
- ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આપઘાત ચિંતાજનક: ૨૦૨૩માં ધો.૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ કેસ
- નવા વર્ષ પર દેશના ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓની ભીડ, મંદિરો એલર્ટ મોડમાં
- બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને પ્રથમ મહિલા નેતા ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે નિધન
- ચીનનો મોટો નિર્ણય: ૨૦૨૬થી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત ટેરિફ ઘટાડશે, વેપાર સંતુલન મજબૂત કરશે
- ‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે
- સલમાનની ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે
- શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!
- કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે
Author: Garvi Gujarat
રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની સરકારી શાળા નથી.૪ ગ્રાન્ટેડ શાળામાંથી ૨ માં એડમિશન મળવા મુશ્કેલ, એક માત્ર ગર્લ્સ માટે તો અન્ય સ્કૂલ ઓક્સિજન ઉપરસૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. ૨૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ સરકારી શાળાઓ મૃતપ્રાય: અવસ્થામાં જઈ રહી છે. આ વચ્ચે રાજકોટના વેપારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આમ છતાં વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમની ૪…
અમે નોતરતા નથી તેવું કરીનાનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું.રણબીર સામે ચાલીને પાપારાઝીઓને બોલાવતો હોવાનો ઘટસ્ફોટતાજેતરમાં જ કરીના કપૂરે એવી બડાશ હાંકી હતી કે કપૂર ખાનદાનના કોઈ કલાકારોને પાપારાઝીઓની ગરજ નથી.મુંબઈમાં ફિલ્મ કલાકારો એરપોર્ટ, કોઈ સ્ટુડિયો કે નિર્માતાની ઓફિસ આસપાસ કે પછી કોઈ રેસ્ટોરાં બહાર પાપારાઝીઓને અનાયાસે મળતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેવા માટે કલાકારો સામે ચાલીને આ પાપારાઝીઓને પોતાના લોકેશન તથા ગતિવિધિની જાણ કરતા હોય છે. રણબીર કપૂર પણ પબ્લિસિટી માટે આ ટ્રીક અજમાવતો હોવાનું ખુલ્લું પડી ગયું છે. તાજેતરમાં રણબીર ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળીની ઓફિસે પહોંચ્યો તો તેના ફોટા પાડવાનો પ્રયાસ કરી રહેલા પાપારાઝીઓને સિક્યુરિટી…
શાંતારામ પરની બાયોપિકનું નામ હશે ‘ચિત્રપતિ વી શાંતારામ’.સિદ્ધાંત ચતુર્વેદીનો વી શાંતારામ લૂક લોન્ચ, ફિલ્મમાં તમન્ના પણ જાેડાઈ.સિનેમાના સ્વપ્નદૃષ્ટા અને વિશેષ વાર્તાઓ સાથે ફિલ્મ બનાવનારા વી શાંતારામના રંગીન જીવન પર આ ફિલ્મ બની રહી છ.ભારતીય સિનેમાના પિતા મનાતા વી.શાંતારામની બાયોપિક પર કામ શરૂ થયું છે, જેમાં યુવા કલાકાર સિદ્ધાંત ચતુર્વેદી શાંતારામનો રોલ કરશે, એવી ચર્ચા હતી. હવે સિદ્ધાંતનો આ ફિલ્મ માટેનો લૂક જાહેર થયો છે. સિદ્ધાંતે અને ફિલ્મના બેનર બંનેએ આ લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે છે. આ ફોટોમાં સિદ્ધાંત એક જૂનવાણી દેખાવમાં જાેવા મળે છે, જેમાં તેણે ખાદીનો ઝભ્ભો, ધોતી અને કાળો કોટ તેમજ માથે ભારતીય ગાંધી ટોપી પહેરી છે.…
આ બેઠક ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી ; શ્રી મનોજકુમારદાસ, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રી રાજીવ ટોપનો, IAS, મુખ્ય સચિવ, નાણા વિભાગ, ગુજરાત સરકાર; શ્રીમતી આરતી કંવર, IAS, સચિવ (EA), નાણા વિભાગ, ગુજરાત સરકાર; શ્રી મનોજ મુત્તાથિલઅયપ્પન, સંયુક્ત સચિવ, નાણાકીય સેવાઓ વિભાગ, ભારત સરકાર; ડૉ. દેબદત્તચંદ, ચેરમેન, SLBC ગુજરાત અને MD અને CEO, બેંક ઓફ બરોડા; શ્રીમતી સોનાલી સેન ગુપ્તા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, RBI; શ્રી અમરેશરંજન, પ્રાદેશિક ડિરેક્ટર, RBI; શ્રી બી. કે. સિંઘલ, મુખ્ય જનરલ મેનેજર, NABARD; શ્રી અશ્વિની કુમાર, કન્વીનર, SLBC ગુજરાત અને જનરલમેનેજર, બેંક ઓફ બરોડા, તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ બેંકો…
