Author: garvigujrat

પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યુંતૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડોઆ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધીભારત-પાકિસ્તાન તણાવના પરિણામે મે ૨૦૨૫માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જાેવા મળી. ખાસ કરીને, મે થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓના આગમનમાં ૫૬% અને તૂર્કિયેમાં ૩૩.૩%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉ એટલે કે ૨૦૨૪માં, અઝરબૈજાનમાં ૨.૪૪…

Read More

કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યતેજપ્રતાપની યાદવની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજધર્મેન્દ્ર કુમાર ક્રાંતિકારી ઉમેદવારી નોંધાવવા માટે જેલમાંથી સીધા હાથકડી પહેરીને કલેક્ટર કચેરી પહોંચ્યાબિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય નેતાઓ અને તેમના પ્રચારની સાથે સાથે ઉમેદવારી નોંધાવવાના અનોખો અંદાજથી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પાર્ટી જનશક્તિ જનતા દળના બે ઉમેદવારોની નાટકીય એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગોપાલગંજના બરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ધર્મેન્દ્ર કુમાર ક્રાંતિકારી ઉમેદવારી નોંધાવવા માટે જેલમાંથી સીધા હાથકડી પહેરીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પોલીસ સુરક્ષા હેઠળ જેલ છોડ્યા બાદ ક્રાંતિકારીની આ એન્ટ્રીએ ભારે ભીડ અને કેમેરાની લાઈનો લગાવી દીધી…

Read More

વિપક્ષ પણ રસ્તા પરઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધલાખો રસ્તાઓ પર ઉતર્યા અને “નો કિંગ્સ”ના નારા લગાવ્યા : ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી આ ત્રીજું મોટું પ્રદર્શન૧૮ ઓક્ટોબરના રોજ વોશિંગ્ટન ડીસી, ન્યુ યોર્ક, શિકાગો અને લોસ એન્જલસ સહિત અમેરિકાના અનેક શહેરોમાં લાખો લોકો એકઠા થયા હતા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કર્યો હતો. વિવિધ શહેરોમાં પ્રદર્શનકારીઓએ “નો કિંગ્સ” ના નારા સાથે રેલીઓ કાઢી હતી અને કૂચ કરી હતી. “નો કિંગ્સ નાઉ” નામના આ પ્રદર્શનની અસર ફક્ત અમેરિકા સુધી મર્યાદિત નહોતી, પરંતુ તેનો પડઘો કેનેડા, યુરોપ અને સમગ્ર યુરોપમાં સંભળાયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના સરમુખત્યારશાહી તરફના ઝડપી પગલાની વિરોધીઓએ…

Read More

અફઘાન મંત્રીની શાહબાઝ અને મુનીરને કડક ચેતવણીપાકિસ્તાની સેનાને ભારતની બોર્ડર સુધી ધકેલી દઈશુંપાકિસ્તાન બીજાઓની ઇચ્છા મુજબ કાર્ય કરે છે: ઓમારીઅફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દોહા બેઠકમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, તાલિબાનના નાયબ ગૃહમંત્રી મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે જાે અફઘાનિસ્તાન પાકિસ્તાની સેનાને આક્રમણખોર જાહેર કરે છે, તો તેમને ભારતીય સરહદ તરફ પાછા ધકેલી દેવામાં આવશે. ખાનગી પોર્ટલ અનુસાર, ઓમારીએ પાકિસ્તાની સેનાને સીધી ચેતવણી આપતા કહ્યું કે, જાે અફઘાન જાતિઓ અને રાષ્ટ્રો એકવાર ધાર્મિક હુકમથી તમને આક્રમણખોર જાહેર કરે છે, તો હું અલ્લાહની કસમ ખાઉં છું, તમને ભારતીય સરહદ પર…

Read More

લવ જેહાદને લઈને પ્રજ્ઞા ઠાકુરનું નિવેદનમાતાપિતાએ દીકરીઓની સંભાળ પોતે લેવી જાેઈએભૂતપૂર્વ સાંસદ અને ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તાજેતરમાં દીકરીના ઉછેર અને “લવ જેહાદ” અંગે એક નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે જાે કોઈ છોકરી તેના માતાપિતાની આજ્ઞા તોડે છે અને બીજા ધર્મના પુરુષની નજીક જવાનો પ્રયાસ કરે છે, તો પરિવારે તેને રોકવી અને તેને સાચા માર્ગ પર પાછી લાવવા માટે કડક વલણ અપનાવવું જાેઈએ. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, “જાે જરૂરી હોય તો, તેનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે તેને ઠપકો આપો. જાે કોઈ છોકરી સાંભળવાનો ઇનકાર કરે છે, તો તેના પગ…

