- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
ભેળસેળવાળા E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હોલની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે AAP નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર પોતાની નાની નાની બચત કરીને કે લોન લઈને બાઈક કે કાર ખરીદવાનો વિચાર કરે છે. સુરત, અમદાવાદ,…
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતોના મસીહા એવા ઈસુદાનભાઈ ગઢવી તથા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી હતી. ખંભાળિયા વિધાનસભા સંગઠન મંત્રી આલાભાઇ જામ એ જણાવ્યું કે, ઈસુદાનભાઈ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં માંગ કરી હતી કે આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌની યોજના અંતર્ગત આવતા ઘી ડેમ, સિંહણ ડેમ, સાની ડેમ સહિતના તમામ ડેમો અને તળાવોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે. આ વિસ્તારમાં ખેડૂતોને પડતી ભરાવણની તકલીફ, પીવાના પાણીની તકલીફ તેમજ સિંચાઈના…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે વિશ્વ આદિવાસી દિવસના અવસર પર દેશભરના સમગ્ર આદિવાસી સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લાં પંચોતેર વર્ષમાં આદિવાસી સમાજ સાથે સૌથી વધુ અન્યાય થયો છે. દેશમાં પંચોતેર વર્ષમાં પ્રગતિ થઈ, બાકીના તમામ સમાજના લોકોએ પ્રગતિ કરી. પરંતુ આદિવાસી સમાજ પાછળ રહી ગયો. કેમ? કારણ કે આદિવાસી સમાજને જાણી જોઈને પાછળ રાખવામાં આવ્યો. તેમના જેટલા સંસાધનો હતા, તેના પર ડાકુઓ જેવી લૂંટ ચલાવવામાં આવી. જળ, જંગલ અને જમીન એ આદિવાસી સમાજનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ આ અધિકારો સમાજ પાસેથી છીનવીને મોટી-મોટી કંપનીઓને…
આજે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ તથા RPF સાબરમતી દ્વારા સંયુક્ત રીતે સાબરમતી રેલવે સ્ટેશન તેમજ સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ પાંચ અનધિકૃત વેન્ડરો પાસેથી અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું પાણી અને છાશ જપ્ત કરવામાં આવ્યું હતું. સંબંધિત વેન્ડરો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તા શ્રી જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, ટ્રેનોની અંદર તેમજ રેલવે સ્ટેશન પરિસરમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને ગુણવત્તાયુક્ત…
માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આ ક્ષેત્રમાં તેમની કુદરતી હેબિટેટ અંતર્ગત રાખવામાં આવશે. આંબરડી સફારી પાર્ક એ અમરેલી જિલ્લાના ધારીમાં સ્થિત ગીર સંરક્ષિત વિસ્તારનું આરક્ષિત જંગલ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે. સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે 10 ઓગ્ષટે ‘વિશ્વ સિંહ દિવસ’ મનાવવામાં આવે છે. આ વિષય અંગે અગ્રમુખ્ય વન…
ઓનલાઈન ઓર્ડર કેન્સલ કર્યો તો જેલ ભેગી કરાઈ ટેન્શન દૂર કરવા મહિલાએ ૨૫૮ કરોડની શોપિંગ કરી તેણે ૨ વર્ષમાં ૨૦૦૦થી વધુ ઓર્ડર કેન્સલ કર્યા, જેનાથી કંપનીને ૪૫ લાખનું નુકસાન : યોશિદાએ ૨૩૮ ફેક એકાઉન્ટ્સ બનાવ્યા જાપાનના એક રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ પોતાનો માનસિક તણાવ (સ્ટ્રેસ) દૂર કરવા માટે એવું પગલું ભર્યું કે જે જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયા છે. આ મહિલાએ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી આશરે રૂ.૨૫૮ કરોડના સામાનનો ઓર્ડર આપી દીધો, પરંતુ તેમાંથી એક પણ સામાન પોતાના ઘરે મંગાવ્યો ન હતો. જ્યારે પણ ડિલિવરી બોય પાર્સલ લઈને પહોંચતો, ત્યારે ખોટા સરનામાને કારણે કે પછી મહિલાના ઈનકારને કારણે ઓર્ડર…
કિરેન રિજિજુએ કોંગ્રેસના સમર્થન પર સવાલ ઉઠાવ્યો મહિલા અનામત કાયદાના અમલ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો મહિલા અનામત મુદ્દે મોદી સરકારે સમર્થન માંગતા રાહુલ ગાંધીનો જવાબ- ૩ વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો મહિલા અનામતને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શાબ્દિક યુદ્ધ જાેવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માગ કરી છે કે વર્ષ ૨૦૨૩માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને કોઈ પણ શરત વગર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. આ સમગ્ર વિવાદની શરૂઆત રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ પર પોસ્ટ કરવામાં…
ફ્રાન્સ સાથે મળી બનાવશે છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ! ચીન-અમેરિકાનો દબદબો ખતમ કરવા ભારતનો જાેરદાર પ્લાન સંસદીય સમિતિને અપાયેલી માહિતી મુજબ, બ્રિટનના ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામનું પણ મૂલ્યાંકન થઈ રહ્યું છે ભારતની સંરક્ષણ તૈયારીઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. દેશના સંરક્ષણ મંત્રાલયે સંસદીય સ્થાયી સમિતિને માહિતી આપતાં જણાવ્યું છે કે, તે ફ્રાન્સ સરકારના નેતૃત્વ હેઠળના છઠ્ઠી પેઢીના લડાકુ વિમાન વિકાસ કાર્યક્રમ એટલે કે ‘ફ્યુચર કોમ્બેટ એર સિસ્ટમ‘ ((FCAS) માં જાેડાવા માટે સઘન અને સમન્વયિત પ્રયાસો શરૂ કરી ચૂક્યું છે. આ સાથે જ બ્રિટન, ઈટાલી અને જાપાનના ‘ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ‘ (GCAP) નું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી…
૩૦થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી ૧૪ ઑગસ્ટ સુધીના ૬ દિવસના પૂર્વાનુમાન સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે (IMD) આગામી ૧૪ ઑગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આગામી ૨ દિવસ એટલે કે ૧૦ ઑગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ૯ અને ૧૦ ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના ચમકારા અને ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે હળવાથી…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સી.આર.પાટીલને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, સી.આર.પાટીલનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતાં વધુ સારી શાળાઓ સુરતમાં છે. સી.આર.પાટીલ 20 વર્ષથી સાંસદ છે અને હવે તો મંત્રી પણ છે. તો દેશમાં ક્યાંય ન હોય એવી 50 શાનદાર સુરતની શાળાઓનું લિસ્ટ સી.આર.પાટીલ બહાર પાડે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, 30 વર્ષથી કોર્પોરેશનમાં પણ ભાજપ છે અને 20 વર્ષથી સી.આર.પાટીલ પોતે સાંસદ છે તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે, એનું લિસ્ટ સી.આર.પાટીલે બહાર પાડવું જોઈએ. અને જો તમે આવું લિસ્ટ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


