Author: Garvi Gujarat

૭ નક્સલી ઠાર, ૩ જવાનો શહીદ દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન સર્ચ કરી રહેલી ટીમ પર નક્સલીઓનું આડેધડ ફાયરિંગ દંતેવાડા અને બીજાપુરની સરહદને જાેડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. જાેકે આ એન્કાઉન્ટરમાં ડ્ઢઇય્ના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં…

Read More

રોહિત શર્માનું નંબર ૧ સ્થાન જાેખમમાં આઈસીસી રેન્કિંગમાં કોહલીની લાંબી છલાંગ કોહલી હવે બેટ્સમેનોની ODI રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ વધીને ૭૫૧ પોઈન્ટ થયું છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન ICC એ એક મોટી જાહેરાત કરી છે. ICC એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ICC ODI બેટ્સમેનોની રેન્કિંગમાં અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઝડપથી ટોચના સ્થાન તરફ આગળ વધી રહ્યો છે. રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ODIમાં, કોહલીએ ૧૨૦ બોલમાં ૧૩૫ રનની યાદગાગ ઈનિંગ રમી સદી ફટકારી હતી, જેના કારણે તેના ODI રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તાજેતરના ICC રેન્કિંગ…

Read More

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદામાં રૂ.44ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં નરમાઇઃ એલચીના વાયદામાં સુધારો સોનાનો વાયદો રૂ.514 અને ચાંદીનો વાયદો રૂ.436 વધ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.30118.73 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57656.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25310.67 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31317 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.87779.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30118.73 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.57656.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31317 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1280.92 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25310.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી…

Read More

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો.‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે’.સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં આપેલા કલકત્તા હાઈકોર્ટના એ ર્નિણયને રદ કરી દીધો, જેમાં મહિલાને પૂરી રકમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે. જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જાેઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ…

Read More

હાલ દેશમાં ૧૩,૮૮,૧૮૫ નોંધાયેલા ડોક્ટર છેે: આરોગ્યમંત્રી નડ્ડા.ભારતમાં ૮૧૧ લોકોની સારવાર માટે માત્ર ૧ ડોક્ટર ઉપલબ્ધ : કેન્દ્ર.છેલ્લાં ૧૧ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજની સંખ્યામાં અને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો. ભારતમાં વસ્તી અને ડોક્ટરો વચ્ચેનો ગુણોત્તર ૧:૮૧૧ છે એમ કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી. રાજ્યસભામાં પૂછાયેલાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્ય મંત્રી જે.પી નડ્ડાએ કહ્યું હતું કે હાલ દેશમાં ૧૩,૮૮,૧૮૫ નોંધાયેલા એલોપેથિક ડોક્ટર છે જ્યારે મેડિસીનની આયુષ સિસ્ટમમાં ૭,૫૧,૭૬૮ ડોક્ટરો રજિસ્ટર્ડ છે.આયુષ સિસ્ટમ અને રડિસ્ર્ટ્ડ પ્રેક્ટિસનર્સ એમ બંને કેટેગરીના અંદાજે ૮૦ ટકા ડોક્ટરો હાલ ઉપલબ્ધ છે એવું અનુમાન મુકતા એમ કહી શકાય કે દેશમાં ડોક્રટરો અને…

Read More

ફોજદારી કેસમાં જામીન માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી.સહ-આરોપીને જામીન મળ્યાના એકમાત્ર આધારે આરોપીને જામીન ન મળે: SC.અલ્હાબાદ હાઈકોર્ટે હત્યાના એક કેસમાં સહ-આરોપીને જામીન આપવામાં આવ્યા હોવાના એકમાત્ર આધારે આરોપીને પણ જમીન આપ્યા હતાં. સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકન જણાવ્યું હતું કે જામીન એક નિયમ છે અને જેલ એક અપવાદ છે, તેવા સિદ્ધાંતનું પાલન કરી અદાલતો જામીન આપતી હોય છે, પરંતુ ફોજદારી કેસોમાં આરોપીને જામીન આપવા માટે સમાનતાનો સિદ્ધાંત એકમાત્ર આધાર નથી. આ અવલોકન કરીને સર્વાેચ્ચ અદાલતે સહ-આરોપીને જામીન મળ્યા હોવાથી આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યાે હતો.અલ્હાબાદ હાઈકોર્ટે હત્યાના એક કેસમાં સહ-આરોપીને જામીન આપવામાં આવ્યા હોવાના એકમાત્ર…

