
- દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટનો અનોખો ચુકાદો, ‘સિક્સ સેન્સ’થી યુવક નિર્દોષ જાહેર
- વાવ-ધરણીધર તાલુકામાં જીરું-રાયડાના વાવેતરમાં ઘટાડો, વરસાદ અને ખારાશ કારણભૂત
- વાંચનની ટેવ અને સ્ક્રીન ટાઇમ ઘટાડવા UPની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અખબાર વાંચન ફરજિયાત
- નાઈજીરિયામાં ISIS અડ્ડાઓ પર US એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું: આતંકીઓને નાતાલની શુભેચ્છાઓ
- ભારતીય ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ, હિમાલય–તિબેટ વિસ્તારમાં ભયાનક ભૂકંપનો ખતરો
- બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટ પર પથ્થરમારો, હિંસા બાદ કાર્યક્રમ અધવચ્ચે રદ
- દૃશ્યમ ૩માં અક્ષય ખન્નાના રોલમાં જયદીપ આહલાવતની એન્ટ્રી, અજય-તબુ સાથે પહેલી વખત કામ
- ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ૭૫ દિવસ પૂર્ણ, ૧૨૦ કરોડ તરફ દોડતી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ
Author: Garvi Gujarat
ખનિજ ખોદકામ માટે.અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે.આ પર્વતમાળા ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં મદદરૂપ થાય છે, ત્યારે પર્વતમાળાની ઉંચાઇ ઘટે તે ગુજરાતને પોષાય તેમ નથી.ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં ‘અરવલ્લી બચાવા અભિયાન’ શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જાેવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર ‘બુલડોઝરો’ ફરી વળશે અને ખાનાખરાબી કરશે. ખનીજ માટેનું ખનન પર્યાવરણને…
૧૦૦ મીટરની નવી વ્યાખ્યાને પડકારતી અરજીને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી.અરવલ્લી પર્વતમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.આ અરજીમાં દક્ષિણ હરિયાણાના ભૂતપૂર્વ વન સંરક્ષકે દલીલ છે કે આ પર્વતમાળા માટે ૧૦૦ મીટરના માપદંડથી તેના સંરક્ષણ પ્રયાસો નબળા પડશ. ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી પર્વમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખાણકામને છૂટ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હરિયાણા વન વિભાગના એક નિવૃત્ત અધિકારીએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે.૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, તેવી સમિતિની ભલામણને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે…
ISRO એ રચ્યો ઇતિહાસ રચ્યો : હવે સ્પેસમાંથી સીધું ઈન્ટરનેટ મળશે.નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-૨ લોન્ચ.આ સેટેલાઇટમાં ૨૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટેના માનવામાં આવે છે.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે ઈતિહાસ રચી દીધો છે. બુધવારે સવારે ૮:૫૪ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લૂબર્ડ બ્લોક-૨નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિશકેશન સેટેલાઇટ છે. ઈસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લૂબર્ડ બ્લૉક-૨ કમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યાે હતો. આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6))…
ફિલ્મનું કામ છ થી આઠ મહિના મોડું શરૂ થશે.વરુણ ધવન અને શર્વરી વાઘની ‘લુકા છુપી ૨’ પાછી ઠેલાઈ.વરુણની બોર્ડર ૨ આવી રહી છે, તેના અમુક સીનનું શૂટિંગ હજુ વાસ્તવિક લોકેશન પર ચાલુ છેવરુણ ધવન અને શર્વરી વાઘની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘લુકા છુપી ૨’નું કામ અટકાવી દેવાયું છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ ૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થઈ જશે. ૨૦૧૯માં આવેલી હિટ ફિલ્મ લોકુ છુપીની સિક્વલ હવે છથી આઠ મહિના મોડી થશે એવા અહેવાલો છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મના ફૅન્સ તેના વિશે કોઈ અપડેટની રાહ જાેઈ રહ્યા હતા. તેનાં બદલે ફિલ્મનું કામ અટકી…
