- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
ભગવાન શિવના મંદિરમાં કાચબો અને નંદી શા માટે હોય છે? શિવાલય એ માત્ર ઈંટ-પથ્થરનું બનેલું સ્થાપત્ય નથી પરંતુ માનવ શરીર અને સુક્ષ્મ આધ્યાત્મિક ગતિવિધિઓનું પ્રતિકાત્મક મંડળ છે.સામાન્ય રીતે જ્યારે પણ આપણે શિવમંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને સૌથી પહેલાં નંદીના દર્શન થાય છે અને નંદી તથા શિવલિંગની મધ્યમાં કાચબો સ્થાપિત થયેલો જોવા મળે છે.આ સ્થાપના પાછળ ઊંડો આધ્યાત્મિક,દાર્શનિક અને જીવનઉપયોગી અર્થ છુપાયેલો છે. કાચબો: ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતિક.. શિવાલયમાં ભગવાન શિવ અને નંદીની વચ્ચે કાચબો મૂકવા પાછળનું મુખ્ય કારણ માનવ મનને સંયમિત કરવાનો સંદેશ છે.કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ અને આત્મ-સંયમનું ઉત્તમ પ્રતિક છે.શ્રીમદ ભગવદગીતા ૨/૫૮માં સ્થિતપ્ર જ્ઞ પુરૂષના લક્ષણો…
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નાના ઉદ્યોગો અને વેપારીઓના ધંધા બંધ કરાવવા પહોંચ્યા હતા, ત્યારે વેપારીઓના બચાવમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ અધિકારીઓને ધંધા બંધ કરાવવાને બદલે શહેરમાંથી કચરાના નિકાલ અને સફાઈ પર ધ્યાન આપવાની રજૂઆત કરી હતી. મામલો વકરતા SMC દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી, ત્યારબાદ પૂણા પોલીસે AAP નેતાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. AAP પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી અને કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, વરાછા વિધાનસભા પ્રભારી રજનીકાંત વાઘાણી, પૂર્વ કોર્પોરેટરો મહેશ અણઘણ, વિપુલ સુહાગીયા, કોર્પોરેટર રચના હિરપરા, અસ્મિતા ધોરાજીયા સહિત અનેક આગેવાની પોલીસે અટકાયત કરી હતી. આ મામલે AAP…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના શાસકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અથવા તેઓ સત્તાના નશામાં અંધ બની ગયા છે. સુરતની અંદર હોટફિક્સના કચરાની સફાઈ કરવામાં તદ્દન નિષ્ફળ ગયેલા ભાજપ શાસકો હવે સુરતની અસંખ્ય મહિલાઓ કે જેઓ હોટફિક્સના નાના-નાના યુનિટો ચલાવે છે અને તેમાં કામ કરે છે, તેમની રોજગારી છીનવી લેવાનું કામ કરવા જઈ રહ્યા છે. સુરતમાં જ્યારે મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે હતી, ત્યારે મનપામાં રજૂઆતો કરીને કચરાનો રોજેરોજ નિકાલ કરાવતી હતી. પરંતુ આજે ભાજપ તંત્ર કચરો સાફ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે અને હવે હોટફિક્સના નાના યુનિટો તથા…
પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભાવુક અપીલ ભારત, ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી મનીષા કોઈરાલાએ પ્રવાસન ચાલુ રાખવા અને ક્લાઇમેટ ચેન્જ સામે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો નેપાળ હાલમાં માત્ર ભયાનક પૂરનો જ નહીં, પરંતુ એક મોટી માનવસર્જિત અને કુદરતી હોનારતનો સામનો કરી રહ્યું છે. સેંકડો લોકોના મોત અને હજારથી વધુ લોકો ગુમ થયાના આઘાત વચ્ચે અભિનેત્રી મનીષા કોઇરાલાએ પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે આગળ આવવા હાકલ કરી છે. ૩૦ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સદગુરુના નેતૃત્વમાં યોજાયેલા નેપાળ સાથે એકજૂથતા કાર્યક્રમમાં તેણે ભારત, ચીન અને નેપાળને સાથે મળીને આ કુદરતી આફતનો સામનો કરવા અપીલ કરી હતી.…
તોડ્યો ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો : ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ સિંહના રેકોર્ડને તોડી નાખ્યો વૈભવ સૂર્યવંશી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે, ત્યારે તે હંમેશા એક રેકોર્ડ બનાવે છે. ૩૧ ઓગસ્ટના રોજ, સેન્ટ્રલ ઝોન સામે ચાલી રહેલી દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં પૂર્વ ઝોન તરફથી રમતા ૧૫ વર્ષીય ખેલાડીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. વૈભવે માત્ર ૪૨ બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ સાથે તેણે ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે, તે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ…
