Author: garvigujrat

મે ૨૦૨૭ માં ‘સ્વદેશી’ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન! હવે માત્ર દોઢ કલાકમાં જ વડોદરાથી મુંબઈ પહોંચી જવાશે હાઇ-સ્પીડ ટ્રેન ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે દોડવા માટે સક્ષમ હશે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરામાં એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે સ્વદેશી નિર્મિત બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન આગામી વર્ષે મે-જૂન ૨૦૨૭ દરમિયાન શરૂ થશે અને આ સેવા શરૂ થયા બાદ મુસાફરો વડોદરાથી મુંબઈ સુધીનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકશે. ગુજરાતના વડોદરામાં આયોજિત ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં…

Read More

પૂરમાં અત્યાર સુધીમાં ૧,૩૫૭ લોકો માર્યા ગયા પૂર પછી નેપાળમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી બહાર ભાગ્યા અચાનક પૂરને કારણે નવ જિલ્લાઓમાં ૧૨૧ લોકો હજુ પણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે રાત્રે પૂરગ્રસ્ત નેપાળમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. થોડા કલાકો પહેલા તિબેટમાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા ગુરુવારે પણ તિબેટમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ત્યારે આવ્યો છે જ્યારે નેપાળ ૨૬ ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરથી થયેલા વિનાશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે.નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જાેખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, પૂરમાં અત્યાર સુધીમાં ૧,૩૫૭…

Read More

આગામી દિવસોમાં વધુ સુનાવણી યોજવામાં આવશે ગાંધીનગર કોર્ટમાં અભિનેત્રી નોરા ફતેહી સામે ૩ કરોડનો માનહાનિનો દાવો ચાર્ટર્ડ પ્લેનને ‘રમકડું’ અને ‘એમેઝોનમાંથી મગાવેલું’ કહી સોશિયલ મીડિયા પર મજાક ઉડાવતા ડ્યુન્સ એવિએશન કંપની ખફા બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી વિરુદ્ધ ગાંધીનગરની પ્રિન્સિપલ સિવિલ જજની અદાલતમાં શ્૩ કરોડનો માનહાનિનો સિવિલ સૂટ (દાવો) અને સ્ટે અરજી દાખલ કરવામાં આવ્યા છે. ચાર્ટર્ડ વિમાન સેવા આપતી ગાંધીનગર સ્થિત કંપની ‘ડ્યુન્સ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા નોરા ફતેહી સામે આ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીનો આરોપ છે કે, નોરાએ સોશિયલ મીડિયા પર તેમના સુરક્ષિત અને માન્યતા પ્રાપ્ત પ્લેનની મજાક ઉડાવીને કંપનીની છબીને મોટું નુકસાન…

Read More

આશુતોષ ગોવારીકરની ફિલ્મ સાઈન કરી ધુરંધરનો ઉઝેર બલોચ ડેનિશ હવે આમિરખાન સાથે લલકારમાં વિક્રાંત મેસ્સી આ ફિલ્મનો ભાગ નહિ હોય, અન્ય સહ કલાકારોમાં સિદ્ધાંત ગુપ્તાનો સમાવેશ રણવીરની ફિલ્મ ‘ધુરંધર’માં ઉઝેર બલોચની ભૂમિકાથી જાણીતો બનેલો ડેનિશ પાંડોર હવે આશુતોષ ગોવારિકર દ્વાર બનાવાઈ રહેલી ફિલ્મ ‘લલકાર’માં સામેલ થયો છે. આ ફિલ્મમાં તે આમિર ખાનના એક મિત્રની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક હોવાનું કહેવાય છે.‘જ્યુબિલી’થી જાણીતો સિદ્ધાંત ગુપ્તા પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. બીજી તરફ વિક્રાંત મેસ્સી પણ આ પ્રોજેક્ટમાં સામેલ થયો હોવાની કેટલાક સમય પહેલાં વ્યક્ત થયેલી અટકળોને સર્જકોએ ફગાવી દીધી છે.ડેનિશ પાંડોર અગાઉ ‘સેક્રેડ ગેમ્સ’ તથા…

Read More

હવે એક્સલ એન્ટરટેઇનમેન્ટને પણ કાનુની નોટીસ મિર્ઝાપુર ફિલ્મમાંથી ગીત હટાવો અને માફી માંગો: રેપરિયા બાલમ મહારાણા પ્રતાપનું ગીત ફિલ્મમાં વિલન માટે વપરાતાં અશોક માંડા ઉર્ફે રેપરિયા બાલમ વીફર્યાં મૂળમાં નવી પેઢીને મહારાણા પ્રતાપની ગાથાથી પરિચિત કરવા બનાવવામાં આવેલાં શૂરવીર આલ્બમના એક ગીતને ‘મિર્ઝાપુર’ ફિલ્મમાં મુન્નાભૈયાના યશોગાન તરીકે વાપરવામાં આવતાં વીફરેલાં આ ગીતના ગાયક રેપરિયા બાલમ ઉર્ફે અશોક માંડાએ ફિલ્મના નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટ સામે કાનુની પગલાં ભર્યા હોવાનો દાવો કરી ફિલ્મમાંથી આ ગીત હટાવી માફી માંગો તેવી માંગણી કરી હતી.રેપરિયા બાલમે સોશ્યલ મિડિયા પર તેના ગીતની તફડંચી થઇ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના પગલે ટ્રુપર રેકોર્ડસ દ્વારા નિવેદન જારી કરી જણાવવામાં…

