
અગાઉની સરકારોએ મજબૂરી તરીકે સુધારા હાથ ધર્યા હતાભારત હવે આતંકી હુમલાઓ સામે ચૂપ રહેવાને બદલે સર્જિકલ સ્ટ્રાઈક કરે છે:PM નરેન્દ્ર મોદીવૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતે ઝડપથી વિકસતા અર્થતંત્રની ગતિ જાળવી રાખી છેઅગાઉની સરકારોએ મજબૂરીમાં સુધારાઓ કર્યાં હતાં, જ્યારે તેમની સરકાર સંપૂર્ણ વિશ્વાસ સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાં સુધારા હાથ ધરી રહી છે તેમ જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે દરેક જાેખમને સુધારામાં પરિવર્તિત કર્યું છે. એક કાર્યક્રમને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત હવે અગાઉની જેમ આતંકી હુમલા સામે મૌન ધરીને નથી બેસી રહેતું પરંતુ સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલાઓ કરી વળતો જડબાતોડ જવાબ આપે છે.
અગાઉની સરકારોએ મજબૂરી તરીકે સુધારા હાથ ધર્યા હતાં, હવે અમે તેને દૃઢ વિશ્વાસ સાથે કરીએ છીએ. અજાણ્યો યુગ વિશ્વ માટે અનિશ્ચિત બાબત હોઈ શકે છે, પરંતુ ભારત માટે આ તક છે કારણ કે તેણે હંમેશા જાેખમોને સુધારામાં પરિવર્તિત કર્યાં છે તેમ તેમણે જણાવ્યું હતું. હાલ વિશ્વમાં ઠેરઠેર ચાલી રહેલાં યુદ્ધો વચ્ચે પણ ભારતે ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકેની વણથંભી વૃદ્ધિ જાળવી રાખી છે. ભારત હવે અટકવાના મૂડમાં નથી તેમ જણાવતાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, હાલમાં વિશ્વ અનેક અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, તેવામાં વિશ્વના લોકો અવિરત ગતિ કરી રહેલાં ભારત વિશે વાત કરે તે સ્વાભાવિક છે. આપણે અટકીશું નહીં કે, ધીમાં નહીં પડીએ. ૧૪૦ કરોડ ભારતીયો એક સાથે સંપૂર્ણ જાેશથી આગળ વધી રહ્યાં છે.
ભારત નબળી પાંચ અર્થવ્યવસ્થાઓમાંથી વિકાસ પામીને વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થામાં સ્થાન પામ્યું છે. ચીપ્સથી લઈને શિપ સુધીના ક્ષેત્રોમાં ભારત આર્ત્મનિભર બન્યું છે. કોંગ્રેસના સમયમાં બેન્કોના રાષ્ટ્રીયકરણને લીધે નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની જંગી સમસ્યા સજાર્ી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, નાણાકીય અને અન્ય સંસ્થાઓનું લોકશાહીકરણ એ ભારતના વિકાસની મુખ્ય ચાવી છે. ભારતના નાગરિકો જ તેની સૌથી મોટી તાકાત છે, અને સરકારનું દબાણ કે હસ્તક્ષેપ ના હોય તો તેઓ ઉત્તમ દેખાવ કરી શકે છે.




