- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
સ્વામી ચૈતન્યાનંદ સામે FIR.દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં ૧૭ છોકરીના યૌન શોષણનો આરોપ.આ મામલામાં દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.દિલ્હીની એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટમાં ૧૭ છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી શારદા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદાપીઠ શ્રૃંગેરી સાથે જાેડાયેલી છે. વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી.એ મુરલી દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે ડૉ. સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં…
IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ.બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી.આરોપીઓએ આઈઆરસીટીસી (રેલવે મંત્રાલય) સાથે જાેડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. IRCTC કૌભાંડ મામલે લાલુ યાદવ, રાબડી યાદવ અને તેજસ્વી યાદવ સહિત અનેક આરોપીઓ વિરૂદ્ધ ચાર્જ નિર્ધારિત કરવા સ્પેશિયલ કોર્ટ ૧૩ ઓક્ટોબરના રોજ ર્નિણય લેશે. કોર્ટે આ મામલે તમામ આરોપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આરોપીઓએ આઈઆરસીટીસી (રેલવે મંત્રાલય) સાથે જાેડાયેલી હોટલની જાળવણીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ કર્યું હતું. રાઉઝ એવેન્યૂ કોર્ટ આ મામલે ૧૩ ઓક્ટોબરના રોજ તેમના પર કયો ગુનો નોંધવો તેનો ર્નિણય લેશે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સહિત અનેક નામ આરોપી તરીકે…
એક કલાકમાં ૬.૭૮ લાખ કિ.મી..નાસાના પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ નોંધાવ્યો.અવકાશયાન સૂર્યની ઉકળતી સપાટીથી ફક્ત ૬૨ લાખ કિ.મી.ના સૌથી નજીકનાઅંતરે પહોંચી ગયું છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલાર પ્રોબ(પીએસપી) અવકાશયાને તેની અતિ પ્રચંડ ગતિ (૬,૮૭,૦૦૦ કિલોમીટર : પ્રતિ કલાક) નો અત્યારસુધીનો વિશિષ્ટ રેકોર્ડ કર્યાે છે. પાર્કર સોલા પ્રોબે ૨૦૨૫ની૧૫, સપ્ટેમ્બરે સૂર્યની કલ્પનાતીત કહી શકાય તેવી ઉકળતી સપાટીથી સૌથી નજીક જવાનો ૨૫મો પ્રયાસ પૂરો કર્યાે છે. હાલ પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન સૂર્યની સપાટીથી ફક્ત ૬૨ લાખ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે. આટલું અંતર અત્યારસુધીનું સૌથી નજીકનું અંતર છે. પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને…
સોના-ચાંદીના વાયદામાં ઊંચા મથાળે થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.580 અને ચાંદીનો વાયદો રૂ.1,017 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.66નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.28768.9 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161732.2 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.25436.42 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26600 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.190502.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28768.9 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161732.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26600 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1498.34 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં…
ભારત-પાક. સહિત ૭ યુદ્ધો બંધ કરાવ્યા: ટ્રમ્પનો ફરી દાવો.ભારત-ચીન યુક્રેન યુદ્ધના મુખ્ય ફાઇનાન્સર્સ: ટ્રમ્પ. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં અમેરિકી પ્રમુખે રશિયાની એનર્જી પ્રોડક્ટ્સ ખરીદવા માટે નાટો દેશોની પણ ઝાટકણી કાઢી.સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબોધતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યાે હતો કે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને ચીન અને ભારત યુક્રેન યુદ્ધને ફંડ પુરું પાડતા મુખ્ય દેશો છે. રશિયાની એનર્જી પ્રોડક્ટ્સની ખરીદી કરવા બદલ તેમણે નાટોની પણ આકરી ઝાટકણી કાઢી હતી. પેલેસ્ટાઇનને માન્યતા આપવા બદલ તેમણે પશ્ચિમી દેશોને પણ આડા હાથે લીધા હતાં.સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના ૮૦મા સેશનની જનરલ ડિબેટમાં એક કલાક લાંબા સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે નાટો…
