Author: Garvi Gujarat

ભારત પર મોટી અસર: ૩૫૦થી વધુ વિમાનો ગ્રાઉન્ડેડ.વિમાનોના સોફ્ટવેરમાં ખામી સર્જાતા ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસરઆ અપગ્રેડમાં ૨-૩ દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A૩૨૦ ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જાેખમને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.ભારતમાં ઈન્ડિગો અને એર…

Read More

દુર્ઘટનાના પીડિતોને વળતર મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી.વડોદરાની હરણી બોટ દુર્ઘટના કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટની નોટિસ.આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા ત્રણ પાર્ટી એગ્રિમેન્ટ કરાયો હતો.વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશનમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ મામલે વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કઇ રીતે ગણવા તે જણાવો. આ મામલે વડોદરા મ્યુનિ.કોર્પાે.(VMC)એ કહ્યું છે કે, તેમની કોઈ મંજૂરી સબ કોન્ટ્રાક્ટ માટે લેવાઈ નથી. આખરે હાઇકોર્ટે કોટિયાને આ મુદ્દે વધુ રજૂઆતની તક આપીને ઇન્સ્યોરન્સ કંપનીને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. આ કેસની વધુ સુનવણી ૧૬મી જાન્યુઆરીએ યોજાશે. આ…

Read More

ઈમરાનની બહેને જેલ સુપરિન્ટેન્ડન્ટ વિરુદ્ધ કેસ કર્યો.પૂર્વ પીએમ ઇમરાનખાનના પુત્ર કાસિમે પોતાના પિતા જીવતા હોવાના પુરાવા માગ્યા.પાકિસ્તાનની સરકાર પર પિતાની અસલી સ્થિતિ છુપાવવાનો આક્ષેપ : પોલીસે ઈમરાનના સમર્થક ખૈબર-પખ્તુન્ખવાના મુખ્યમંત્રીને માર માર્યોપાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનના પુત્ર કાસિમખાને પોતાના પિતા જીવતા છે તે અંગેના પૂરાવા જેલ સત્તાવાળાઓ પાસે માંગ્યા છે. કાસિમખાને કહ્યું હતું કે કોઇને પણ ખબર નથી કે ઇમરાનખાન જીવતા છે કે નહીં.કાસિમે એક્સ ઉપર મૂકેલી એક પોસ્ટમાં લખ્યું છે કે ૮૪૫ દિવસ પહેલાં તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી, અને છેલ્લાં ૬ સપ્તાહથી તો તેમને જેલના એક ‘ડેથ સેલ’માં રાખવામાં આવ્યા છે. કોઇને પણ મારા પિતાને મળવા દેવાતા નથી…

Read More

વ્હાઈટ હાઉસ નજીક હુમલામાં ઘાયલ થયેલી મહિલા ગાર્ડનું સારવાર દરમિયાન મોત, અન્યની હાલત ગંભીર.ત્રીજા વિશ્વના દેશોમાંથી માઈગ્રેશન કાયમી બંધ કરાવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન.અમેરિકામાં વિદેશી નાગરિકોની વસતી ૫.૩૦ કરોડ છે અને તેમાંથી મોટાભાગના લોકો સરકારી ખર્ચ પર નભે છે. તેઓ નિષ્ફળ દેશોમાંથી અથવા જેલમાંથી આવેલા છે.વ્હાઈટ હાઉસ નજીક અફઘાની શરણાર્થીએ કરેલા આતંકવાદી હુમલા બાદ ડઘાઈ ગયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વના દેશોમાંથી આવતા લોકોનું માઈગ્રેશન કાયમી ધોરણે સંપૂર્ણ બંધ કરાવી દેવાની ચીમકી આપી છે. ‘સિક્યુરિટી રિસ્ક’ ધરાવતા દેશમાંથી અમેરિકા આવેલા વિદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની ચીમકી પણ ટ્રમ્પે આપી છે. અમેરિકાએ જાેખમી દેશની યાદીમાં મૂકેલા સ્થળેથી આવતા વિદેશી નાગરિકોએ ગ્રીન કાર્ડ…

Read More

ધનશ્રી સાથે છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલ છોકરીની શોધમાં.યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમના બીજા લગ્નની ચર્ચા કરવામાં આવી હતી.ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેના વ્યાવસાયિક જીવન કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. તેમણે ૨૦૨૦ માં ડાન્સર અને કન્ટેન્ટ સર્જક ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, અને તેઓએ ૨૦૨૨ માં અલગ થવાનો ર્નિણય લીધો. આ દંપતી હવે છૂટાછેડા લઈ ચૂક્યું છે. ૨૦૨૫ માં તેમના છૂટાછેડા થઈ ગયા. ધનશ્રીથી છૂટાછેડા પછી, યુઝવેન્દ્ર ચહલ બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. તેમણે સંભવિત બીજા લગ્નનો સંકેત આપ્યો છે.યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા…

