
- ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આપઘાત ચિંતાજનક: ૨૦૨૩માં ધો.૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ કેસ
- નવા વર્ષ પર દેશના ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓની ભીડ, મંદિરો એલર્ટ મોડમાં
- બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને પ્રથમ મહિલા નેતા ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે નિધન
- ચીનનો મોટો નિર્ણય: ૨૦૨૬થી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત ટેરિફ ઘટાડશે, વેપાર સંતુલન મજબૂત કરશે
- ‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે
- સલમાનની ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે
- શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!
- કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે
Author: Garvi Gujarat
સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ.‘SIR પર ચર્ચા માટે વિપક્ષની માંગ નકારી નથી, અમને જવાબ આપવા માટે સમય આપો‘: રાજ્યસભામાં કિરેન રિજિજુ.કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) પર ચર્ચા માટે વિપક્ષની માંગને નકારી નથી અને આ દરખાસ્ત વિચારણા હેઠળ છે. જાેકે, ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના વરિષ્ઠ નેતાએ SIR અને ચૂંટણી સુધારા પર ચર્ચા માટે વિપક્ષને “સમયરેખા પર કોઈ શરત ન મૂકવા” વિનંતી કરી. રિજિજુએ સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં બોલતા આ ટિપ્પણી કરી હતી. “ગઈકાલે અથવા આજે સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી પક્ષો દ્વારા રજૂ કરાયેલા કોઈપણ મુદ્દાને કોઈ પણ…
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી મુંબઈની હવાનો AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ સામાન્ય રીતે દરિયા કિનારે હોવાને કારણે મુંબઈમાં પ્રદૂષણ ઓછું રહેતું હતું, પરંતુ હવે ત્યાં પણ વધતી સમસ્યાએ ચિંતા ઉભી કરી દેશની રાજધાની દિલ્હી વર્ષોથી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ હવે આર્થિક રાજધાની મુંબઈ પણ આ મામલે દિલ્હીની હરોળમાં આવીને ઉભી રહી ગઈ છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે વધતાં અને હવા ખરાબ અને અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચતા, શહેરભરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાની કડક પાબંદીઓ લાગુ કરવામાં આવી છે. મુંબઈના મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી ઈસ્ટ, ચકાલા-અંધેરી ઈસ્ટ, નેવી નગર, પોવઈ અને…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી NIAના કાશ્મીરમાં ૩ મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા NIA દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા દિલ્હીમાં ૧૦ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આતંકી હુમલાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હુમલા સાથે જાેડાયેલા આતંકી મોડ્યુલને મૂળમાંથી નાબૂદ કરવા NIAએ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં વધાર્યો છે. NIA દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટના આરોપીઓ ડૉ. અદીલ, ડૉ. મુઝફ્ફર અને જસિફ જે વિસ્તારના રહેવાસી છે, ત્યાં આ કાર્યવાહી ચાલી રહી…
સુપ્રીમે ડેડલાઇન ન વધારી જાે વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED‘ પર અપલોડ નહીં કરો તો દંડ થશે કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે સુપ્રીમ કોર્ટે વક્ફની સંપત્તિઓની વિગતો ‘UMEED‘ પોર્ટલ પર અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવવાની અરજીઓ પર સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે. આ અરજીઓમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની અરજીઓનો પણ સમાવેશ થતો હતો. કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે. વક્ફ સંપત્તિઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની છેલ્લી તારીખ ૫ ડિસેમ્બર સુધીની જ રાખવામાં…
મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! એકનાથ શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ મુકવામાં આવ્યો મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી હલચલ જાેવા મળી છે, જ્યાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના નેતાઓના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શિંદેના પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર એલસીબી (LCB) અને ચૂંટણી અધિકારીઓ રેડ પાડવા પહોંચ્યા હતા. શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર સાંગોલા ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે મોટી હલચલ મચી ગઈ હતી. આ દરોડા દરમિયાન, એલસીબી(LCB) અને ચૂંટણી પંચની ટીમે રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ…
