
- દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટનો અનોખો ચુકાદો, ‘સિક્સ સેન્સ’થી યુવક નિર્દોષ જાહેર
- વાવ-ધરણીધર તાલુકામાં જીરું-રાયડાના વાવેતરમાં ઘટાડો, વરસાદ અને ખારાશ કારણભૂત
- વાંચનની ટેવ અને સ્ક્રીન ટાઇમ ઘટાડવા UPની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અખબાર વાંચન ફરજિયાત
- નાઈજીરિયામાં ISIS અડ્ડાઓ પર US એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું: આતંકીઓને નાતાલની શુભેચ્છાઓ
- ભારતીય ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ, હિમાલય–તિબેટ વિસ્તારમાં ભયાનક ભૂકંપનો ખતરો
- બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટ પર પથ્થરમારો, હિંસા બાદ કાર્યક્રમ અધવચ્ચે રદ
- દૃશ્યમ ૩માં અક્ષય ખન્નાના રોલમાં જયદીપ આહલાવતની એન્ટ્રી, અજય-તબુ સાથે પહેલી વખત કામ
- ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ૭૫ દિવસ પૂર્ણ, ૧૨૦ કરોડ તરફ દોડતી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ
Author: Garvi Gujarat
ભારતમાં દારૂ સાથે સંકળાયેલા મોઢાંના કેન્સરની સંખ્યા અંદાજે ૧૧.૩ ટકા છ.થોડો દારૂ પીવાથી પણ મોંઢાનું કેન્સર થવાનું જાેખમ ૫૦ ટકા વધી જાય છે: રિસર્ચ.સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સરના સંશોધકોએ હાથ ધરેલા સર્વેમાં થયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ.દરરોજ માત્ર નવ ગ્રામ જેટલો શરાબ પીવાથી પણ મોઢાનું કેન્સર થવાની શક્યતા લગભગ ૫૦ ટકા વધી શકે છે તેમ તાજેતરમાં હાથ ધરાયેલાં એક અભ્યાસમાં જણાવાયું છે. અભ્યાસમાં વધુમાં જણાવ્યાં અનુસાર સ્થાનિક રીતે બનાવેલા શરાબના સેવનથી આ જાેખમ નોંધપાત્ર રીતે વધી ૮૭ ટકા સુધી પહોંચી જાય છે.નવી મુંબઈ સ્થિત સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી સહિત ભારતની વિવિધ સંસ્થાઓ અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ…
તમામ ત્યાં ટ્રક ડ્રાઈવિંગ કરતાં હતા.અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ૩૦ ભારતીયોની ધરપકડ કરાઈ.યુએસ બોર્ડર પેટ્રોલની બે દિવસની વ્યાપક ઝુંબેશમાં વિવિધ ચેકપોઇન્ટ ઉપરથી ૪૯ ગેરકાયદે ડ્રાઇવરો ઝડપાયા. યુએસ બોર્ડર પેટ્રોલના જવાનોએ અમેરિકામાં ગેરકાયદે રહેતાં અને કોમર્શિયલ લાયસન્સની મદદથી સેમીટ્રક ચલાવતા ૩૦ ભારતીય ડ્રાઇવરોને ઝડપી લીધા હતા. કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં આવેલાં એક ઇમિગ્રેશન ચેકપોઇન્ટ ઉપર આવતાં તમામ વાહનોના ચેકિંગ દરમ્યાન કુલ ૪૯ ગેરકાયદે રહેતા વસાહતી ડ્રાઇવરો ઝડપાયા હતા એમ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ગત સપ્તાહે બહાર પાડેલાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર વચ્ચે બોર્ડર પેટ્રોલના જવાનોએ એવા ૪૨ ગેરકાયદે રહેતાં વસાહતીઓને ઝડપી લીધા હતા જેઓ…
ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન.‘ધુરંધર’ ફિલ્મને પ્રોપોગંડા કહેનારાઓને ડિરેક્ટર આદિત્ય ધરે આપ્યો જવાબ.‘ધુરંધર’ ફિલ્મના એક ફેન્સે આદિત્ય ધરને મેન્શન કરીને એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેને આદિત્ય ધરે શેર કરી હતી.આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. આ સાથે ‘ધુરંધર’ બોલીવુડની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. જાેકે, ઘણા વિવેચકો ‘ધુરંધર’ને પ્રોપોગંડા ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં યુટ્યુબર ધ્રુવ રાઠીનો પણ સમાવેશ થાય છે, પરંતુ, ડિરેક્ટર આદિત્ય ધરે નામ લીધા વગર ધ્રુવ રાઠીને ફિલ્મની ટીકા અંગે પણ જવાબ આપ્યો છે.ધ્રુવ રાઠીએ પોતાના એક વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મ અંગે કહ્યું હતું કે સારી રીતે બનેલી પ્રોપગંડા ફિલ્મ વધારે…
શૂટિંગ પૂર્ણ થઈ ગયાની જાહેરાત બાદ ફરી શિડયૂલ.શાહિદની ઓ રોમિયોનું રીલિઝના મહિના પહેલાં પણ શૂટિંગ ચાલશે.કેઅન્ય ફિલ્મોનું છ માસ પોસ્ટ પ્રોડક્શન ચાલતું હોય છે: વિશાલ ભારદ્વાજનો આત્મવિશ્વાસ ડગ્યો.શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નું શૂટિંગ શિડયૂલ આ મહિનાના અંતે અને આગામી જાન્યુઆરીમાં પણ ગોઠવાયું હોવાના અહેવાલોથી આશ્ચર્ય પ્રસર્યું છે. વિશાલ ભારદ્વાજના પ્લાન પ્રમાણે આ ફિલ્મ આગામી વેલેન્ટાઈન ડેએ રીલિઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યાની પણ જાહેરાત થઈ ગઈ છે. તેને બદલે હવે આ નવું શિડયૂલ ગોઠવાયું છે.સામાન્ય રીતે આજકાલ કોઈ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થાય પછી પોસ્ટ પ્રોડક્શન કમસે કમ છ મહિના ચાલતું હોય છે. તેને બદલે ફેબુ્રઆરીના સેકન્ડ વીકમાં રીલિઝ…
ત્રિવિક્રમ શ્રીનિવાસની ફિલ્મનું બજેટ ૧૦૦૦ કરોડ હોવાની ચર્ચા.અલ્લુ અર્જૂન ત્રિવિક્રમ સાથે માઇથોલિકલ ફિલ્મમાં કામ કરશે.અલ્લુ અર્જૂન અને ત્રિવિક્રમ જાેડીની ફિલ્મ હંમેશા સફળ રહી છે અને તેઓ બંને પણ એકબીજા સાથે કામ કરવા ઉત્સુક છે.અલ્લુ અર્જૂનની પુષ્પા પછી તેની દરેક ફિલ્મની ચર્ચા રહે છે. લાંબા સમયથી તેની અટલી સાથેની સાઇ ફાઇ ફિલ્મની પણ ચર્ચા છે. ત્યારે હવે અલ્લુ અર્જૂન અને ત્રિવિક્રમ એક માઇથોલોજિકલ એપિક ફિલ્મ કરી રહ્યા હોવાના અહેવાલો છે. આ પહેલાં ત્રિવિક્રમ અને અલ્લુ અર્જૂન અલા વૈકુંઠપુર્રમુલ્લુ, જુલાયી, એસઓ સત્યમુર્તિ જેવી ફિલ્મ સાથે કરી ચૂક્યા છે. ત્યારે હવે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “તેમની આગામી ફિલ્મ પહેલાં ક્યારેય જાેવા…
સોહમન શાહે રામસે બ્રધર્સની હોરર ફિલ્મોના અધિકારો મેળવ્યા.હોરર ક્લાસિક ‘વીરાના’, અને ‘પુરાના મંદિર’ પરથી સોહમ શાહ ફિલ્મ બનાવશ.એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહની ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘તુંબાડ’ને ૨૦૨૪માં ફરી રિલીઝ કરવામાં આવી હતી.એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહની ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘તુંબાડ’ને ૨૦૨૪માં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને તે સાથે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તુંબાડની રીરિલીઝને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતાએ સોહમને તેમની ટીમનો ફિલ્મની ગુણવત્તામાં વિશ્વાસ વધુ મજબુત કર્યાે હતો. તેની સફળતા પછી સોહમ શાહ અને ટીમે તુંબાડ ૨ની પણ જાહેરાત કરી દીધી હતી. ત્યારે હવે સોહમ શાહે હોરર ફિલ્મના શોખીનો માટે વધુ…