Read More

દિવાળી પર ભારતને જીત ન અપાવી શકી ટીમ ઈન્ડિયા — ઓસ્ટ્રેલિયાએ પહેલી ODI જીતી, કેપ્ટન માર્શની શાનદાર ઇનિંગ વરસાદના વિઘ્નને કારણે આ મેચ હવે ૨૬ ઓવરની થતા ડકવર્થ લ્યુઈસ નિયમના આધારે ઓસી.ને ૧૩૧ રનનો લક્ષ્યાંક મળ્યો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ રવિવાર, ૧૯ ઓક્ટોબરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ૭ વિકેટથી જીત થઈ છે. ભારત માટે આ સીરિઝની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. અક્ષર પટેલ અને કે.એલ. રાહુલ બાદ નીતિશ રેડ્ડીએ દમદાર બેટિંગ કરતા છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને…

Read More

ગાઝામાં હમાસે ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યોડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: ગાઝા પર ફરીવાર ઈઝરાયલનો હુમલોદક્ષિણ ગાઝાના રફાહમાં આતંકવાદીઓએ ઇઝરાયલી સેના પર હુમલો કર્યો છે : ઇઝરાયલ સંરક્ષણ દળે હવાઈ હુમલો કરીને જવાબ આપ્યો છેઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના તમામ દાવાઓ વચ્ચે, જે ડર હતો તે જ થયું. ટ્રમ્પે ભલે સમગ્ર વિશ્વમાં ગાઝા શાંતિ કરારનો પ્રચાર કર્યો હોય, પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નહીં. યુદ્ધવિરામ વચ્ચે, ગાઝામાં ફરી એકવાર વિસ્ફોટો ગુંજી ઉઠ્યા છે. દક્ષિણ ગાઝાના રફાહમાં આતંકવાદીઓએ ઇઝરાયલી સેના પર હુમલો કર્યો છે. ત્યારબાદ ઇઝરાયલ સંરક્ષણ દળે હવાઈ હુમલો કરીને જવાબ આપ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પહેલાથી જ એક અહેવાલ બહાર પાડ્યો…

Read More

સોના-ચાંદીના વાયદામાં આગઝરતી તેજી સોનાના વાયદામાં રૂ.9,359 અને ચાંદીના વાયદામાં રૂ.21,339નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.1નો મામૂલી સુધારો સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.564661.76 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2795259.09 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.490571.03 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30855 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 10થી 16 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.3359959.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.564661.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2795259.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 30855 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.41185.82…

Read More

એટીએમમાં વૃદ્ધને મદદ કરવાના બહાને ઠગાઈ આચરતો હતારામોલમાં છ્સ્ કાર્ડ બદલીને ૪૦ હજાર વિડ્રો કરી લેનારો રીઢો ચોર ઝડપાયારામોલ પોલીસે ૧૪થી વધુ ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂકેલા રીઢા આરોપીની ધરપકડ કરી, વધુ કાર્યવાહી હાથધરીબેંકના છ્સ્ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરીને વિશ્વાસ કેળવીને તેમની પાસેથી છ્સ્ કાર્ડ અને પીન નંબર મેળવી લઈને અન્ય બેંકનું છ્સ્ પધરાવી દઈ રૂપિયા ઉપાડી લીધા હોવાના અઢળક બનાવો નોંધાયા છે ત્યારે ગત મહિને સાંજે રામોલ સૂરેલિયા ચાર રસ્તા નજીકના મોલમાં એક્સિસ બેંકના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયેલા વૃદ્ધને મદદ કરવાના બહાને તેમની પાસેથી ગઠિયાએ એટીએમ કાર્ડ લઇ લીધું અને પાસવર્ડ જાણી લીધા બાદ વૃદ્ધની નજર…

Read More

અગાઉની સરકારોએ મજબૂરી તરીકે સુધારા હાથ ધર્યા હતાભારત હવે આતંકી હુમલાઓ સામે ચૂપ રહેવાને બદલે સર્જિકલ સ્ટ્રાઈક કરે છે:PM નરેન્દ્ર મોદીવૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતે ઝડપથી વિકસતા અર્થતંત્રની ગતિ જાળવી રાખી છેઅગાઉની સરકારોએ મજબૂરીમાં સુધારાઓ કર્યાં હતાં, જ્યારે તેમની સરકાર સંપૂર્ણ વિશ્વાસ સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાં સુધારા હાથ ધરી રહી છે તેમ જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે દરેક જાેખમને સુધારામાં પરિવર્તિત કર્યું છે. એક કાર્યક્રમને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત હવે અગાઉની જેમ આતંકી હુમલા સામે મૌન ધરીને નથી બેસી રહેતું પરંતુ સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલાઓ કરી વળતો જડબાતોડ જવાબ આપે છે. અગાઉની સરકારોએ…

Read More