
- ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આપઘાત ચિંતાજનક: ૨૦૨૩માં ધો.૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ કેસ
- નવા વર્ષ પર દેશના ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓની ભીડ, મંદિરો એલર્ટ મોડમાં
- બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને પ્રથમ મહિલા નેતા ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે નિધન
- ચીનનો મોટો નિર્ણય: ૨૦૨૬થી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત ટેરિફ ઘટાડશે, વેપાર સંતુલન મજબૂત કરશે
- ‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે
- સલમાનની ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે
- શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!
- કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે
Author: Garvi Gujarat
गुजरात में लोकप्रिय बना ‘स्वागत’ ऑनलाइन कार्यक्रम सुदूरवर्ती लोगों की बुनियादी समस्याओं का स्थायी निवारण ला रहा है। इसका उदाहरण है पोरबंदर जिले के मोडदर गाँव का किस्सा। पोरबंदर के कुतियाणा के पास 1200 की आबादी वाला छोटा-सा गाँव मोडदर आज खुश है और इसका कारण है ‘स्वागत’ ऑनलाइन कार्यक्रम। बात विस्तार से। मुख्यमंत्री के ‘स्वागत’ कार्यक्रम में पोरबंदर के मोडदर गाँव के लखमणभाई मोडदरा तथा अन्य किसानों ने मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के समक्ष अपने गाँव की सड़क समस्या प्रस्तुत की। मख्यमंत्री ने ग्रामीणजनों को ध्यान से सुना। गाँव की मांग थी कि उन्हें कुतियाणा पहुँचने के लिए सड़क…
તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) ચાલી રહી છે. જેની સમયમર્યાદામાં વધારવામાં આવી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ 14.02.2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ દરેક જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખીને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. ચાલુ રવિ ઋતુમાં એટલે કે, ઓક્ટોબર-૨૦૨૫…
ગુજરાતમાં લોકપ્રિય બનેલો “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” છેવાડાના લોકોના પાયાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી રહ્યો છે. તેનું ઉદાહરણ છે – પોરબંદર જિલ્લાના મોડદર ગામનો કિસ્સો. પોરબંદરના કુતિયાણા પાસે 1200ની વસ્તી ધરાવતું નાનકડું ગામ – મોડદર આજે ખુશ છે. તેનું કારણ છે -સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ. વાત વિગતે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પોરબંદરના મોડદર ગામના લખમણભાઇ મોડદરા અન્ય ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો.મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા. ગામની રજૂઆત હતી કે તેમને કુતિયાણા પહોંચવા માટે રસ્તો અને બ્રિજ બનાવી આપવામાં આવે. મુખ્યમંત્રી ને લાગ્યું કે, ગ્રામજનોનો પ્રશ્ન વાજબી છે. અને તેનાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે.…
SIR એક સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે : સપા.વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ : અખિલેશ. BLO વર્માના નિધન બાદ ઉચ્ચ અધિકારીઓ એવું દબાણ બનાવી રહ્યા છે કે તેમનું મોત ઑન ડ્યુટી નથી થયું : અખિલેશ.દેશના અનેક રાજ્યોમાં અત્યારે એક સાથે SIR ની પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવી રહી છે. SIR ની પ્રક્રિયા કરી રહેલા મ્ન્ર્ંના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેને લઈને વિપક્ષે ચૂંટણી પંચ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સરકાર SIR ના બહાને મત આપવાનો અધિકારી છીનવી રહી છે. SIR ની પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામનારા…
કોંગ્રેસના સાંસદે ચર્ચા માટે નોટિસ આપી.ગુજરાતના ખેડૂતોને અન્યાયનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે : ૧ ડિસેમ્બરથી સત્ર શરૂસંસદનું શીતકાલીન સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે. ૧ ડિસેમ્બરથી શરૂ થતાં સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપી છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે પાકનો નાશ થયો હતો. ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર બે હેક્ટર માટે જાહેર કરાયું, અને તે પણ અનેક શરતો સાથે. ત્યારે ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ…
મમતા સરકારનો યુ ટર્નપ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ.વક્ફ સુધારો અધિનિયમ ૨૦૨૫માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી.કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યની લગભગ ૮૨,૦૦૦ વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ યુ-ટર્ન રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ…
ટીમ ઈન્ડિયા પર વરસ્યા કપિલ દેવ.ઘરેલુ ક્રિકેટ રમો, નહીંતર આ રીતે જ હારતા રહેશો.દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ખૂબ જ નારાજ છે.દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સીરિઝમાં ૦-૨થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ૧૨ મહિનામાં ભારતની ઘરઆંગણે બીજી ટેસ્ટ સીરિઝ હતી. બંને વાર ભારતીય ટીમના ટેસ્ટ સીરિઝમાં સૂપડા સાફ થઈ ગયા છે. તેને ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી નબળો સમય કહેવામાં આવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ખૂબ જ નારાજ છે. કપિલ દેવ વર્તમાન ભારતીય ટેસ્ટ…
કંપનીએ કહ્યું આદેશમાં ખામી.હલકી ગુણવત્તાનું ઘી વેચવા બદલ પતંજલિને કોર્ટે ફટકાર્યો દંડ.યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે કોર્ટના આદેશ પર ઘીના તમામ મુખ્ય જવાબદાર એકમો (કંપની, હોલસેલર અને રિટેલર) પર કુલ ૧.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાે કે, પતંજલિએ આ આદેશને ખામીવાળો અને કાયદા વિરુદ્ધ ગણાવીને પોતાનો બચાવ કર્યો છે. આ સમગ્ર મામલો ઉત્તરાખંડના પિથોરાગઢનો છે, જ્યાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય પ્રયોગશાળામાં ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ…
૧૩ લોકોના મોત નિપજ્યા.ગાઝા બાદ વધુ એક મુસ્લિમ દેશ પર ઈઝરાયલે કર્યો મોટો હુમલોઈઝરાયલે દક્ષિણ સીરિયાના એક ગામ પર હુમલો કર્યો.ગાઝા બાદ હવે ઈઝરાયલે દક્ષિણ સીરિયાના એક ગામને નિશાન બનાવ્યું છે. ગામમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. સીરિયાની ન્યૂઝ એજન્સી જીછદ્ગછએ આ વાતની પુષ્ટિ કરી છે. સીરિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયલના આ ઓપરેશનની નિંદા કરી છે. સીરિયાના વહીવટીતંત્રે તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો અને કહ્યું કે, ઈઝરાયલ ફરી એકવાર આ પ્રદેશમાં અશાંતિ અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા ઇયાદ તાહિરે કહ્યું કે, અમે રાત્રે સૂતેલા હતા અને સવારે જાગ્યા ત્યારે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



