- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ભાજપ શાસિત મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સર્જાયો લઠ્ઠાકાંડ. ગુજરાતમાં ૧૩ લોકોના મોતની ઘટનાના થોડા જ દિવસો બાદ સર્જાયેલા આ લઠ્ઠાકાંડમાં ૧૦ ના મોત સાથે પ જણાં ગંભીર હાલતમાં ઝોલા ખાઈ રહ્યા છે. આ બાબતે વહીવટીતંત્રે સાત દારૂની દુકાનો સીલ કરી, શંકાસ્પદ લોકોના તબીબી પરીક્ષણ શરૂ કર્યા હતા. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે બગડતી તબિયતને કારણે બીમાર પડ્યા છે. જોકે સ્થાનિક ભાજપના ધારાસભ્ય વીરેન્દ્ર લોધીએ દાવો કર્યો છે કે આ ઘટનામાં મૃત્યુ આંક ૧૧ ઉપર પહોંચ્યો છે…
ફિલ્મ કેરળના કુખ્યાત માડાથારુવી મર્ડર કેસ વિશે છે નાના પાટેકરની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે જુન ૧૯૯૬માં ૪૩ વર્ષની વિધવા અને પાંચ સંતાનોની માતા મારિયા કુટ્ટીની હત્યા થઇ હતી અને તેનો મૃતદેહ માડાથારુવી નાળાંમાંથી મળી આવ્યો હતો નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અનંત નારાયણ મહાદેવન ર્નિદેશિત ફિલ્મ ધ કન્ફેશન ઓફ મેરીનું ગ્રાન્ડ પ્રિમિયર પ્રતિષ્ઠિત ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે. કેરળમાં ૧૯૬૬માં બહું ગાજેલા કુખ્યાત માડાથારુવી મર્ડર કેસ પર આ ફિલ્મ આધારીત છે.આ ફિલ્મમાં નાના પાટેકરે પાદરીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં આશિષ વિદ્યાર્થી અને આદિલ હુસૈન પણ મહત્વની ભૂમિકાઓમાં જાેવા મળશે. આ ફિલ્મની પટકથા જાણીતાં લેખક સીપી સુરેન્દ્રને લખી છે. જ્યારે ફિલ્મનું…
ફિલ્મ રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ‘ની રીમેક હોવાનું કહેવાય છે રણબીર-આલિયાની ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ આખરે પત્યું સંજય લીલા ભણશાલીની ફિલ્મ બનાવવાની ધીમી ગતિને કારણે ફિલ્મનું શૂટિંગ ઠેલાતું રહ્યું હતું સંજય લીલા ભણશાલીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત અતિ પ્રતીક્ષિત ‘લવ એન્ડ વોર’ ફિલ્મનું શૂટ પૂર્ણ થયું હોવાની આધિકારીક જાહેરાત કરવામાં આવી છે.ભણસાલી હવે પોસ્ટ પ્રોડક્શન કાર્ય શરૂ કરે તે પહેલા ટીમે ભાવનાત્મક ગૂડબાયનો પ્રસંગ ઉજવી લીધા હતો. ભણસાલીની સૌથી ખર્ચાળ ફિલ્મ ગણાતી ‘લવ એન્ડ વોર’ આગામી વર્ષે ૨૧ જાન્યુઆરીએ રીલિઝ થવાની સંભાવના છે. આ ફિલ્મ રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ‘ની રીમેક હોવાનું કહેવાય છે.ઉલ્લેખનીય છે કે સંજય લીલા…
યુઝરે યાદ કરાવી ‘કેસરી’ ઇતિહાસમાંથી મુઘલોને હટાવવાની ચર્ચા વચ્ચે ટ્વિંકલ ખન્નાની ટિપ્પણીથી વિવાદ સારાગઢીની લડાઈ પર આધારિત ‘કેસરી’ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના પોતાની તાજેતરની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. પોતાની કોલમમાં તેણે ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોનો ઈતિહાસ હટાવવાની ચર્ચાને મુઘલાઈ ખાણીપીણી સાથે જાેડીને વ્યંગ કર્યાે હતો. તેની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી છે.ટ્વિંકલ ખન્નાએ લખ્યું હતું કે જે લોકો ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોને હટાવવા માંગે છે, તેમણે તેની શરૂઆત પોતાના લંચથી કરવી જાેઈએ. તેણે કોફ્તા, કોરમા, કબાબ અને મુઘલાઈ પનીર જેવી વાનગીઓનો ઉલ્લેખ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલમાં જેલમાં હતા અને તેમના જામીન માટે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી. જેને પગલે નામદાર હાઇકોર્ટે વિવિધ શરતોને આધીન ચૈતરભાઈ વસાવાના સાત દિવસના ટેમ્પરરી જામીન મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન ચૈતરભાઈ ગાંધીનગરમાં રહેશે અને મીડિયા સાથે વાતચીત નહીં કરવા સહિતની કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના અગ્રણી આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે તથા ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. નામદાર હાઇકોર્ટે નક્કી કરેલી શરતોને આધીન તેમને લગભગ સાત દિવસ માટે ટેમ્પરરી જામીન મળ્યા…