ખરીદ ભાવમાં પ્રતિ લિટર રૂ.૩નો વધારો જાહેર તમિલનાડુ સરકારે આવિન માટે દૂધ ખરીદી ભાવમાં વધારો કરવાનો ર્નિણય લીધો વધુમાં પાવર ટ્રાન્સમિશન અને ૧,૬૦૦ મેગાવોટના પાવર પ્લાન્ટ માટે મોટા રોકાણોની જાહેરાત કરાઈ રાજ્યના પશુપાલકોને રાહત આપતા તમિલનાડુ સરકારે ફરી એકવાર આવિન માટે દૂધ ખરીદી ભાવમાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી સી. જાેસેફ વિજયે સોમવારે ખરીદ ભાવમાં પ્રતિ લિટર રૂ.૩નો વધારો જાહેર કર્યો. પરિણામે ખેડૂતો પાસેથી દૂધ ખરીદવામાં આવે છે તે ભાવ રૂ.૪૧થી વધીને રૂ.૪૪ પ્રતિ લિટર થશે. આ ર્નિણયનો હેતુ ખેડૂતોની આવક વધારવા અને રાજ્યના ડેરી ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. નોંધનીય છે કે, સરકારે થોડા દિવસો પહેલા જ દૂધ ખરીદી…
ઉત્તરાખંડના હલ્દવાનીમાં અનુસૂચિત જાતિ વિરોધી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ ફરિયાદમાં અનુસૂચિત જાતિઓ વિરુદ્ધ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રામલીલા મેદાનમાં શુદ્ધિકરણ સમારોહમાં હવે નવો વળાંક આવ્યો છે. શ્રી રામ સેના ચેરિટેબલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફરિયાદ કરનારાઓમાં વિનોદ આર્ય અને અમિત કુમારનો સમાવેશ થાય છે, જે બંને રામલીલા મેદાનમાં શુદ્ધિકરણ સમારોહ યોજનાર ટ્રસ્ટના સભ્યો હોવાનું કહેવાય છે.શુદ્ધિકરણ કાર્યક્રમનું આયોજન કરનાર શ્રી રામ સેના ચેરિટેબલ સર્વિસ ટ્રસ્ટના સભ્ય વિનોદ આર્યએ જણાવ્યું હતું કે, “ફરિયાદમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી આરોપ લગાવી રહ્યા છે…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશ માં દિવસે દિવસે વધતા જતા અનેક પ્રકારના રોગોને કારણે ઉભી થતી શારીરિક તકલીફો અને સાથે બગડતા આરોગ્યને કારણે શરીર માં ફેલાતા રોગોને ધ્યાનમાં લઈને FSSAI ગ્રાહકો ને સાવધાન કરવા લાવી રહ્યું છે. પેકેટો ઉપર લાલ ષટકોણનું નિશાન. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકોને ચિંતાજનક તત્ત્વોથી ભરપૂર ઉત્પાદનો ઓળખવામાં મદદ કરવા માટે ખાદ્ય પેકેજોના આગળના ભાગમાં લાલ રંગના ષટ્કોણમાં ચેતવણી લખવા માટે સંમતિ આપવામાં આવી છે. ૧૩ ઓગષ્ટે પેક લેબલિંગ પર કોર્ટના આદેશના જવાબમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી…
( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત આજે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે કુદરત આપણને ચેતવે છે કે નહીં? કુદરત તો વારંવાર ચેતવી રહી છે. પ્રશ્ન એ છે કે આપણે એ ચેતવણી સાંભળીએ છીએ કે નહીં? હિમાલય ને બચાવવો એટલે માત્ર પર્વતોને બચાવવાનો પ્રશ્ન નથી. તે નદીઓને, જંગલોને, ખેતીને, શહેરોને અને કરોડો લોકોના ભવિષ્યને બચાવવાનો પ્રશ્ન છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી, પરંતુ વિકાસની દિશા બદલવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે સરકારો અને સમાજ હિમાલયને "વિકાસની પ્રયોગશાળા" નહીં પરંતુ જીવન અને અત્યંત સંવેદનશીલ પર્યાવરણીય તંત્ર તરીકે જુએ.એટલે જ નેપાળની હાલની દુર્ઘટના…
૪૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું કાશીમાં ગંગાનું જળસ્તર ઝડપથી વધ્યું, ચિત્રકૂટમાં મંદાકિનીએ તોડ્યો રેકોર્ડ ચિત્રકૂટમાં અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત આશ્રય આપવા માટે ૬૧ પૂર રાહત શિબિરો સ્થાપવામાં આવી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. કાશીમાં ગંગા નદીનું પાણી ફરી ઝડપથી વધી રહ્યું છે, જ્યારે ચિત્રકૂટમાં મંદાકિની નદીએ ૨૩ વર્ષ જૂનો પૂરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચિત્રકૂટમાં પાણીનું સ્તર ૧૩૫.૨ મીટર સુધી પહોંચતાં વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. બીજી તરફ, કાશીમાં ગંગાનું પાણી રાજઘાટ ખાતે ચેતવણી સ્તરની નજીક પહોંચી ગયું છે.ચિત્રકૂટમાં મંદાકિની નદીનું જળસ્તર ૧૩૫.૨ મીટર સુધી પહોંચી ગયું હતું.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


