટે પ્રોત્સાહન રૂપે સબસિડી તેમજ જાહેરાતો…
ભાવનગર યુનિવર્સિટી બની નશાનું કેન્દ્ર.યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાે, ગોગો પેપર અને દારૂની બોટલો મળી આવી.ઘટનાથી આખા શિક્ષણના ધામમાં નશાનો વેપલો ચાલતો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા હતાવિદ્યાના ધામ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી(MKBU) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી નશીલા પદાર્થોનો જથ્થો અને દારૂની ખાલી બોટલો મળી આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાવનગર NSUI દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન કેમ્પસના વિવિધ ભાગોમાંથી નશાબંધીના ધજાગરા ઉડાવતી ચીજવસ્તુઓ મળી આવી છે.મળતી માહિતી મુજબ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક તપાસ હાથ ધરી ત્યારે, પાર્કિંગમાં પડેલી એક શંકાસ્પદ બાઈકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો…
જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતોવડોદરાના તાંદલજાથી નકલી PSI ઝડપાયોપોલીસને તપાસ દરમિયાન મફત શીવાભાઈ ચુનારાના નામનું આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજાે પણ મળ્યા હતા.વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને પીએસઆઇના નામે તોડબાજી કરતાં એક ડુપ્લીકેટ પીએસઆઈને ઝડપી પાડતાં તેની પાસે પોલીસને લગતા બોગસ દસ્તાવેજાે અને રબર સ્ટેમ્પ સહિતની ચીજાે મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તાંદલજા વિસ્તારમાં ઝમઝમ ટાવર પાસે અલ કબીર બંગ્લોઝમાં રહેતો એક ગઠીયો ડુપ્લીકેટ પોલીસ તરીકે રોફ ઝાડતો હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે ગઈકાલે તેના બંગલા પર દરોડો પાડયો હતો. પોલીસે દરવાજાે ખખડાવી મોબિન..ના નામે…
શાળા સંચાલકોનું મૌન.પાલનપુરની એકલવ્ય સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો વિસ્ફોટ.સ્કૂલમાં બપોરના ભોજન બાદ ૩૨ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં શિષ્યોના ભોજનમાં બેદરકારીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ એકસાથે અનેક બાળકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં ૧૦ બાળકોને અસર થયા બાદ, વધુ ૨૨ બાળકોની હાલત બગડતા કુલ ૩૨ વિદ્યાર્થીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, શાળામાં બપોરના ભોજનમાં વિદ્યાર્થીઓને દાળ-ભાત આપવામાં આવ્યા હતા. આ ભોજન આરોગ્યાના થોડા જ સમય બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઊલટી જેવી ફરિયાદો…
JEE 2026: અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટર “નો એન્ટ્રી”, વિદ્યાર્થીઓએ સમયથી પહોચવું જરૂરી
પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર ‘નો એન્ટ્રી’.અમદાવાદમાં JEE ૨૦૨૬ અંગે પોલીસ કમિશનરની સૂચના.વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે.એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ માટેની JEE-Main ૨૦૨૬ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ૨૧મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે. પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ અને શિફ્ટ •JEE–૨૦૨૬ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. •પરીક્ષાની તારીખ: ૨૧મી, ૨૨મી, ૨૩મી, ૨૪મી જાન્યુઆરી અને ૨૮મી, ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬. •પ્રથમ શિફ્ટ: સવારે ૯:૦૦થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી. •બીજી…
PM મોદીની હાજરીમાં હોદ્દો સંભાળ્યો.૫ વખતના MLA નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ.દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતા.ભારતીય જનતા પાર્ટીમાં આજે ‘નબીન‘ યુગનો વિધિવત પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતા. આજે સવારે ૧૧:૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર…
સ્કૂલના હેડ ટીચરનું જ અપમાનજનક વલણ.લંડનમાં તિલક લગાવતા હિન્દુ વિદ્યાર્થીને શાળા છોડવા મજબૂર કરાયો.બાળકના માતા-પિતાએ અન્ય હિન્દુ વાલીઓ સાથે મળીને સ્કૂલના સત્તાધીશોને હિન્દુ રીત-રિવાજાે અને તિલકનું મહત્ત્વ સમજાવવા વારંવાર પ્રયાસો કર્યા હતા.યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાંથી ધાર્મિક અસહિષ્ણુતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લંડનની એક પ્રાથમિક સ્કૂલમાં માત્ર ૮ વર્ષના હિન્દુ વિદ્યાર્થીને તેના માથા પર તિલક (ચાંદલો) કરવા બદલ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિ એટલી હદે વણસી હતી કે અંતે બાળકે સ્કૂલ બદલવાની ફરજ પડી હતી. બ્રિટિશ હિન્દુ અને ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાના જણાવ્યા અનુસાર, લંડનની વિકાર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલના કર્મચારીઓએ માસૂમ બાળકને તેની ધાર્મિક પરંપરાઓ…
મંગળવાર બન્યો અમંગળ.શેરબજારમાં ઐતિહાસિક કડાકો! ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ.સપ્તાહના બીજા કારોબારી દિવસે દલાલ સ્ટ્રીટ પર જાણે રીંછનો પંજાે ફરી વળ્યો હોય તેમ બજારમાં ચોતરફ વેચવાલી નીકળી હતી.ભારતીય શેરબજારમાટે મંગળવારનો દિવસ ‘અમંગળ‘ સાબિત થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની આક્રમક ‘ટેરિફ પોલિસી‘ ના કારણે વૈશ્વિક બજારોમાં ઉભા થયેલા તણાવની સીધી અસર ભારતીય બજાર પર જાેવા મળી છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે દલાલ સ્ટ્રીટ પર જાણે રીંછનો પંજાે ફરી વળ્યો હોય તેમ બજારમાં ચોતરફ વેચવાલી નીકળી હતી. કારોબારના અંતે BSE સેન્સેક્સ ૧,૦૬૫.૭૧ પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે ૮૨,૧૮૦.૪૭ ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-૫૦ પણ ૩૫૩ પોઈન્ટ તૂટીને…
ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી–2024માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ ક્ષેત્રના વેપારીઓએ હર્ષભેર આવકાર્યા છે. આ સુધારાઓ અંગે મસ્કતી મહાજન, અમદાવાદ એમ્બ્રોડરી એસોસિએશન તથા ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે મસ્કતી મહાજન હોલ ખાતે પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસવાર્તામાં મસ્કતી મહાજનના પ્રમુખ શ્રી ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે મહાનગર વિસ્તારોમાં નોન-પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય ઐતિહાસિક છે. આ પગલાંથી નાના અને મધ્યમ કદના યુનિટોને સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળશે અને રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા અને વેગ મળશે. આ પ્રસંગે અમદાવાદ એમ્બ્રોડરી એસોસિએશનના પ્રમુખ શ્રી દલસુભાઈ પટેલે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


