Author: garvigujrat

શીતળા સાતમ: પૌરાણિક આસ્થા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો પાવન સંગમ પવિત્ર શ્રાવણ મહિનો ભારતીય સંસ્કૃતિમાં આનંદ,ઉલ્લાસ અને વિવિધ તહેવારોની હારમાળા લઈને આવે છે.શ્રાવણ વદ છઠ્ઠને આપણી સંસ્કૃતિમાં રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે.પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા અને શેષનાગના અવતાર મનાતા બલરામજીનો જન્મ થયો હતો,આથી જ આ દિવસ બલરામ જયંતી તરીકે પણ ઓળખાય છે.આ શુભ પ્રસંગે માતાઓ પોતાના બાળકોના દીર્ઘાયુ,ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે વ્રત રાખે છે.રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ ઉત્સાહપૂર્વક રસોડામાં વિવિધ પ્રકારના મિષ્ટાન,ફરસાણ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરે છે,જેનો આનંદ બીજા દિવસે એટલે કે શીતળા સાતમના પાવન પર્વે લેવામાં આવે છે. ચૂલા પૂજન…

Read More

ઓગસ્ટ કોરોધાકોર, ૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં ગંભીર જળસંકટ અને દુષ્કાળની આશંકા કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, ૧૦ ઈંચ વરસાદ પણ નોંધાયો નથી એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે રાજ્યના ૧૦ તાલુકા એવા છે જ્યાં સરેરાશ ૧૦ ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. અપૂરતા વરસાદથી જળસ્તર સતત ઘટી રહ્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, કચ્છમાં પડેલા અપૂરતા વરસાદથી કૃષિ અને જળસ્ત્રોતને માથે સંકટ તોળાયું છે. દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકા એવા છે જ્યાં ૧૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ ૧ ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા…

Read More

ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ નાગરિકતાનો પુરાવો આપવો પડશે આ નિયમ બર્થ ટુરિઝમ રોકવા અને જન્મજાત નાગરિકતાને લઈને ટ્રમ્પના પ્રયાસોનો ભાગ છે અમેરિકામાં બાળકોના પાસપોર્ટને લઈને નવા નિયમો લાવવાની તૈયારી ચાલી રહી છે. જેમાં માતા-પિતાએ પોતાના બાળકોનો પાસપોર્ટ બનાવતી વખતે નાગરિકતા કે અમેરિકામાં રહેતા હોવાના પુરાવા આપવા પડી શકે છે. આ મામલે અમેરિકન વિદેશન મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના પ્રયાસનો એક ભાગ છે. હાલના નિયમો અનુસાર, અમેરિકામાં જન્મેલા બાળકના પાસપોર્ટ બનાવતી વખતે માતા-પિતાએ પોતાના બાળક સાથેના તેમના સંબંધનો પુરાવો અને તેમની પોતાની ઓળખનો પુરાવો…

Read More

ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો હોર્મુઝ સ્ટ્રેટ હવે લગભગ સંપૂર્ણપણે અમેરિકાના નિયંત્રણમાં ટ્રમ્પે કહ્યું, “હું ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી, જેમ કે એબીસી ફેક ન્યૂઝે સૂચવ્યું છે ટ્રમ્પે એબીસી ન્યૂઝના એક અહેવાલને ફગાવી દીધો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ તેહરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને ઈરાનને સોદા પર પહોંચવા માટે દબાણ કરવામાં કોઈ રસ નથી. ટ્રમ્પે કહ્યું, “હું ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી, જેમ કે એબીસી ફેક ન્યૂઝે સૂચવ્યું છે. જાે તેઓ એવો સોદો કરે છે જે તેમના માટે…

Read More

વળતરની માંગણી કરી નાખી નેપાળે ભારત સહિતના દેશો પર ફોડ્યું પૂરનું ઠીકરું નેપાળના વિદેશ મંત્રીનું કહેવું છે કે ભારત, ચીન ને અમેરિકા દુનિયાના પ્રમુખ ઈન્ડસ્ટ્રિયલ એમિટર્સની યાદીમાં સૌથી ઉપર છે તિબ્બત નેપાળ સરહદે ગ્લેશિયર તૂટ્યા બાદ અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી દીધી. નેપાળમાં આવેલી આ આફત બાદ એક હજારથી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૪૦૦૦થી વધુ લોકો હજુ પણ ગૂમ છે. ગમ થયેલા લોકોમાં મોટાભાગે વિદેશી પર્યટકો અને તીર્થયાત્રીઓ સામેલ છે. આ બધા વચ્ચે નેપાળે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગવાની જગ્યાએ વળતરની માંગણી કરી છે. ગ્લેશિયર તૂટવાના કારણે રાસુવા અને ત્રિશુલી નદીમાં ભયાનક પૂર આવ્યા. આ…

