Author: garvigujrat

ત્રેતા યુગમાં પણ ચશ્મા પહેરતા હતા અંજલિ અરોરાની ‘રામાયણ’માં વાનરને ચશ્મા પહેરેલા જાેઇને લોકો ભડક્યા મહોબિયા ફિલ્મ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ દિવસ પહેલા મેકર્સે ફિલ્મના તમામ પાત્રોને રજૂ કર્યા હત સોશિયલ મીડીયા સ્ટાર અને એક્ટ્રેસ અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. જાે કે શરૂઆતથી જ ફિલ્મના વખાણ ઓછા અને ટ્રોલિંગનો સામનો વધારે કરવો પડ્યો છે. એક તો બોક્સ ઓફિસ પર ફિલ્મની ઘણી જ ખરાબ શરૂઆત થઇ છે.તો બીજી તરફ હવે ફિલ્મના એક પોસ્ટરમાં ભયંકર ભૂલને કારણે મેકર્સનું ઓનલાઇન ટ્રોલિંગ પણ શરુ થઇ ગયું છે. એક સીનમાં તો વાનર સેનાનો એક શખ્સ ચશ્મા…

Read More

સોશિયલ મીડિયા યુઝર્સે સાધ્વી બનવાનાના તેના ર્નિણય સામે સવાલ ઉઠાવ્યા સન્યાસ પૂરો થયો, મમતા કુલકર્ણી ફરી ગ્લેમરસ અંદાજમાં નારંગી સાડીમાં મમતા કુલકર્ણી સ્પર્ધકો સાથે મસ્તી મજાક કર્યા અને તેના લોકપ્રિય ગીત પર ડાન્સ પણ કર્યાે ૨૦૨૫ના મહાકુંભ મેળા દરમ્યાન ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાને અપનાવનાર મમતા કુલકર્ણી ફરી એકવાર પોતાના નવા લૂક માટે સમાચારમાં ચમકી છે.કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થયા પછી વિરોધના પગલે પોતાના પદ પરથી રાજીનામુ આપનાર મમતા હવે આધુનિક અવતારમાં અને ‘કરણ અર્જુન’ના ગીત પર ડાન્સ કરતી જાેવા મળી છે. તે મનોરંજન ઉદ્યોગમાં કમબેક માટે તૈયારી કરી રહી હોવાનું ચર્ચાય છે.તાજેતરમાં ભગવા વસ્ત્રો પહેરતી મમતા હવે ગ્લેમરસમાં પોષાકમાં…

Read More

પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જાેવા મળે છે ‘લવ એન્ડ વોર’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર રણબીરના પોસ્ટરમાં તે બ્લુ વિન્ટેજ કાર સાથે જાેવા મળ્યો હતો, જ્યારે આલિયાનો લુક ગ્લેમરસ અને રેટ્રો અંદાજ ધરાવતો હતો સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરને લઈને દર્શકોની ઉત્સુકતા સતત વધી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે ફિલ્મમાં વિકી કૌશલનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં વિકી કૌશલનો લૂક અગાઉના બંને પોસ્ટર કરતાં અલગ અને વધુ ઇન્ટેન્સ લાગે છે.પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જાેવા મળે છે. તેની તેજ નજર અને ગંભીર હાવભાવ…

Read More

હીરોના કહેવાથી રિપ્લેસ કરવામાં આવી ‘હીરોની પત્નીને પસંદ ન હોવાથી મને ફિલ્મમાંથી કાઢી મુકી’ : તાપસી પન્નુ ક્યારેક કલાકારોને ન ગમતું કામ પણ સ્વીકારવું પડે છે; એકસરખી છબીમાં બંધાઈ ન જવાય તે માટે કેટલાક પ્રોજેક્ટ્સ પણ ઠુકરાવ્યા તાપસી પન્નુએ પોતાની કારકિર્દી દરમિયાન ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવેલા કેટલાક પ્રસંગો વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તાપસીએ જણાવ્યું કે કેટલીક વખત તેને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી તે અંગે સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નહોતું. એક પ્રસંગને યાદ કરતાં તેણે કહ્યું કે ફિલ્મના હીરોને પોતે ફિલ્મમાં જાેઈતી નહોતી, જ્યારે અન્ય એક કિસ્સામાં તેને એવું કારણ આપવામાં આવ્યું હતું કે “હીરોની પત્નીને તમે…