Read More

પ્રધાનમંત્રી કાર્યાલય ધરાવતા આગામી સંકુલનું નામ ‘સેવા તીર્થ‘ રાખવામાં આવશે.પ્રધાનમંત્રી કાર્યાલય ધરાવતું આગામી સંકુલ ‘સેવા તીર્થ‘ નામ આપવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગ રૂપે ડિઝાઇન કરાયેલ આ નવું સંકુલ સરકારના ઉચ્ચતમ સ્તરો પર સંકલનને સુવ્યવસ્થિત કરવા માટે અનેક મુખ્ય કચેરીઓને એક છત નીચે લાવવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોકમાં તેના ૭૮ વર્ષ જૂના સરનામાથી નવા બનેલા, અત્યાધુનિક સંકુલમાં સ્થળાંતર કરીને મોટા પાયે સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યું છે. પીએમઓ સેવા તીર્થ-૧ માંથી કાર્ય કરશે, જે વાયુ ભવનની બાજુમાં સ્થિત એક્ઝિક્યુટિવ એન્ક્લેવ-૧ ના ભાગ રૂપે બાંધવામાં આવેલી ત્રણ ઇમારતોમાંથી પ્રથમ છે. નવું સંકુલ, જે પૂર્ણતાના અંતિમ તબક્કામાં છે, તેને…

Read More

એગ્રેસીવ હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ૧૩% વધીને રૂ.૨.૫ લાખ કરોડ પારપ!!.આક્રમક હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ઓક્ટોબરના અંતે વધીને અંદાજીત રૂ.૨.૫ લાખ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના રૂ.૨.૨૧ લાખ કરોડની સરખામણીએ ૧૩% વૃદ્ધિ દર્શાવે છે. મિશ્ર પોર્ટફોલિયો ધરાવતા આ ફંડ્સે છેલ્લા બે વર્ષમાં મજબૂત વળતર આપ્યા હોવાથી રોકાણકારોમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. છસ્હ્લૈંના તાજેતરના ડેટા મુજબ, એગ્રેસીવ હાઈબ્રિડ કેટેગરીમાં રોકાણકારોના ફોલિયોની સંખ્યા પણ ૪ લાખથી વધુ વધીને ૬૦.૪૪ લાખ થઈ ગઈ છે, જે ગત વર્ષે ઓક્ટોબરમાં ૫૬.૪૧ લાખ હતી. આ વૃદ્ધિ એ દર્શાવે છે કે રોકાણકારો ગ્રોથ સાથે સ્થિરતા મેળવવા માટે મિશ્ર પોર્ટફોલિયો અપનાવવાનો અભિગમ અપનાવી…

Read More

ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના – ઓનલાઈન અરજી ૦૧/૧૨/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ સુધી.ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો હેતુ રાખીને બાગાયત વિભાગ દ્વારા ચલાવવામાં આવતી “ફાર્મ મિકેનાઇઝેશન યોજના” હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા સામાન્ય વર્ગના ખેડૂતોએ ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ૈ-ારીઙ્ઘેં પોર્ટલ (www.ikhedut.guja®a.gov.in) પર ઓનલાઈન અરજી કરવી રહેશે. નવીન આઇ-ખેડૂત પોર્ટલ મુજબ સૌપ્રથમ ખેડૂતોએ પોતાની નોંધણી (www.ikhedut.guja®a.gov.in) પૂર્ણ કરવી રહેશે. ત્યારબાદ ફાર્મ મિકેનાઇઝેશન યોજનાની અરજી કરી જરૂરી દસ્તાવેજાે અપલોડ કરી અરજી કન્ફર્મ કરવી. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ ખેડૂતે પોતાની પાસે રાખવાની…

Read More

રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની સરકારી શાળા નથી.૪ ગ્રાન્ટેડ શાળામાંથી ૨ માં એડમિશન મળવા મુશ્કેલ, એક માત્ર ગર્લ્સ માટે તો અન્ય સ્કૂલ ઓક્સિજન ઉપરસૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. ૨૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ સરકારી શાળાઓ મૃતપ્રાય: અવસ્થામાં જઈ રહી છે. આ વચ્ચે રાજકોટના વેપારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આમ છતાં વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમની ૪…

Read More