જેકલિને જરૂરિયાતમંદ બાળકોને ગિફ્ટ આપીને તહેવાર ઉજવ્યો.જેકલિન મુંબઇની સડકો પરનાં બાળકો માટે બની સાન્તા ક્લોઝ.જેકલિને ઉજવણીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને તેના પર તેનાં ઘણાં વખાણ થયા હતા.જેકલિન ફનાર્ન્ડિઝ જરૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જાેવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ચુકી છે. આ વખતે તેણે પોતે મુંબઇની સડકો પર જરૂરિયાતમંદ બાળકોને ગિફ્ટ આપીને તેમની ક્રિસમસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધાં છે. જેકલિને આ ઉજવણીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે હતો અને તેના પર તેનાં ઘણાં વખાણ થયા હતા.…
મોહિત સુરીએ થિએટરમાં ફિલ્મ ન જાેતાં મેકર્સ વિશે ફરિયાદ કરી.તમે થિએટરમાં ફિલ્મ જાેતા નથી અને દર્શકો થિએટરમાં નહીં જવાનાં રોદણાં રડો છો : મોહિત.મોહિત સુરી ડિરેક્ટર્સ રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહ્યા હતા, જેમાં તેમની સાથે ડોમિનિક અર્જૂન, રાહુલ રવિન્દ્રન વિગેરે પણ જાેડાયાં હતાં.‘સૈયારા’ના ડિરેક્ટર મોહિત સુરી એક જેવંુ હોય એવું સ્પષ્ટ કહી દેનારા વ્યક્તિ છે, તાજેતરમાં જ એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં તેમણે હાજરી આપી હતી અને ૨૦૨૫ના સિનેમા વિશે ચર્ચા કરી હતી. જેમાં તેમણે એવા ફિલ્મ મેકર્સ વિશે ફરિયાદ કરી હતી, જેઓ પોતે થિએટરમાં ફિલ્મ જાેવા જતા નથી અને પછી દર્શકો થિએટરમાં ફિલ્મ જાેવા ન જતા હોવાનાં રોદણાં રડે છે.મોહિત…
નવી માતા કિઆરાએ ઇન્ટરવ્યુમાં પ્રેગનન્સી અને કામ વિશે વાત કરી.કિઆરા પ્રેગ્નેન્સી દરમિયાન શૂટ વચ્ચે પોતાની દિકરી સાથે વાતો કરતી હતી.કિઆરાએ જણાવ્યું કે શૂટ દરમિયાન માત્ર તેનાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને જ તેની પ્રેગનન્સી અંગે જાણ હતી.કિઆરા અડવાણી તાજેતરમાં જ કામ અને માતૃત્વ વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે, જેમાં તેણે એક નવી મા તરીકેની તેની ભૂમિકા અને પ્રેગનન્સીની સફર વિશે વાત કરી છે. આ વર્ષની શરૂઆતમાં જ કિઆરા અને સિદ્ધાર્થની દિકરી સારાયાનો જન્મ થયો છે. તે પ્રેગનન્સીના અંતિમ દિવસો સુધી કામ કરતી રહી છે. કિઆરાએ જણાવ્યું કે શૂટ દરમિયાન માત્ર તેનાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને જ તેની પ્રેગનન્સી અંગે જાણ હતી. ભાવુક…
રાજ્યના ૨૬ IAS અધિકારીઓની બદલી.૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાત સરકારે ૨૬ સિનિયર IAS અધિકારી બદલી કરી દીધી છે. સંજીવ કુમારની ઝ્રસ્ર્ંમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે તો તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૨૬ IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સંજીવ કુમાર,IAS ગુજરાત કેડરના ૧૯૯૮ બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સંજીવ…
બેનામી સંપત્તિનો મામલો.સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીની રેડ.આ દરોડામાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કલેક્ટરના બંગલે ૨ કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઈડ્ઢ ના દરોડાથી સવાર પડી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ત્રાટકતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરમાં કલેક્ટર, નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ ધામા નાંખ્યા છે. ઈડીના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. જેમાં તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે.…
લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી.પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ઉનાના પરિવારોએ સરકારને અરીસો બતાવ્યો.મત લેવાના હોય ત્યારે સરકાર ગરીબોના ઘર સુધી લાંબી થાય છે તમને સત્તા પર બેસાડનારા અમે ગરીબો જ છીએ.ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર સુધી લાંબા થયા હતા. જાેકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર, લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. પાલડી ગામના રહેવાસી લીલાબેને મીડિયા સમક્ષ રડતી આંખે જણાવ્યું હતું કે, “અમારા ગામના માછીમારો પાકિસ્તાનમાં પકડાયા છે. તે બાબતે રજૂઆત કરવા અમે ૨૦૦૦-૨૫૦૦ રૂપિયા ખર્ચીને અહીં ગાંધીનગર આવ્યા છીએ. પણ અહીં અમારા જેવા ગરીબ લોકોનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