હમાસ શસ્ત્રો પેલેસ્ટાઈનને સોંપીને.આત્મસમર્પણ કરે: રાષ્ટ્રપતિ મહમૂદ.ગાઝામાં હમાસ જેવા આતંકી સંગઠનોનું કોઈ સ્થાન નથી: પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ. વિશ્વના કેટલાક અગ્રણી દેશોએ પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર દેશ તોરીકેની માન્યતા આપી દીધી છે. જેમાં ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા મુખ્ય દેશો સામેલ છે. આ શ્રેણીમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હમાસ જેવા આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગી જૂથોને કડક ભાષામાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે હમાસે પોતાના તમામ હથિયારો પેલેસ્ટાઈનની ઓથોરિટીને સોંપી દેવા જાેઈએ અને કોઇ પણ શરત વિના આત્મસમર્પણ કરવું જાેઈએ, કારણ કે ગાઝા પટ્ટીમાં શાસન અને સુરક્ષાની જવાબદારી સંભાળનાર એક માત્ર માન્ય સંસ્થા પેલેસ્ટાઈન રાજ્ય(દેશ) છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્ર…
વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ.ન્યુયોર્કમાં ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન શરમજનક સ્થિતિમાં મુકાયા.ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને રસ્તો આપવા માટે મેક્રોનની કારને બાજુમાં ઘકેલી દેવામાં આવી અને રાહ જાેવડાવવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. જેમાં તેવો જયારે ન્યુયોર્ક પહોંચ્યા ત્યારે તેમની કારને ન્યુયોર્ક સિટી પોલીસે તેમની કારને અટકાવી હતી.તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને રસ્તો આપવા માટે તેમની કાર બાજુમાં ઘકેલી દેવામાં આવી અને રાહ જાેવડાવવામાં આવી હતી.ઇમેન્યુઅલ મેક્રોનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મેક્રોનજેવા જ યુએન હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી…
આશરે ચાર લાખ લોકો સલામત સ્થળે ખસેડાયા.ચીન પર અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જાેખમ.૨૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, ઉદ્યોગો-શાળાઓ બંધ, અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી.ચીનમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જાેખમ તોળાઈ રહ્યું છે. ચીનના ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાતા ગુઆંગડોંગ પ્રાંતમાં તકેદારીના ભાગ રૂપે ઉદ્યોગોને બંધ કરવાની ફરજ પડાઈ છે. આ ઉપરાંત હોંગકોંગ અને શેન્ઝેન આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. રગાસા વાવાઝાડું દક્ષિણ ચીનના શહેરો પર ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે. આશરે ૨૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અગાઉ ફિલિપાઈન્સમાં આ વાવાઝોડાએ ત્રણનો ભોગ લીધો હતો તેમજ સંખ્યાબંધ લોકો ઘરવિહોણા થયા…
નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે ત્રીજુ નોરતું .આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિત્વમાં ત્યાગ, નૈતિકતા અને સંયમ વધે છે. દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો…
સોનમે ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતા.સાત વર્ષ પછી સોનમ કપૂર સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે.અભિનેત્રી સોનમ કપૂર લાંબા સમયથી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. અભિનેત્રી સોનમ કપૂર લાંબા સમયથી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. જાેકે, તે છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે. જ્યારે તેણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રેમ્પ પર ચમકી છે, ત્યારે તે મોટા પડદાથી દૂર રહી છે.પરંતુ હવે, સોનમ પુનરાગમન માટે તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષાેથી તેણીના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી અને ક્યારેક ફેશન ઇવેન્ટ્સમાં દેખાયા પછી, સોનમ હવે નવા જાેશ અને હેતુ સાથે ફિલ્મોમાં પાછા ફરવાની તૈયારી કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



