- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
નેપાળ પૂરમાં સાડી બની જીવનદોરી તમિલનાડુના ૨૧ યાત્રીઓનો કાદવ-પથ્થરો વચ્ચેથી ચમત્કારિક બચાવ એક મહિલાએ પોતાની સાડી અને કેબલ વાયરની મદદથી યાત્રાળુઓને બચાવ્યા : પહાડી રસ્તે ચાલીને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત પહોંચ્યા નેપાળ-તિબેટ સરહદ નજીક પહાડી રસ્તા પર ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલી વિનાશક પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનામાં તામિલનાડુના યાત્રાળુઓની આપવીતી સામે આવી છે. સવારે ૮ વાગ્યે સ્યાબ્રુબેસીથી ચીની ઇમિગ્રેશન તરફ જઈ રહેલા કાફલા પર અચાનક બોમ્બ ધમાકા જેવો ધડાકો થયો હતો. પહાડો પરથી ૭૦ થી ૮૦ ફૂટ ઊંચી માટી અને પથ્થરોની સુનામી જેવી લહેર નીચે ધસી આવી હતી. યાત્રાળુઓ કાદવ અને કાંટાળી ઝાડીઓ વચ્ચે જીવ બચાવવા માટે ઉપર તરફ ભાગવા…
ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ રાજ્ય પુરસ્કાર, ઓલી દરાજલી દુસ્તલિક એનાયત કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ રાજ્ય પુરસ્કાર, ઓલી દરાજલી દુસ્તલિક એનાયત કરવામાં આવ્યો છે. ઉઝબેક રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે વ્યક્તિગત રીતે પીએમ મોદીને આ પુરસ્કાર અર્પણ કર્યો. રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે, મેં તમારું પુસ્તક જાેયું, જેમાં તમે બધા મુખ્ય ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ ઓળખ્યા છે અને અમારા દ્વિપક્ષીય આર્થિક સહયોગને આગળ વધારવા માટે સમયરેખા નક્કી કરી છે. હું આ પહેલની પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે સાથે મળીને અમે આમાં ઝડપી પ્રગતિ…
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ભારતના છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ભારતી એગ્રીકલ્ચર કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસર યોગેશ સોન કેસરિયાએ કોઈપણ કવર કે પેકેટનું સીલ તોડ્યા વગર એક્ઝામ પેપર રેકોર્ડ કરીને લીક કરી દીધું હતું. આ હાઇટેક લીક માટે આરોપીએ મેડિકલ ક્ષેત્રમાં વપરાતા એન્ડોસ્કોપિક કેમેરા અને એક સોયનો સહારો લીધો હતો. એન્ડોસ્કોપિક કેમેરો એક ખૂબ જ બારીક, પાતળી અને લવચીક ટ્યુબ એટલે કે કેબલ જેવું ડિવાઇસ હોય છે. તેનો એકદમ આગળના ભાગે એટલે કે ટીપ પર એક ખૂબ જ નાનો HD કેમેરો અને LED લાઈટ લાગેલી હોય છે. આનો ઉપયોગ ડોક્ટરો શરીરના અંદરના ભાગો જેમ કે પેટ કે ગળાની તપાસ માટે કરે છે.…
(નીડર,નિષ્પક્ષ,અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત લોકશાહી દેશ માં ચૂંટણીની પહેલી વિશ્વાસનીયતા મતદાર યાદીથી શરૂ થાય છે. મતદાર યાદીમાં એક પણ ખોટું નામ ન રહે અને એક પણ સાચા મતદારનું નામ ન કપાય આ બંને બાબતો સમાન રીતે મહત્વની છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સઘન પુનનીરીક્ષણ એટલે કે SIR ને લઇને સામે આવેલી માહિતી હવે ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. ત્યારે હવે માહિતીના અધિકાર હેઠળ મળેલી વિગતો ચોંકાવનારી છે. અત્યાર સુધી નિકાલ થયેલી ૮૨,૭૬૨ અપીલોમાંથી ૭૫,૪૪૩ મતદારોના નામ ફરી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. જ્યારે માત્ર…
શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે,જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિની મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન ભોળાનાથ હંમેશાં ઉપકારી અને હિતકારી દેવ છે.શાસ્ત્રો અનુસાર ત્રિદેવોમાં શિવજીને સંહારના દેવતા માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાની સરખામણીએ શિવજીની પૂજા- અર્ચનાને અત્યંત સરળ માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની જેમ શિવજીને સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનની આવશ્યકતા નથી,શિવ તો માત્ર સ્વચ્છ જળ,બિલિપત્ર અને ધતુરાથી જ પ્રસન્ન થઈ જાય છે. શિવજીને મનોરમ વેશભૂષા અને અલંકારોની આવશ્યકતા નથી હોતી,તે તો ઔઘડ બાબા છે, જટાજૂટધારી છે.