૧ સપ્તાહમાં NDPS ના ૧૧ કેસ કર્યા.અમદાવાદને નશામુક્ત બનાવવા ક્રાઇમબ્રાંચની કડક કાર્યવાહી.સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. માત્ર એક સપ્તાહના ગાળામાં ક્રાઇમબ્રાંચે NDPS એક્ટ હેઠળ કુલ ૧૧ કેસ નોંધ્યા છે અને નશાના કારોબારમાં સંડોવાયેલા ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાંચની કાર્યવાહી દરમિયાન MD ડ્રગ્સના ૬ કેસ, ગાંજાના ૪ કેસ તથા ચરસનો ૧ કેસ નોંધાયો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ.૫૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ૫૩૩ ગ્રામ MD ડ્રગ્સ, ૧૨,૫૫૬ ગ્રામ ગાંજાે અને ૪૫ ગ્રામ ચરસનો સમાવેશ થાય છે.…
સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી.કર્મચારીઓએ ૩ મહિનાથી પગાર ના થયો હોવાની કરી રજૂઆત.સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી છે. ત્યારે કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી સંસ્થા દ્વારા સમયસર પગાર મળતો નથી. અમુક સમયે તો બે થી ત્રણ માસ જેટલો સમય વીતી જાય પછી પગાર કરવામાં આવે છે. હાલમાં પાછલા ત્રણ માસથી પગાર કરવામાં આવ્યો નથી. જેથી કર્મચારીઓ અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે. ચોર્યાસી ડેરીના સત્તાધીશોને વારંવાર પગાર સમયસર ચુકવી આપવા માટે તેમજ પી.એફ. ની રકમ સમયસર ભરવા માટે આજીજી કરી છે, પરંતુ અમોને કોઈ જવાબ આપતા નથી. અને વધારે કહીએ…
કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ સાથે જાેડાશે. સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ બાદ સુરતના બે પ્રોજેક્ટનું નામકરણ અટલ બિહારી વાજપેયી સાથે જાેડવા જઈ રહી છે.સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ સાથે જાેડાશે આવતીકાલે એટલે કે ૨૫ ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જન્મ દિવસે સુરત પાલિકા દ્વારા શહેરના બે મહત્વના પ્રોજેક્ટ સાથે તેમનું નામ જાેડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, દર વર્ષે સુરતમાં અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ…
અમેરિકન દૂતાવાસે માહિતી આપી.ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ રહેશે.દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે સ્પષ્ટ કહ્યું છે કે, ૨૪થી ૨૬ ડિસેમ્બર સુધી ‘કાઉન્સિલર સેવાઓ’ સંપૂર્ણ બંધ રહેશે.જાે તમે અમેરિકન વિઝા, પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ કે અન્ય કોઈ કાઉન્સિલર કામકાજ માટે ૨૪થી ૨૬ ડિસેમ્બરના દિવસોમાં દૂતાવાસ જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે આ ત્રણ દિવસ સુધી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસ ત્રણ દિવસ માટે બંધ રહેવાના છે. રિપોર્ટ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