Read More

કેપ્શનથી સંબંધોમાં તિરાડની જાેરશોરથી ચર્ચા ઋષભ પંતની રુમર્ડ ગર્લફ્રેન્ડ ઈશા નેગીની નવી પોસ્ટે મચાવી હલચલ ઇન્ટિરિયર ડિઝાઇનર અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઈશાએ ઘણા કોન્ટેટ રજૂ કર્યા હતા ઈન્ડિયન ટીમના જાણીતા ક્રિકેટર રીષભ પંત સાથે જેનું નામ અવારનવાર ચર્ચામાં રહે છે તે ઈશા નેગીનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજ જાેવા મળ્યો છે. નવા ફોટોઝમાં તે જીમ આઉટફીટમાં જાેવા મળી રહી છે. ઈશા આ ફોટો શૅર કરીને મસ્ત કેપ્શન પણ લખ્યું છે. પંત અને ઈશાના સંબંધોની જાેરશોરથી ચર્ચા થતી રહે છે. વર્ષ ૨૦૧૯માં બન્ને એકબીજાને પસંદ કરી રહ્યા છે એ વાત જાહેર મંચ પર શૅર કરી હતી. ઈશાએ પોતાના સોશિયલ મીડિયા…

Read More

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત રાજસ્થાનના બાલોતરા પાસેના નેવાય ગામમાં એક ખેડૂતે બચતના પાંચ લાખ રૂપિયા રોકડા કોઈ ચોરી ન જાય એ માટે પ્લાસ્ટિકની એક થેલીમાં ભરીને એને ખેતરમાં દાટી દીધી હતી. ઘરમાં રાખે તો દીકરાઓની નજર પણ પૈસા પર પડે. એવું ન થાય એ માટે બચતને ઘરની બહાર જુના જમાના ની જેમ ખેતરમાં દાટી દેવાનું ખેડૂતને ઠીક લાગ્યું. જોકે એ પછી ખેડૂત ભૂલી ગયો કે ખેતરમાં ક્યાં એ દલ્લો દાટવામાં આવ્યો હતો. એક વર્ષ પછી વાવણીનું કામ કરવાનું હતું ત્યારે ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડાઈ રહ્યું હતું એ વખતે પ્લાસ્ટિકની આ થેલી જમીનમાંથી મળી આવી હતી. જોકે થેલી ખોલતા…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ​ સુરતના સારોલી ખાતે આવેલી શ્યામ સંગીની માર્કેટ માં તારીખ આઠમીની મોડી રાત્રે ૧૨:૫૦ કલાકે ચોથા અને પાંચમા માળે લાગેલી આગ સવાર સુધી પણ કાબૂમાં નહીં આવી હોવાનું જાણવા મળેલ છે. જ્યાં ૨૫ થી વધુ ફાયર ની ગાડીઓ અને ૧૫૦ જેટલા ફાયર ફાયટરો ખડે પગે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં કોઈ જાન- હાની નહીં હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે ઘણી બધી દુકાનો આગની ઝપટ માં આવી ને નુકશાન ગ્રસ્ત બની છે. ​ સુરત ની ટેક્સટાઇલ્સ માર્કેટ માં દિવાળીના તહેવારોની શરૂઆત થવાના સમયે જ દર વર્ષે લાગતી આગની વાત હવે…

Read More

શિવપુરાણની કથા શ્રવણથી ચંચુલા અને બિદુંકનો પાપના ભય અને સંસારથી વૈરાગ્ય થયો. શ્રી શિવમહાપુરાણ માહાત્મ્યમાં પરમ પવિત્ર શિવકથાની મહિમાનું અત્યંત અદભૂત અને શ્રદ્ધામય વર્ણન કરવામાં આવ્યું છે.શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવો દ્વારા પીવામાં આવતા અમૃતથી માત્ર અમરત્વ કે સ્વર્ગીય ભોગ સુખ પ્રાપ્ત થાય છે,તેનાથી નિત્ય મુક્તિ મળતી નથી પરંતુ ભગવાન સદાશિવની કથામૃતનું પાન કરવાથી મનુષ્યને પ્રત્યક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય છે.સદાશિવની પાવન કથાનું નિષ્કામભાવે શ્રવણ કરવાથી જીવ પરમ ધામ એવા શિવલોકને પ્રાપ્ત કરે છે.શિવકથા એ ઉત્કૃષ્ટ જ્ઞાનયજ્ઞ છે,જે સંસારી જીવોને આ લોકમાં ધર્મ,અર્થ અને કામના ભોગ આપવાની સાથે સાથે અંતકાળે પરમ મોક્ષ પણ પ્રદાન કરે છે.આ રતી એક અત્યંત પ્રાચીન કથા…

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દી કેન્દ્રિત વ્યવસ્થાપન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્દીઓને ઝડપી, સુગમ અને દર્દી-મૈત્રીપૂર્ણ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કતાર વ્યવસ્થાપન (Queue Management)અને ભીડ નિયંત્રણ માટે સંકલિત અને સુદૃઢ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો તેમજ કમિશ્નરશ્રી ડો.સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નવીન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ માત્ર કતાર ઘટાડવાનો નથી, પરંતુ દર્દીને યોગ્ય સેવા યોગ્ય સ્થળે અને શક્ય…

Read More