ગળામાં લપેટાયેલો નાગ અને રૂદ્રાક્ષની માળા,શરીર ઉપર વાઘામ્બર,ચિતાની ભસ્મ લગાવેલી છે અને હાથમાં ત્રિશૂળ પકડેલા ભગવાન ભોળાનાથ સમગ્ર વિશ્વને પોતાના ડમરૂની કર્ણભેદી ધ્વનિથી…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી જામખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા એનો આજે બીજો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન ગઢવી ધરણા પર બેઠા હતા અને એમની સાથે સાથે હજારોથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. હાલ સરકારે બે જિલ્લામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેને આ સત્યાગ્રહની એક આંશિક જીત કહી શકાય એમ છે. જેના કારણે આશા રાખવામાં આવે છે કે આવનારા સમયમાં સરકાર તમામ માંગો પુરી કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રદેશ…
દ્વારકાના ખંભાળિયા ખાતે ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત અચોક્કસ મુદતના ધરણા આંદોલનના બીજા દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના ભારે વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાંથી સેંકડો અને હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ રીતે આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. સત્યાગ્રહના પ્રથમ દિવસે જ સરકાર દ્વારા જળાશયોમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો, જેને તેમણે ખેડૂતોની એકતા અને આંદોલનની આંશિક જીત ગણાવી હતી. જોકે, ભૂતકાળમાં સરકારની જાહેરાતો કાગળ પર રહી ગઈ હોવાના અનુભવોને ધ્યાને રાખીને, પાણી ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં તેની…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ખેડૂત નેતા પિયૂષ પરમારે આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને માહિતી આપતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, કચ્છ, જામનગર, પોરબંદર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદના અભાવે અત્યંત ગંભીર દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોની આ વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મુખ્ય ચાર માગણીઓને લઈને ગઈકાલથી દ્વારકાના ખંભાળિયા ખાતે અચોક્કસ મુદતના સત્યાગ્રહ ધરણા પર બેઠા છે. આ આંદોલનની ચાર મુખ્ય માગણીઓમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, સુકાતા પાક માટે ‘સૌની…
નેપાળમાં અચાનક આવેલા પૂરથી વ્યાપક વિનાશ નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ બચાવ્યા નેપાળી સેનાએ રાસુવા જિલ્લામાં અપર ત્રિશુલી-૧ હાઇડ્રોપ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોને બચાવ્યા નેપાળમાં આવેલા વિનાશક પૂરથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. નેપાળી સેના અને સ્થાનિક પોલીસ સતત બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ દરમિયાન, નેપાળી સેનાએ રાસુવા જિલ્લામાં અપર ત્રિશુલી-૧ હાઇડ્રોપ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનો એક ભયાનક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાટમાળ અને કાદવમાંથી બચાવેલા લોકો બહાર નીકળતા જાેવા મળી રહ્યા છે અને બચાવદળ તેમને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે. બચાવ કામગીરી અંગે નેપાળી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ રાજા રામ બાસ્નેતે જણાવ્યું…
નીરજ ચોપરા ઈજાને કારણે બહાર એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલા ભારતને મોટો ઝટકો તેણે જાહેરાત કરી હતી કે પ્રેક્ટિસ દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાં રમશે નહીં. તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે પ્રેક્ટિસ દરમિયાન દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે ટુર્નામેન્ટનમાં રમવાની તેનો આશાઓનો ખરાબ રીતે અંત આવ્યો છે. ૨૯ ઓગસ્ટના રોજ નીરજ ચોપરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી. તેણે કહ્યું કે, ઘણા સમયની સખત મહેનત પછી મને આખરે લાગ્યું કે હું તે લય અને ગતિ મેળવી રહ્યો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