‘તું મેરી મૈં તેરા, મૈં તેરા તું મેરી’ ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થશે.હું ઇચ્છં છું કે મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ કમાય : અનન્યા.અનન્યાની આ વર્ષની બીજી ફિલ્મ છે, આ પહેલાં તેની કેસરી ચેપ્ટર ૨ આવી છે, જે કરણ સિંહ ત્યાગીએ ડિરેક્ટ કરી હતી અને તેમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતા.કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘તું મેરી મૈં તેરા મૈં તેરા તું મેરી’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યારે તેના પ્રમોશનના ભાગરૂપે અનન્યા અને કાર્તિક તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં તેણે આ ફિલ્મ સફળ રહેશે તેવી પોતાની અપેક્ષા વિશે વાત કરી હતી. અનન્યાએ…
જેમ્સ કેમેરુનના અવતાર યુનિવર્સનો હિરો જેક સલી હશે.અવતાર: ફાયર એન્ડ એશમાં જાેડાઈ એક નવી નાવી ‘ટુક’.આ ફિલ્મ ૧૯ ડિસેમ્બરે રિલીઝ થાય છે અને ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમમાં પણ જાેવા મળશે.જેમ્સ કેમેરુનના અવતાર યુનિવર્સનો હિરો જેક સલી છે. પરંતુ તેની સિક્વલમાં તેનો પરિવાર પણ લોકોને ઘણો પસંદ પડ્યો. તેમાં પણ સલી પરિવારની સૌથી નાની સભ્ય ટુક બહુ જલ્દી લોકોનું ગમતું પાત્ર બની ગઈ છે. ત્યારે જેમ્સ કેમેરુને હવે આ પાત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, તે અંગે વાત કરી છે. આ પાત્ર ટ્રિનિટી બ્લિસ દ્વારા નિભાવવામાં આવ્યું છે, કેમેરુને આ અંગે કહ્યું, “ટ્રિનિટી બહુ પ્રતિભાશાળી છે, ડર, આતંક,…
મહિલા બૂટલેગર માત્ર અડધા કલાકમાં છૂટી જતાં બીજીવાર જનતા રેડ.જેતપુરના ચામુંડાનગરમાં દારૂનું દુષણ ડામવા સ્થાનિક મહિલાઓ રણચંડી બની.બૂટલેગરના ઘર ઉપર અને દેશી દારૂના અડ્ડા પર અચાનક જનતાએ રેડ પાડી હતી અને મોટી માત્રામાં દારૂની પોટલીઓ સાથે કુખ્યાત બૂટલેગરને પકડી પાડ્યો હતો.જેતપુરના ચામુંડાનગરમાં દારૂનું દુષણ ડામવા સ્થાનિક મહિલાઓ રણચંડી બની છે. આ મહિલાઓએ ગઈકાલે જનતા રેડ પાડી મહિલા બૂટલેગરને પોલીસ હવાલે કરી હતી, જાેકે પોલીસે માત્ર અડધા કલાકમાં તેને છોડી દીધા બાદ તેણે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાના આરોપો સાથે આ મહિલાઓએ આજે બીજીવાર જનતા રેડ પાડી છે. વિગતવાર વાત કરીએ તો, જેતપુર શહેરનાં ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ…
દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો ર્નિણય.૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ ૨૦૨૫-૨૬થી સંત સુરદાસ યોજનાનો મળશે લાભ.બીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જાેગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશે.દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જાેગવાઇ હતી તેને પણ વર્ષ ૨૦૨૪-૨૫માં દુર કરવામાં…
છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન‘ની પોલ ખૂલી.સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો હોબાળા.બિયારણની કીટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે.છોટાઉદેપુર તાલુકામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘ન્યુ ગુજરાત પેટર્ન‘ યોજના હેઠળના કૃષિ વૈવિધ્ય પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગરીબ આદિવાસી ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી આપવામાં આવેલી બિયારણની કીટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે.છોટાઉદેપુર તાલુકામાં ૧૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી ૫૦૦ રૂપિયાનો ફાળો લઈને તેમને ખાતર, બિયારણ અને દવાની કીટ વિતરણ કરવામાં આવી હતી. જાેકે, પાધરવાંટ ગામના ખેડૂતોએ જ્યારે આ કીટ ખોલીને જાેઈ તો મકાઈનું બિયારણ સડેલી…
મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં વિવાદ.શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી.વાસ્તવમાં મહાડ મ્યુનિસિપલ કાઉન્સિલની આજે યોજાયેલી ચૂંટણીમાં અનેક ઠેકાણે ઈવીએમ ખોટવાઈ ગયા હતા.મહારાષ્ટ્રમાં ૨૪૬ નગર પરિષદ અને ૪૨ નગર પંચાયત માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે એક મતદાન કેન્દ્ર પર એકનાથ શિંદે અને અજિત પવારના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં મહાયુતિ ગઠબંધન શિંદેની શિવસેના અને અજિતની એનસીપી સામેલ છે, જાેકે રાયગઢ જિલ્લામાં બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં રાયગઢ જિલ્લાના મહાડ મ્યુનિસિપલ કાઉન્સીલની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન અહીં શિંદે જૂથના વિકાસ ગોગાવલે અને અજિત જૂથના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



