- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
સોનાનો વાયદો રૂ.1.45 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.04 લાખને પારઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.63 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39812 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.244270.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 39812 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4441.5 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143321ના ભાવે ખૂલી, ઉપરમાં…
કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી.લદાખમાં ૫.૭ની તીવ્રતાનો આવેલો શક્તિશાળી ભૂકંપ.આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર ૧૯ જાન્યુઆરીના રોજ ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તાજિકિસ્તાન સુધી જાેવા મળી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ( NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લદાખમાં સોમવારે સવારે ૧૧ વાગીને ૫૧ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૭ માપવામાં આવી હતી. NCS એ જણાવ્યું કે આ…
સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ.જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ કરાઈ.પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ.બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ આ મામલે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, એસડીપીઓ રાજીવ કુમારની આગેવાની હેઠળની એસઆઈટી (SIT)એ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી શ્રવણદાસની ધરપકડ કરી છે.…
હિલાની એક ભૂલ અને ૨૦ દિવસનું મોતનું જાેખમ.ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું.દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ : ડોક્ટરોએ પીન બહાર કાઢી.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું છે. દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું કે, એક ૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં…
જેતલસર રેલ્વે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ જેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન રેલ્વે તંત્ર સામે આક્ષેપ છે કે રેલ્વે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. રેલ્વેને દર મહિને આશરે ₹10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકોલોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહે છે. જેતલસર પાસે રેલ્વેની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે જુના બંધ કરાતા વિરોધ. માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો જેતલસર અને…
૨૦૨૮ સુધીમાં રામ મંદિર થશે તૈયાર.મમતાના ગઢમાં ભાજપ ૧૦૦ કરોડના ખર્ચે બનાવશે બંગાળી રામ મંદિર.આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંગાળી રામની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર ૧૫મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા…
સરકારીકર્મીઓ આનંદો.યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલના નવા કેન્દ્રો સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાશે.આ ર્નિણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે.ગુજરાત સરકારના લાખો અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫‘ અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે ‘સરકારી હોસ્પિટલ‘ સમકક્ષ ગણવામાં આવશે. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ) ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)…
સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી.ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો.સરકારની સૂચનાઓનું પાલન ન કરવું અને લાયકાત વગરના શિક્ષકોને ફરજ પર રાખવા જેવી ફરિયાદોના આધારે કકડ કાર્યવાહી કરવામાં આવી છે.હાલ રાજ્યમાં શિક્ષણ અને શાળાનું સંચાલન કથળી રહ્યું હોય તેવા સમાચારો સતત સામે આવી રહ્યા છે. આજે અમદાવાદની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. આવામાં વડોદરામાં એક શાળાને બાળકોને શારીરિક ત્રાસ આપવાના આરોપમાં ૩૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના ભાયલીમાં આવેલી ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂપિયા ૩૦૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં…
ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર રચ્યાનો આક્ષેપ.જીૈંઇ પ્રક્રિયામાં ગડબડ કરવાનો કોંગ્રેસનો આરોપ.કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપ ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી સાચા મતદારોના નામ કાપી રહી છે.ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડ્યા બાદ ચાલી રહેલી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગડબડ થઈ હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ મૂક્યો છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાજપ સુનિયોજિત રીતે સાચા મતદારોના નામ કાપવા માટે ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી રહી છે. તેમણે આ સમગ્ર ઘટનાને લોકશાહી પર ઘા સમાન ગણાવી. શૈલેષ પરમારે જણાવ્યું કે રાહુલ ગાંધી પહેલેથી કહી ચૂક્યા છે કે “ભાજપ વોટ ચોરી કરીને…
૫૪ ગુનાઓ, ૮૦૦ કરોડથી વધુનું કૌભાંડ.૧૧ વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા.૧૧ વર્ષથી વોન્ટેડ બે મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા.સમગ્ર ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં કુલ ૫૪ ગંભીર ગુનાઓ આચરી અને ૮૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર, છેલ્લા ૧૧ વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર પોલીસને વોન્ટેડ એવા બે મુખ્ય આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. બંને આરોપીઓ પર દરેક દીઠ ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત શહેર દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં આવી છુપાઈ રહેતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


