Author: Garvi Gujarat

સરકારી ભરતીની સૌથી મોટી જાહેરાતગુજરાત સરકારના ૬૭ વિભાગમાં થશે મેગા ભરતી.૬૭ વિભાગોની ૩૭૮ જગ્યાઓ માટે ભરતી થશે.સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. GPSC (જીપીએસસી) દ્વારા ભરતી માટે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના વિવિધ ૬૭ વિભાગો માટે જીપીએસસીએ મેગા ભરતી જાહેર કરી છે. જેના માટે આવતીકાલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. જીપીએસસી ૬૭ વિભાગોની ૩૭૮ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આગામી ૧૩ ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. GPSC દ્વારા ભરતીનું આખું કેલેન્ડર જાહેર કરાયું છે. જીપીએસસી દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવાયું કે, કુલ ૬૭ જાહેરાતો માટે આવતીકાલ તારીખ ૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૦૧:૦૦ વાગ્યાથી https://gpsc-ojas.gujarat.gov.in…

Read More

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા.અમિત ચાવડાની આગેવાનીમાં બાઈક રેલી, સરકાર પર કર્યા તીખા પ્રહાર.અમિત ચાવડાએ ભાજપ સરકાર, નાયબ મુખ્યમંત્રી અને કાનૂન વ્યવસ્થાના મુદ્દે સરકાર પર તીખા રાજકીય હુમલા કર્યા હતા.ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ આજે ગાંધીનગર ખાતે ધમાકેદાર રીતે પહોંચી હતી. યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું, જ્યારે વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, સ્થાનિક આગેવાન નિશીત વ્યાસ, હિમાંશુ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતે બાઈક ચલાવી કરી હતી. ડી.જે.ના થનગનતા સાઉન્ડ સાથે બાઈક રેલી આગળ વધી હતી. કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જાેવા મળ્યો હતો અને સમગ્ર માર્ગમાં રેલીનું…

Read More

૫૬ના મોત, ૨૦થી વધુ ગુમ.દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો.હવામાન ખાતાને આશંકા છે કે આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે.દિતવાહ વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર ભારત પર થાય તે પહેલા શ્રીલંકામાં ભારે પવન સાથે વરસાદના કારણે ૫૬ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવામાન ખાતાને આશંકા છે કે આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરી દેવાની નોબત આવી છે. ખરાબ વાતાવરણના…

Read More

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત.અંડર-૧૯ એશિયા કપ માટે આયુષ મ્હાત્રેની કેપ્ટન તરીકે નિમણૂકઆ ટુર્નામેન્ટ ૧૨ ડિસેમ્બરથી દુબઈમાં રમાશે : યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે,એશિયા કપ માટે ફરી એકવાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમયપત્રક પહેલાથી જ જાહેર થઈ ગયું હતું, અને ટીમ ઈન્ડિયાની જાહેરાતની રાહ જાેવાઈ રહી હતી. હવે ટીમની જાહેરાત થઈ ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જાેકે આ અંડર-૧૯ એશિયા કપ હશે, પરંતુ ભારત અને પાકિસ્તાનની યુવા ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. અંડર-૧૯ એશિયા કપ માટે ભારતીય ટીમની…

Read More

કૌભાંડી રોડ કોન્ટ્રાક્ટરોના દિવસો ભરાયા.કામ ખરાબ તો કાર્યવાહી થશે જ : નીતિન ગડકરી.નવા ધોરણો સ્થાપિત કરવા અને રસ્તાની ગુણવત્તાની સમીક્ષા કરવા પર રાષ્ટ્રવ્યાપી ભાર મૂકવામાં આવી રહ્યો છે.દેશમાં વધતા રોડ અને એક્સપ્રેસ વેના નેટવર્ક સાથે ક્વોલિટી પર પણ સરકાર ફોકસ વધારી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના હાથમાં કમાન સંભાળી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાે રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે, તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રેક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય.…

