
ગુજરાતને ૧૨૦. ૬૫ કરોડની પેનલ્ટી.જળ જીવન મિશનમાં ગડબડ પર PM મોદીનું કડક વલણ.જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પણ કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.દરેક ઘરને નળથી જળ પૂરું પાડવાના ઉદ્દેશ્ય ધરાવતા મહત્વાકાંક્ષી જળ જીવન મિશનમાં ગેરરીતિઓની ફરિયાદો બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યોમાં કડક વલણ અપનાવ્યું છે. માહિતી અનુસાર, ઁસ્ નરેન્દ્ર મોદીએ જળ શક્તિ મંત્રાલયને જ્યાં પણ ગેરરીતિઓની ફરિયાદો મળી છે ત્યાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, વડા પ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલાં ન લે ત્યાં સુધી મિશન માટે પોતાની તરફથી એક પણ પૈસો જારી ના કરે.વડા પ્રધાને સ્પષ્ટપણે કહ્યું છે કે આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સાથે આગળ વધવું જાેઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પણ કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
ખરેખર, જળ જીવન મિશનમાં ગેરરીતિઓની ફરિયાદો મળ્યા પછી, તાલીમ પામેલા કેન્દ્રીય ઓડિટ અધિકારીઓ ને સમગ્ર દેશનું ઓડિટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે તેમના અહેવાલો સબમિટ કર્યા છે, અને રાજ્ય સરકારોને તેમના અહેવાલોના આધારે કાર્યવાહી કરવા કહેવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં, ૨૦ રાજ્યો આસામ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લદ્દાખ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, રાજસ્થાન, ત્રિપુરા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળે કેન્દ્ર સરકારને આવી ફરિયાદો પર કાર્યવાહી કરાયેલા અહેવાલો સબમિટ કર્યા છે.
કેન્દ્ર સરકારે ૨૦૧૯ માં જળ જીવન મિશન શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં દેશના દરેક ઘરને નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે. ગુજરાત ઉપરાંત, કેન્દ્ર સરકારેતમિલનાડુથી ૩ લાખ, ત્રિપુરાથી ૧.૨૨ કરોડ, આસામથી ૫.૦૮ લાખ, મહારાષ્ટ્રથી ૨.૦૨ કરોડ, કર્ણાટકથી ૧.૦૧ કરોડ અને રાજસ્થાનથી ૫.૩૪ કરોડની વસૂલાત શરૂ કરી છે.કેન્દ્ર સરકારે યોજનાના અમલીકરણમાં અનિયમિતતા બદલ ગુજરાતથી ૧૨૦.૬૫ કરોડ દંડની વસૂલાત શરૂ કરી છે અને અત્યાર સુધીમાં ૬.૬૫ કરોડ વસૂલ કર્યા છે. સાત રાજ્યો પર લાદવામાં આવેલા કુલ ૧૨૯.૨૭ કરોડ દંડમાંથી, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ૧૨.૯૫ કરોડ વસૂલ કર્યા છે.
યોજના માટે પ્રારંભિક ફાળવણી ૩.૬૦ લાખ કરોડ હતી, પરંતુ અત્યાર સુધીમાં ૪.૩૩ લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારની ફરિયાદો દેશભર માંથી આવી રહી છે, જેના કારણે સરકારે જમીની સ્તરે ચકાસણી શરૂ કરી દીધી છે.
આ રાજ્યોમાં અનિયમિતતાના ૬૦૭ કેસ ઓળખાયા હતા, અને ૬૨૧ વિભાગીય અધિકારીઓ, ૯૬૯ કોન્ટ્રાક્ટરો અને ૧૫૩ તૃતીય-પક્ષ નિરીક્ષણ એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાનમાં, એક ભૂતપૂર્વ મંત્રી, મહેશ જાેશીની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં, ૨૦ અધિકારીઓ, ૧૦ કોન્ટ્રાક્ટરો અને એક ્ઁૈંછ સામે હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. આ કેસોમાં એક ભૂતપૂર્વ મંત્રી, ૧૦ અધિકારીઓ અને આઠ કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે.માહિતી અનુસાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા અને મિઝોરમમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, ઘણા રાજ્યોમાં દંડ દ્વારા આશરે ૧૨ કરોડ વસૂલવામાં આવ્યા છે. ૧૨ રાજ્યો એવા છે જ્યાં કોઈ ગેરરીતિ નોંધાઈ નથી જેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, દમણ દીવ અને દાદરા નગર હવેલી, ગોવા, હિમાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, મિઝોરમ, પુડુચેરી, સિક્કિમ અને તેલંગાણાનો સમાવેશ થાય છે .