Read More

નકલી નોટો મળતાં પોલીસ-RBI ની ટીમ દોડતી થઈ ઉત્તર પ્રદેશમાં PNB બેન્કમાં ૧૭ કરોડની નકલી નોટો મળી ઇમ્ૈંના કડક નિયમો છતાં આટલી મોટી રકમ ચેસ્ટમાં કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે : પોલીસ તપાસ શરૂ ઉત્તર પ્રદેશના પંજાબ નેશનલ બેંક (PNB )ના કરન્સી ચેસ્ટમાં અંદાજે રૂ.૧૭ કરોડની બનાવટી (જાલી) ચલણી નોટો મળી આવવાના સનસનીખેજ મામલે બેંકિંગ આલમ અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોઈપણ બેંકના કરન્સી ચેસ્ટ સુધી નવી કે જમા થયેલી કરન્સી લાવવા અને તેને સેફમાં મૂકવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશો હેઠળ એક અત્યંત ચુસ્ત અને નિર્ધારિત પ્રક્રિયા અમલમાં હોય છે. રોકડની ગણતરી, નોટ…

Read More

નેપાળ કરતા પણ વધુ વિનાશકારી આફત નેપાળ બાદ હવે કાશ્મીર પર ખતરો? ગ્લેશિયલ તળાવો બની રહ્યા છે ‘ટાઈમ બોમ્બ’! જમ્મુ અને કાશ્મીરમાં ઊંચાઈ પર આવેલા હિમનદી તળાવો અને અસ્થિર ભૂપ્રદેશ દ્વારા ઊભા થતા વધતા જાેખમો પર ભાર મૂકવામાં આવ્યો છે નેપાળમાં આવેલા અણધાર્યા પૂરે આફત ઊભી કરી દીધી છે. અનેક પરિવારનો માળો વિખેરાયો છે અને પાર વગરની નુકસાની થઈ ચૂકી છે. આ આફતે ભારતમાં આવેલા હિમઆચ્છાદિત પ્રદેશની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ચિંતા વધી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખૂબ જ ઊંચાઈ પર આવેલા ગ્લેશિયરે ચિંતા વધારી દીધી છે. જે આફતને પેદા કરી શકે એમ છે.…

Read More

છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા ૬૩.૨૮ થયાં ખાંડના ભાવમાં ઘટાડાની શક્યતા, સરકારે વેપારીઓની સ્ટોક મર્યાદા અડધી કરી ઝડપી ફુગાવાને કાબુમાં લેવા માટે સરકારે ડીલરો માટે સ્ટોક મર્યાદા ૪,૦૦૦ ક્વિન્ટલથી ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી દેશમાં ખાંડના છૂટક ભાવમાં ૩૭ ટકાના વધારા બાદ સરકારે જથ્થાબંધ વિક્રેતાઓ અને ડીલરની સ્ટોક મર્યાદા અડધી કરી છે. જેના લીધે સામાન્ય લોકોને ભાવ ઘટાડાથી રાહત થવાની શકયતા છે. કેન્દ્ર સરકારે તહેવારો દરમિયાન ખાંડના આસમાને પહોંચતા ભાવોને કાબુમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ખાંડના વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે મહત્તમ સ્ટોક મર્યાદા અડધી કરી દીધી છે. આ ર્નિણયનો હેતુ બજારમાં સંગ્રહખોરી અટકાવવા અને કિંમતોને નિયંત્રિત…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​દેશમાં વધતા જતા વૃધ્ધાશ્રમ ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક માતા-પિતા ચાર બાળકોને એકલે હાથે ઉછેરીને મોટા કરી શકે છે. પરંતુ ચાર બાળકો ભેગા મળીને પણ પોતાના માતા-પિતા ને સાચવી કેમ શકતા નથી? આપણે શરૂઆત કરીએ રેમન્ડના માલિક વિજયપત સિંઘાનિયાની દર્દભરી કહાનીથી. એક સમય હતો જ્યારે રેમન્ડના કપડા વિના કોઈ પણ લગ્ન પ્રસંગ અધૂરો ગણાતો હતો. જે વ્યક્તિએ રેમન્ડ ને ઘર ઘર સુધી પહોંચાડ્યું એજ વ્યક્તિને એક દિવસ પોતાના જ ઘરમાંથી બહાર નીકળી જવાની ફરજ પડી અને તેમના પોતાના જ ઘરમાંથી બહાર કાઢી મૂકનાર કોણ હતું જાણવું છે? ​એ હતો તેમનો…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ આ હળહળતા કળિયુગ માં જ્યારે માતા-પિતા લાગણીમાં આવીને પોતાની તમામ સંપત્તિ પોતાના વ્હાલ સોયા ના નામે કરી ને પાછલી જિંદગી જ્યારે શાંતિ થી જીવવાના સપના જોતા હોય છે અને પાછળથી ભિખારી જેવી દશામાં કે વૃધ્ધાશ્રમો માં દમ દોડી પ્રભુ ને પ્યારા થતા હોય છે. ​ ત્યારે એનાથી વિપરીત કિસ્સો વૃંદાવનનો જાણવા મળ્યો છે. વૃંદાવનના પ્રખ્યાત અને પવિત્ર શ્રી બાંકે બિહારી મંદિરમાંથી એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું છે. જેણે સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધાં છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે એક શ્રદ્ધાળુ પુત્ર પોતાની વૃધ્ધ અને…

Read More