Read More

ગત વર્ષથી ૨.૬ ટકા વધુ.ભારતની GDP વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ક્વાર્ટરમાં ૮.૨ ટકા રહેવાનું અનુમાન.આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ૮.૨૫ લાખ કરોડ રૂપિયા હતી.બીજા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) વૃદ્ધિ દરમાં ૮.૨ ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ૫.૬ ટકા હતો. દરમિયાન, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન એટલે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ૮.૨૫ લાખ કરોડ રૂપિયા હતી. આ વાર્ષિક અંદાજના ૫૨.૬% છે. આ વખતે રાજકોષીય ખાધ ગયા વર્ષના ૪૬.૫% કરતા વધુ છે. સરકાર આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDP ના ૪.૪% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે,…

Read More

આ કાંસાની પ્રતિમા ૭૭ ફૂટ ઊંચી છે.વડાપ્રધાને ગોવામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કર્યુંપએમ મોદી કહ્યું, કે આજે રામાયણ પર આધારિત થીમ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે, આગામી પેઢી માટે આ ધ્યાન, પ્રેરણા અને સાધના માટે કેન્દ્ર બનશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના કણકોણમાં આવેલા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન શ્રીરામની ૭૭ ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ ભવ્ય પ્રતિમા ફેમસ મૂર્તિકાર રામ સુતારે બનાવી છે, જેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ ડિઝાઇન કરી હતી. આ કાંસાની પ્રતિમા ૭૭ ફૂટ ઊંચી છે, જે તેને ભગવાન રામની અત્યાર સુધીની સૌથી ઊંચી સ્થાપિત પ્રતિમા બનાવે છે. અનાવરણ…

Read More

સોનાના વાયદામાં રૂ.506 અને ચાંદીના વાયદામાં રૂ.1354ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.4 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.28614.89 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.198397.18 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26449.70 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30229 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.227016.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28614.89 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.198397.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 30229 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1035.15 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26449.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.125729ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.126283 અને નીચામાં રૂ.125510ના મથાળે…

Read More

AQI ૨૪૦થી વધુ નોંધાયુંઅમદાવાદના ૪ વિસ્તારમાં પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો.ચાંદખેડામાં ૨૦૪, ગ્યાસપુરમાં ૨૫૦, રખિયાલમાં ૨૫૯, બોપલમાં ૧૯૯, સેટેલાઇટમાં ૧૩૪, જ્યારે એરપોર્ટમાં ૨૪૯ જેટલો એક્યુઆઇ નોંધાયોઅમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૭૭ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જાેકે, શહેરના કેટલાક વિસ્તારોમાં AQI ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે.અમદાવાદમાં સરેરાશ એક્યુઆઇ ૧૭૭ નોંધાયો હતો. વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો ચાંદખેડામાં ૨૦૪, ગ્યાસપુરમાં ૨૫૦, રખિયાલમાં ૨૫૯, બોપલમાં ૧૯૯, સેટેલાઇટમાં ૧૩૪, જ્યારે એરપોર્ટમાં ૨૪૯ જેટલો એક્યુઆઇ નોંધાયો હતો. ગુજરાતમાં આજે…

Read More

૨૦૨૬ સુધી જી-૨૦ દેશોના સમૂહનું નેતૃત્વ અમેરિકા કરશે.દ. આફ્રિકાને US માં યોજાનારી જી-૨૦માં આમંત્રણ નહીં: ટ્રમ્પદક્ષિણ આફ્રિકા કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવા માટે લાયકાત અને પાત્રતા ધરાવતો નથી: ટ્રમ્પ અમેરિકન પ્રમુખપદ હેઠળ આગામી વર્ષે ફલ્રોરિડાના માયામી ખાતે યોજાનારી જી-૨૦ દેશોના શિખર સંમેલનમાં દક્ષિણ આફ્રિકાને મંત્રણ નહીં મળે એમ ડોનાલ્ડ ટ્રમ્પે કહેતાં ઉમેર્યું હતું કે દક્ષિણ આફ્રિકા કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવા માટે લાયકાત અને પાત્રતા ધરાવતો નથી. અમેરિકા ૧ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ દક્ષિણ આફ્રિકા પાસેથી જી-૨૦ દેશોનું પ્રમુખપદ લેશે અને ત્યારબાદ ૩૦ નવેમ્બર-૨૦૨૬ સુધી જી-૨૦ દેશોના આ સમૂહનું નેતૃત્વ અમેરિકા કરશે. આફ્રિકન, ડચ, જર્મન અને ફ્રેંચ વસાહતી…

Read More