૩ દિવસમાં ૧૩૨ કરોડ છાપી લીધા પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ મૂવી’નો બોક્સ ઓફિસ પર ધમાકો ‘મિર્ઝાપુર: ધ મૂવી’એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે રૂપિયા ૩૬ કરોડનું જંગી નેટ કલેક્શન કર્યું વેબ સીરિઝ ક્ષેત્રે જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે મોટા પડદે રિલીઝ થયેલી ‘મિર્ઝાપુર: ધ મૂવી’ બોક્સ ઓફિસ પર ભારે ધૂમ મચાવી રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા જેવા દિગ્ગજ કલાકારોની અભિનયના કારણે આ ફિલ્મે પોતાના પ્રથમ વીક એન્ડમાં જ કમાણીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મની જંગી કમાણી જાેઈને મેકર્સ અને ચાહકો બંનેમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’એ રિલીઝના ત્રીજા દિવસે…
ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટનો ર્નિણય શિખર પર હવે માત્ર પાંચ મીટરની જ ધજા ચઢાવી શકાશે એવામાં તમામ પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ માત્ર ૫ મીટરની ધજા લાવે અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંબાજી માતાના દર્શન માટે ૧૬૦૦ થી વધુ નોંધાયેલા પદયાત્રા સંઘો ધજા સાથે અંબાજી પહોંચવાની તૈયારીમાં છે. આ ભવ્ય મેળા પહેલા, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. મંદિરના શિખર પર હવે માત્ર ૫ મીટર (લગભગ ૧૬.૪ ફૂટ) ની ધજા જ ચઢાવવામાં આવશે. એવામાં તમામ પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી…
સરકારી ભાવ માત્ર રૂ.૩૫ પ્રતિ કિલો ૧૦ જ દિવસમાં વેચાઈ ગઈ ૪,૦૦૦ ટન ડુંગળી ડુંગળીના ભાવ નિયંત્રિત કરવા મોદી સરકારે ૧૭ શહેરોમાં બફર સ્ટોકમાંથી ૪,૦૦૦ ટન ડુંગળી વેચી છે ડુંગળીના આસમાને પહોંચતા ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્રની મોદી સરકારે બફર સ્ટોકમાંથી રાહત દરે ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, સરકારે માત્ર ૧૦ જ દિવસમાં ૧૭ વિવિધ શહેરોમાં ૪,૦૦૦ ટન બફર સ્ટોકની ડુંગળી રૂ.૩૫ પ્રતિ કિલોના સબસિડી વાળા ભાવે વેચી દીધી છે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે: કુલ સ્ટોક: કેન્દ્ર સરકારે પોતાની એજન્સીઓ NCCF અને NAFED દ્વારા વર્ષ…
અમદાવાદ એરપોર્ટ પર કૂકીઝ-કોર્ન ફ્લેક્સમાંથી 5.5 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, સુરતમાં પણ કાર્યવાહી
અમદાવાદ અને સુરતમાં નશાના સોદાગરોનો પર્દાફાશ કૂકીઝના પેકેટમાંથી ઝડપાયો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો આ પેસેન્જરે હાઇડ્રોપોનિક ગાંજાે બાળકોના ખાવાના કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના બોક્સમાં છૂપાવ્યો હતો અમદાવાદના એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા મુંબઈના એક પેસેન્જરને હાઈડ્રોપોનિક ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સની મોડસ ઓપરેન્ડી એટલી ચાલાક હતી કે સામાન્ય માણસને ક્યારેય શંકા ન જાય. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને એરપોર્ટ પર આ પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને ચેકિંગ માટે અટકાવવામાં આવ્યો હતો. જ્યારે તેના સામાનની સઘન તલાશી લેવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પેસેન્જરે અત્યંત મોંઘો ગણાતો હાઇડ્રોપોનિક ગાંજાે બાળકોના ખાવાના કૂકીઝ અને કોર્ન…
ટ્રમ્પના બે શાંતિ દૂતને પુતિને ચોખ્ખા શબ્દોમાં કહ્યું યુદ્ધ ખતમ કરવાનો મૂડ નથી, યુક્રેન સાથે સ્થિતિ મુશ્કેલ યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને કુશનર સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પુતિને સ્વીકાર્યું હતું કે યુક્રેન યુદ્ધની સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. તેમણે કઠિન પરિસ્થિતિઓ છતાં યુદ્ધ ખતમ કરવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પે સંઘર્ષના સમાધાનમાં પોતાનું યોગદાન આપવાનું બંધ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


