Author: Garvi Gujarat

ગરીબ વાલીઓ માટે બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવવાનું દુષ્કર બન્યું.‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી’.પિતાએ અભ્યાસ છોડવાનું કહી દેતાં પુત્રીએ ૧૮૧ની મદદ માગી, અભયમે પિતાની વેદના સાંભળી પુત્રીને સરકારી સ્કૂલમાં ભણાવવાની સલાહ આપી.ગુજરાતમાં શિક્ષણ એટલું મોંઘુ થઇ ગયું છે કે ગરીબ કે મધ્યમવર્ગના વાલીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે. સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટમાં બહાર આવેલો કિસ્સો ચોંકાવનારો છે.મજૂરી કરતાં પિતાએ ધો. ૧૧માં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીના ભણતરનો ખર્ચાે નહીં ઉપાડી શકાતો…

Read More

પૂર્વ પ્રમુખ બાઇડેને કરેલા તમામ.એક્ઝિક્યૂટિવ ઓર્ડર્સ રદ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી હોબાળો.બાઇડેને આદેશો પર ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હતા, જે કાનૂની રીતે માન્ય ના ગણાય: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જાે બાઇડેને કરેલાં તમામ એક્ઝિક્યૂટિવ ઓર્ડર રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યાં અનુસાર ભૂતપૂર્વ પ્રમુખે જેટલા પણ આદેશ કર્યા હતા તે તમામ ઉપર તેમણે ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હતા જેથી કાનૂની રીતે તે તમામ આદેશ માન્ય ગણી શકાય નહીં. ટ્રમ્પની આ જાહેરાતથી અમેરિકામાં હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર ટ્રમ્પે મૂકેલી એક લાંબી પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના…

Read More

ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં LoI સંપન્ન. અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન KSU ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ કરશે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે “સેન્ટર ફોર કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ” હેઠળ નવા અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન સંસ્થા સહભાગી બનશે. આ માટે ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યા યુનિવર્સિટી અને અદાણી સ્કિલ્સ એન્ડ એક્યુકેશને લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કૌશલ્યા…

Read More

૧૦ ઓક્ટોબરના રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યુ ન હતું, જે બાદ મજબૂત વર્ડ-ઑફ-માઉથને કારણે ફિલ્મ એક સાંસ્કૃતિક ઘટના બની ગઈ.‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે ૫૧ દિવસમાં ૧૦૦ કરોડની કમાણીનો રેકોર્ડ તોડ્યો તે દર્શાવતો ગ્રાફિક અથવા પોસ્ટર.ગુજરાતી સિનેમા (ઢોલીવૂડ) માટે આજે એક યુગપરિવર્તનકારી દિવસ છે. ભક્તિમય ડ્રામા ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ એ વિશ્વભરમાં ¹ ૧૦૦ કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરીને પ્રાદેશિક સિનેમા જગતમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યાે છે. ૫૧ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે.આ શાનદાર સફળતા ગુજરાતી વાર્તાઓની વધતી જતી વૈશ્વિક અસર અને ઢોલીવુડના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે…

Read More

શૂજિત સરકારની આ એક કોમેડી ફિલ્મ બનશે.મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ એક ફિલ્મમાં સાથે જાેવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી અનોખા પ્રોજેક્ટ્સમાંની એક હશે.મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ શૂજિત સરકારની એક કોમેડી ફિલ્મમાં સાથે જાેવા મળશે. દિગ્દર્શક શૂજિત સરકાર મહાભારતના એક ચેપ્ટર પરથી કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી અનોખા પ્રોજેક્ટ્સમાંની એક હશે.એક રિપોર્ટના અનુસાર, મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ મળીને મહાભારતી એ કહાનીને અનોખો રંગ આપશે જેમાં હાસ્ય અને ચત્તુરાઇનો સમાવેશ હશે. આ કોમેડીને…

Read More

ચાહકોને દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ ગમે છ.રણબીર અને દીપિકા ૧૦ વર્ષ પછી ફરી સાથે કામ કરશે.આ પહેલા દીપિકા પાદુકોણ અને રણબીર ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘તમાશા’માં સાથે જાેવા મળ્યા હતા.દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના ચાહકોએ વારંવાર તેમને મોટા પડદા પર સાથે જાેવાની માંગ કરી રહ્યા છે. હવે, એવું લાગે છે કે આ માંગણી પૂર્ણ થવાની છે. દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ૧૦ વર્ષ પછી કોઈ ફિલ્મમાં સાથે જાેવા મળી શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવશે. અહેવાલો અનુસાર આ ફિલ્મ ૧૯૫૬ની ફિલ્મ ચોરી ચોરીનું રૂપાંતરણ હશે.અહેવાલ મુજબ, અયાન મુખર્જી એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરવા…

Read More

વામિકા ગબ્બી રાજકુમાર હિરાણીના પુત્ર વીરની હિરોઈન બનશે.ફિલ્મનાં ટાઈટલ તથા રીલિઝ ડેટ અંગે હજુ સુધી કોઈ વિગતો રજૂ કરાઈ નથી. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથીી શરુ કરાય તેવી સંભાવના છે. સંજય દત્તની ‘મુન્નાભાઈ’ સીરિઝની ફિલ્મો બનાવનારા રાજકુમાર હિરાણીનો દીકરો વીર પિતાને પગલે ફિલ્મ સર્જક બનવાને બદલે એક્ટર તરીકે ઝંપલાવી રહ્યો છે. જાેકે, તે પિતાના દિગ્દર્શન હેઠળની ફિલ્મને બદલે ‘કપૂર એન્ડ સન્સ’ તથા ‘ગહેરાઈયાં’ જેવી ફિલ્મોના સર્જક શકુન બત્રાનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેની હિરોઈન તરીકે વામિકા ગબ્બી પસંદ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. શકુન બત્રાએ વામિકાને લીડ હિરોઈનનો રોલ ઓફર કર્યાે હતો અને તેણે તે…

Read More

ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં ઘટસ્ફોટ ગુજરાતમાંથી ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં એક સિનિયર સિટીઝન સાથે થયેલા ૨૫ લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ગેરકાયદે રીતે ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ સ્થિત કોલ સેન્ટરોમાં મોકલીને મોટું નેટવર્ક ચલાવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, થોડા સમય પહેલાં અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે ૨૫ લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયું હતું. આ ફ્રોડમાં…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવ્યા અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ટ્રમ્પ અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવા ઈચ્છે છે. તેઓ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે. તેમનું માનવું છે કે, જાે દેશમાં આવા લોકો રહેશે તો માહોલ ખરાબ થશે. એટલું જ નહીં આવા લોકોના કારણે અમેરિકન લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ટ્રમ્પ માની રહ્યા છે, તેથી જ તેમણે ‘રાષ્ટ્રપ્રમુખને મળેલી સત્તાની કલમ’ને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત…

Read More

દિલ્હીવાસીઓને ગૂંગળાતા જાેઈ કિરણ બેદી વ્યથિત વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી કરો : કિરણ બેદી રાજધાનીમાં લાંબા સમયથી વાયુ ગુણવત્તા કેમ વધી રહી છે, તેની તપાસ થવી જાેઈએ : કિરણ બેદી દિલ્હીનું હવાનું પ્રદૂષણ દિવસે ને દિવસે બગડતું જઈ રહ્યું છે. રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સતત વધારો થતા અહીંના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ મામલે સામાજિક કાર્યકર્તા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ફરી ચિંતા વ્યક્ત કરી છે. કિરણ બેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને ગંભીર વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી…

Read More