Read More

ઓળી ઝોળી પીપળ પાન, કીયારાએ રાખ્યું સરૈયા નામ.બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રી સાથેનો તેમનો પહેલો ફોટો શેર કર્યો.બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રી સાથેનો તેમનો પહેલો ફોટો શેર કર્યાે છે. આ ફોટામાં, તેઓએ તેનો ચહેરો જાહેર કર્યાે નથી, પરંતુ તેનું નામ જાહેર કર્યું છે. આ દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં ખુલાસો થયો કે તેમણે તેમની નાની દેવદૂતનું નામ સરૈયા મલ્હોત્રા રાખ્યું છે. નામનો અર્થ તેના ઉચ્ચારણ જેટલો જ સુંદર છે. સરૈયાનો અર્થ સંસ્કૃતિઓમાં બદલાય છે, પરંતુ તેનો સૌથી સામાન્ય રીતે માનવામાં આવતો અર્થ હિબ્રુ ભાષામાંથી આવે છે. હિબ્રુમાં,…

Read More

તમારા ડ્રેસ કે લિપસ્ટિકને દોષ ન આપશો : ઐશ્વર્યા. વીડિયો જાેઈને સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના ઘણા વખાણ થયા હતા. તેના આ પોસ્ટ પર કમેન્ટનું પૂર આવ્યું હતું.ઐશ્વર્યા વિશ્વ સુંદરી હોવાની સાથે પોતાનો અવાજ ઉઠાવવા માટે પણ જાણીતી છે, ખાસ કરીને જ્યારે છોકરીઓ અને સ્ત્રીઓને લગતો કોઈ મુદ્દો હોય. હવે ઐશ્વર્યાએ જાહેર રસ્તાઓ પર સ્ત્રીઓની સતામણી અંગે તેણે અવાજ ઉઠાવવાની વાત કરી છે. તાજેતરમાં લોરિઅલ પેરિસ સ્ટેન્ડ અફ ટ્રેનિંગ પ્રોગ્રામના ભાગરૂપે યોજાયેલા એક પ્રોગ્રામમાં ઐશ્વર્યાએ કહ્યું કે સતામણી પાછળના કારણો અને જવાબદારીનો ભાર મહિલાઓ પર ન આવવવો જાેઈએ, કે તેના ડ્રેસ કે લિપસ્ટિક કે ર્નિણયો પર ન આવવો જાેઈએ.લગભગ એક દાયકાથી…

Read More

સુનિલ શેટ્ટી આગામી ફિલ્મ “હેરા ફેરી ૩”માં જાેવા મળશે. મને સાઉથની ફિલ્મોમાં વિલન બનવું નહી ગમે: સુનીલ શેટ્ટી.હું રજની સર સાથે ફિલ્મ ફક્ત એટલા માટે કરી રહ્યો હતો કારણ કે હું તેમની સાથે કામ કરવાની તક મેળવવા માંગતો હતો : સુનીલ.સુનીલ શેટ્ટીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની ઓફર નકારી કાઢવાનું કારણ અંતે જાહેર કર્યું છે અને કહ્યું હતું કે તેઓ હિન્દી હીરોને વિરોધી તરીકે કાસ્ટ કરે છે. જે મને ગમતું નથી. હું હીરોને હીરો જ જાેવા માગું.સુનિલ શેટ્ટીએ તાજેતરમાં સમજાવ્યું કે, મેંગલોરિયન હોવા છતાં, તે મોટાભાગે બોલીવુડમાં કેમ કામ કરે છે અને તે દક્ષિણ ભારતીય સિનેમાની ફિલ્મો કેમ નકારે છે. તેણે સમજાવ્યું…

Read More

આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો.કપાસની ખેતી નષ્ટ થઈ સરકારી સહાય હજીયે શૂન્યતંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જે કપાસની ખેતી પર તેમનો જીવનનિર્વાહ ચાલે છે, તે જ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યાનુસાર, તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી.કપાસની ખેતી આ વિસ્તારના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કપાસનું વાવેતર કર્યું હતું અને જ્યારે પાકને…

Read More

ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ.ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી.ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે હંમેશા તત્પર : મોદી.ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ‘દિતવાહ‘ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે શ્રીલંકામાં ૫૬ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક વિનાશ વચ્ચે ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ શક્તિશાળી બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઊંડી સંવેદના…

Read More