
IANS MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે થશે આ સર્વે અુસાર ,૧૫૩માંથી ૧૬૪ બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે ૬ નવેમ્બરે ગુરૂવારે થશે. તેની પહેલાં હાથ ધરાયેલા IANS MATRIZE સર્વેમાં એનડીએની વાપસીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વે અુસાર ,૧૫૩માંથી ૧૬૪ બેઠક પર જીત મેળવી એનડીએ ફરી એકવાર સત્તામાં પરત આવશે. તેજસ્વી યાદવની લીડરશીપની આરજેડીને માત્ર ૭૬થી ૮૭ બેઠક મળવાની ભવિષ્યવાણી થઈ છે.
આ સર્વેમાં અનેક દાવાઓ વચ્ચે એક મહત્ત્વની ભવિષ્યવાણી પણ થઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ચિરાગ પાસવાનની પાર્ટીને મોટો ઝટકો વાગશે. તેમની લોજપાએ માત્ર ચારથી પાંચ બેઠકો મેળવી સંતોષ સ્વીકારવો પડશે. જાે કે, એનડીએની બહુમતી સાથે જીત થશે. એનડીએ બેઠકની ફાળવણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીને ૨૯ બેઠક ફાળવી છે. જેમાં જાે ૪-૫ બેઠક પર જીત હાંસલ થઈ તો તેને મોટો ઝટકો વાગશે અને પક્ષનો સ્ટ્રાઈક રેટ અત્યંત નીચો થશે. લોકસભા ચૂંટણીમાં પોતાના સ્ટ્રાઈક રેટના કારણે જ ચિરાગ પાસવાનની પાર્ટીને વિધાનસભામાં વધુ બેઠકો મળી હતી. સર્વેમાં જિતનરામ માંઝીને મોટી સફળતા મળતી જાેવા મળી છે. તેમને ૪-૫ બેઠક મળવાની સાથે પક્ષનો સ્ટ્રાઈક રેટ ૯૦ ટકા સુધી વધશે. કારણકે, તેમના પક્ષમાં છ બેઠક જ છે.
મહાગઠબંધનમાં આરજેડીને મોટું નુકસાન કોંગ્રેસના કારણે થઈ શકે છે. સર્વેમાં કોંગ્રેસને ૭થી ૯ બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે તેણે ૬૨ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. જાે સર્વે મુજબ પરિણામ આવ્યું તો, ૨૦૧૭માં થયેલી ભૂલનું પુનરાવર્તન થશે. ત્યારે તેજસ્વી યાદવે અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશમાં ૧૦૦ બેઠક આપી હતી. પરંતુ તેઓ માત્ર સાત પર જ જીત મેળવી શક્યા હતાં. સપાની કારમી હાર પાછળનું કારણ કોંગ્રેસને તેના વર્ચસ્વ કરતાં વધુ બેઠક આપવી. જાે બિહારમાં પણ સર્વે મુજબ પરિણામ મળ્યા તો કોંગ્રેસ વિરૂદ્ધ નિશ્ચિત રૂપે સવાલો ઉભા થશે.




