- હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો ખુલાસો, કહ્યું- વિરાટ કોહલી સાથે કોઈ ઝઘડો નથી
- PM મોદીની ઇન્સ્ટાગ્રામ રીલ્સે બનાવ્યો રેકોર્ડ, 24 કલાકમાં 303 મિલિયન વ્યૂઝ સાથે ધૂમ
- ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકે બોલ્યા: આંદોલનની જીત, નવી માંગણીઓ રજૂ
- NEET વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, Gen-Zના આંદોલનથી સરકાર પર દબાણ
- યુએન રિપોર્ટ: વિશ્વમાં 64 કરોડ લોકો ભૂખમરાનો શિકાર, 269 કરોડને પૌષ્ટિક ભોજન નથી મળતું
- બીફાર્મમાં 2026-27થી નવો સિલેબસ લાગુ, જૂના વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ મુજબ ભણી શકશે
- दिल्ली में डोगरा वेलफेयर एसोसिएशन ने विलुप्तप्राय लोकपर्व ‘रुट्ट राह्ढ़े’ का किया पुनर्जीवन
- AI ડીપફેક ઓડિયોથી AAPને બદનામ કરવાનો પ્રયાસ, ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
Author: garvigujrat
પેન્શન મેળવવા લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે ભયાનક વિસ્ફોટ.યુક્રેનમાં રશિયાના ગ્લાઇડ બોમ્બ હુમલામાં ૨૧નાં મોત, બે ડઝનથી વધુ લોકો ઘાયલ. આ હુમલાને ક્રુરતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી હતી.રશિયાએ યુક્રેનના એક ગામડા પર કરેલા ગ્લાઇડ બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા હતાં અને બે ડઝન લોકો ઘાયલ થયાં હતાં. ડોનેત્સ્ક પ્રાંતના યારોવા ગામમાં પેન્શન મેળવવા માટે લોકો લાઇનમાં ઊભા હતાં ત્યારે તેમના પર ભયાનક વિસ્ફોટ થયો હતો, એમ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી અને એક પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું. આ હુમલાને ક્રુરતાનું કૃત્ય ગણાવીને ઝેલેન્સકીએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની આંતરરાષ્ટ્રીય સમુદાયને…
રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો.હત્યા કેસના આરોપી ફિલ્મ અભિનેતાએ જજની સામે આપ્યું ચોંકાવનારું નિવેદન. જૂન ૨૦૨૪માં ચિત્રદુર્ગના રહેવાસી રેણુકાસ્વામીના અપહરણ અને હત્યાના આરોપમાં અભિનેતા દર્શનની ધરપકડ કરવામાં આવી હતી.કર્ણાટકનો ખૂબ ચર્ચિત રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નંબર ૧ કન્નડ અભિનેતા દર્શને કોર્ટમાં જજ સમક્ષ એવું નિવેદન આપ્યું કે બધાને ચોંકાવી દીધી હતી. તેણે કોર્ટમાં કહ્યું કે, ‘હું કોઈપણ સંજાેગોમાં જેલમાં રહેવા માંગતો નથી. જેલમાં મારી હાલત ખૂબ જ ખરાબ છે. આવી જિંદગી જીવવા કરતાં મને ઝેર આપી દો, હું હવે આવી રીતે જીવી શકતો નથી.’અહેવાલો અનુસાર, મંગળવારે (નવમી સપ્ટેમ્બર) મહિનાની સુનાવણી દરમિયાન…
‘કોનું કરિયર મેં બરબાદ કર્યું?’, દબંગ’ના ડિરેક્ટરના આરોપ પર સલમાન ખાનની પ્રતિક્રિયા.‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા ૨૫ વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે : અભિનવ.બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની જેટલી ફેન ફોલોઈન્ગ છે તેટલા જ તેના ટ્રોલર્સ પણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા એક્ટર કે ડિરેક્ટર છે જેણે સલમાન પર આરોપ લગાવ્યો કે તે નવા પ્રતિભાશાળી અભિનેતાઓની કારકિર્દી બરબાદ કરે છે. હાલમાં જ દબંગના ડિરેક્ટર અભિનવે સલમાન ખાન અને તેના પરિવારને લઈને મોટી વાત કરી હતી.તેણે કહ્યું, ‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા ૨૫ વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે. તે સેટ પર આવીને અમારી ઉપકાર કરતો હોય…
ફાયદા માટે અભિનેત્રીના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરાયા. મારા ફોટાનો દુરુપયોગ થતો અટકાવો ઐશ્વર્યા રાયની હાઇકોર્ટમાં અપીલ.કેટલાક લોકો ફક્ત નામ અને પૈસા કમાવવા માટે તેના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો.બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. ઐશ્વર્યા રાયનું કહેવું છે કે તેમની પરવાનગી વિના તેમના ફોટાનો ઉપયોગ વ્યાપારી લાભ માટે થઈ રહ્યો છે. અભિનેત્રી વતી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમણે ઐશ્વર્યાના પબ્લિસિટી અને વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરી હતી. તેમણે એવા લોકો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી જેઓ પોતાના…