FDAના ચીફ મેડિકલ ઓફિસરનો મોટો ખુલાસો કોવિડ-૧૯ વેક્સિને અમેરિકામાં ૧૦ બાળકોનો લીધો જીવ ! પ્રથમ વખત યુએસ એફડીએ સ્વીકારશે કે કોવિડ-૧૯ વેક્સિને અમેરિકન બાળકોના મૃત્યુનું કારણ બની છે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે દેશમાં ઓછામાં ઓછા ૧૦ બાળકો કોવિડ-૧૯ વેક્સિનને કારણે મૃત્યુ પામ્યા છે. એક સંભવિત કારણ મ્યોકાર્ડિટિસ અથવા હૃદય પર સોજાે છે. એજન્સીએ સ્ટાફને મોકલવામાં આવેલા મેમોમાં એફડીએના ચીફ મેડિકલ અને સાયન્ટિફિક ઓફિસર વિનય પ્રસાદે જણાવ્યું હતું કે એક સમીક્ષામાં ઓછામાં ઓછા ૧૦ બાળકોની ઓળખ કરવામાં આવી છે જેઓ કોવિડ-૧૯ વેક્સિન લીધા પછી તેના કારણે મોત પામ્યા હતા. પ્રસાદે મેમોમાં લખ્યું છે કે, “આ મોત રસીકરણ…
સરકારનો મોટો આદેશ હવે નવા સ્માર્ટફોન્સમાં ઈન્સ્ટોલ હશે સરકારી એપે તમામ મોબાઇલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ફોનમાં સરકારી સાઇબર સુરક્ષા એપ ‘Sanchar Sathi’ ને પ્રી-લોડ કરીને વેચે ભારત સરકારે વધતા સાયબર ખતરાઓ અને મોબાઇલ ચોરીના બનાવને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. ET Telecomના રિપોર્ટ મુજબ, સરકાર તરફથી તમામ મોબાઇલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાના નવા ફોનમાં સરકારી સાઇબર સુરક્ષા એપ ‘Sanchar Sathi’ ને પ્રી-લોડ કરીને વેચે. નોંધનીય છે કે, આ એપ ચોરી થયેલા મોબાઈલને શોધવામાં, ફેક IMEI નંબરને ઓળખવામાં અને ફેક કૉલ્સની માહિતી મેળવવામાં મદદ કરે છે. સરકારી આંકડા મુજબ આ એપની મદદથી લાખો…
૪ લોકો વાહનો સહિત નીચે પટકાયા મધ્યપ્રદેશમાં ૫૦ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી આ ૫૦ વર્ષ જૂનો પુલ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો મધ્યપ્રદેશમાં રાયસેલ જિલ્લાના બરેલી તાલુકામાં સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સોમવારે સવારે જાેવા મળ્યો, જ્યારે બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવ પુલ ધરાશાયી થઈ ગયો. આ પુલના કાટમાળ નીચે ૧૦ લોકો દટાયાની માહિતી સામે આવી રહી છે. જેમાં પુલ પરથી પસાર થતા બાઈકસવાર અને પુલની નીચે “સમારકામ” કરી રહેલા શ્રમિકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના કોઈ કુદરતી આફત નથી, પરંતુ સરકારી એજન્સી મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સ્ઁઇડ્ઢઝ્ર)ની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. આ ૫૦ વર્ષ જૂનો…
બેંકની પણ તપાસ કરવામાં આવે : સુપ્રીમ કોર્ટ સાયબર ઠગોની હવે ખેર નહીં, ડિજિટલ અરેસ્ટના કેસની તપાસ CBI કરશે આ સ્કેમથી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયા, આ મામલો હવે એટલો મોટો થઈ ગયો છે કે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે : સુપ્રીમ સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ મામલે સખત વલણ અપનાવ્યું છે અને CBIને આખા દેશમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ સ્કેમથી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે આ મામલો હવે એટલો મોટો થઈ ગયો છે કે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશના બધા રાજ્યો,…
થાણેનો ભરત મારવાડી ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે માસ્ટર આઇડી આપતો હતો.મહારાષ્ટ્રનો મોટો બૂકી અમદાવાદમાં બહેનના ઘરે આવ્યોને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યા.થોડા મહિનાં પહેલાં જ ક્રાઇમ બ્રાંચે એક બૂકીનો મોબાઇલ તપાસ્યો ત્યારે તેમાં ૧,૪૦૦ કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગની વિગતો મળી આવી હતી. દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય, પરંતુ તેનો સટ્ટો તો અમદાવાદમાં જ રમાતો હોય છે. તે સમયે મહારાષ્ટ્રના થાણેનો મોટો બૂકી અમદાવાદમાં રહેતી પોતાની બહેનના ઘરે આવ્યો હતો. દરમિયાન એક્સપ્રેસ વે પાસે ક્રાઇમબ્રાંચના ભરત પટેલની ટીમે તેને ઝડપી લીધો છે. બૂકી ભરત મારવાડીના મોબાઇલ આઇડીમાં ૪૧ લાખ રૂપિયાનું બેલેન્સ મળ્યું હતું. સાથે ગ્રાહકોનું લિસ્ટ પણ પોલીસ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