સબા આઝાદે દીકરા ઇમાદ સાથેના બ્રેક અપ અંગે ખુલાસો કર્યો.તમે કોઈને પ્રેમ કરવાનું કેવી રીતે બંધ કરી શકો? : સબા આઝાદ.બોલિવૂડમાં એક સબા આઝાદ અને રિતિક રોશન વચ્ચેનો સંબંધ એવો છે, જે જેટલો જાહેર છે એટલો જ જિજ્ઞાસા જગાડનારો પણ છે.બોલિવૂડમાં એક સબા આઝાદ અને રિતિક રોશન વચ્ચેનો સંબંધ એવો છે, જે જેટલો જાહેર છે એટલો જ જિજ્ઞાસા જગાડનારો પણ છે. જ્યારથી રિતિક તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાનથી અલગ થયો, ત્યારથી તેમનાં એકબીજા સાથે કે કોઈ પણ સાથે સંબંધો સતત ચર્ચામાં રહ્યાં છે. આમ રિતિકના સંબંધો તો જગજાહેર છે, પરંતુ સબાનાં ભૂતકાળના સંબંધો મોટે ભાગે લોકોની નજરથી દૂર રહ્યા છે.…
મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સુધારા વિધાયકની મહત્વની જોગવાઈઓ • આ સુધારાથી રાત્રિપાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે • મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપારજન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય • રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે • નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના ૧૨ કલાક પરંતુ સપ્તાહના માત્ર ૪૮ કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે • શ્રમયોગીને ૦૬ કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ…
કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો.હાલારના બંને જિલ્લાઓમાં PGVCL ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧ કરોડ ૯૩ લાખનું નુકસાન.બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી. હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસાના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુલ ૧.૯૩ લાખનું નુકસાન થયું છે. ચાલુ વરસાદી સિઝન દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે જામનગર જિલ્લાના અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કુલ ૭૮૮ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જાે કે અત્યાર સુધીમાં તમામ ગામોમાં વિજ પુરવઠો ફરીથી કાર્યરત બનાવી દેવાયો છે. હાલારના બંને જિલ્લાઓમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨૧૮ ફીડરોમાં નુકસાની થઈ હતી, જે પૈકીના…
ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું.સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું.ગત વર્ષે સુરતે આ સ્પર્ધામાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું આ વર્ષે સુરતનો રેન્ક બે નંબર પાછળ ગયો છ.ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે આજે દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં સુરત સતત બીજા વર્ષે ટોપ થ્રીમાં આવ્યું છે. જાેકે, ગત વર્ષે સુરતે આ સ્પર્ધામાં દેશમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે સુરતનો રેન્ક બે નંબર પાછળ ગયો છે અને તે આગ્રા સાથે ત્રીજા નંબર પર આવ્યું છે. સુરત પાલિકાના ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ…
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નરોડા દક્ષિણ વોર્ડ, ઉત્તર ઝોનના જાહે૨ માહિતી અધિકારી અને ટાઉન ડેવલપમેન્ટ ઈન્સ્પેક્ટરે અરજદાર જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયાને માંગ્યા મુજબની માહિતી આપવામાં અને આયોગને યોગ્ય સંતોષકારક ખુલાસો કરવામાં બેદરકારી દાખવતા ગુજરાત માહિતી આયોગે તેમને બે હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ જમા ન કરે તો ૧૫મી ઓગસ્ટ સુધીમાં તેમના પગારમાંથી કાપી લઈ આયોગમાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે. ફરિયાદી જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયા દ્વારા ગુજરાત માહિતી આયોગમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. નરોડા દક્ષિણ વોર્ડ, ઉત્તર ઝોનના કચેરીના માહિતી અધિકારીએ અરજદારે જે મિલકતની માહિતી માંગી હતી તે અધુરી અને અપુરતી માહિતી આપવામાં આવી હતી. તેમજ ફરી ચકાસણી…
અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાઈ.રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ.જકાત નાકા નજીક ૧૦૦થી વધુ સફાઈ કામદારોએ એકત્રિત થઈ રાજુલા–અમરેલી રોડ ચક્કાજામ કર્યો હતો.અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા આઠ દિવસથી સફાઈ કામદારો પોતાની વિવિધ માગણીઓને લઈને ધરણા પર બેઠા છે. નગરપાલિકામાં સફાઈ કામદારોને ૧૫-૧૫ દિવસની શિફ્ટ પર રાખવામાં આવે છે, જેને બંધ કરી લાંબા સમયથી કામ કરતા કર્મચારીને કાયમી નોકરી આપવામાં આવે તેવી માગ છે. રાજુલાના સફાઈ કામદારો પોતાની માગને લઈને અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