Read More

રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેવા સંકલ્પ સાથે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે રાજ્યના સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ બની ગયું છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લૉ એન્ડ ઓર્ડર ડીજીપી શ્રી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી કાર્યરત આ કાર્યાલય પ્રત્યે લોકોનો વિશ્વાસ એટલી હદે વધ્યો છે કે માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાંથી ૩૧૦ જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની રજૂઆતો નોંધાવી છે. કોઈ નાગરિક કચ્છ…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે ગાંધીનગર ખાતે સ્ક્રુટિની માટે ઉમેદવારોની સાથે કલેકટર કચેરી આવ્યા હતા. તો અહીંયા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5 ના ઉમેદવાર જીતેન્દ્રભાઈ ચૌહાણનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ ફક્ત રાજકીય કારણોના લીધે ફોર્મ રદ કરવામાં આવી રહ્યું છે. જે દિવસે જીતેન્દ્રભાઈએ ફોર્મ ભર્યું એ દિવસે તમામ ડોક્યુમેન્ટ હતા અને અમે તમામ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભર્યું છે એની રસીદ લઈને નીકળ્યા હતા. જો કોઈ પણ વસ્તુની ઉણપ હોય કે કમી હોય તો…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ​ ગુજરાતના ૬૦૦ વેપારી સંગઠનોનું નો (NO) UPI નું એલાન દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPI ના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR ના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ​ આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ થી નવા નિયમો લાગુ થવાના છે. જેમાં પર્સન ટુ પર્સન અને ૨૦૦૦ રૂપિયા સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરંતુ રૂપિયા ૨૦૦૦/- થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર ૦.૪ ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર ૦.૦૨ ટકાનો MDR નક્કી કરવામાં આવ્યો છે. જેનો વેપારી એસોસિયેશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ આજે દેશભરમાં પ્રાઈવેટ હોસ્પિટલો હવે દર્દીઓ માટે જાણે કે કસાઈ ખાના સાબિત થઈ રહી હોય એટલી હદે આ ખાનગી હોસ્પિટલોના સંચાલકો દર્દીઓને દવાઓના ભાવમાં ખુલ્લી લૂંટ કરી રહ્યા છે. અને આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંડે એ એક અહેવાલમાં આ છુપાયેલા સત્યનો પર્દાફાશ કર્યો અને આ મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી. ​ મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંડેએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સમજાવ્યું હતું કે ​આ સમસ્યા માળખાકીય ખામી છે. ડ્રગ્સ (ભાવ નિયંત્રણ) ઓર્ડર,…

Read More

જ્ઞાન જ સાચું શ્રાદ્ધ છે: કપિલ ગીતામાં પિતૃમોક્ષનું દિવ્ય રહસ્ય ભારતીય સનાતન સંસ્કૃતિ અને વૈદિક પરંપરામાં પિતૃઓની આત્મશાંતિ,તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ અને અવિસ્મરણીય મહત્વ છે.ભાદરવ મહિનાના વદ પક્ષને આપણે શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવીએ છીએ જેમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે પરંતુ જો આ પરંપરાના સૌથી ઉચ્ચતમ,દિવ્ય,આધ્યાત્મિક અને મુક્તિદાયક સ્વરૂપને સમજવું હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવાયેલી ભગવાન કપિલમુનિ અને માતા દેવહૂતિની કથા સમસ્ત માનવજાતિ માટે સર્વોત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે. આ કથા આપણને એક અત્યંત ગહન સત્ય શીખવે છે કે સંતાનનું કર્તવ્ય માત્ર શારીરિક ઉત્તરક્રિયા, લૌકિક ક્રિયાકાંડો કે ભૌતિક પિંડદાન પૂરતું…

Read More

૧૦ પવર્તારોહકો ગુમ ભારે વરસાદ વચ્ચે નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન નેપાળમાં રવિવારે સવારે બનેલી આ ઘટનામાં પર્વતારોહક અને સહાયક કર્મચારીઓનો સમાવેશ થાય છે નેપાળના મનાંગ જિલ્લામાં તિબેટ સરહ પાસે સ્થિત હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર રવિવારે સવારે હિમસ્ખલન થયું હતું. જેમાં ૭૧૨૬ મીટર ઊંચા પર્વત પર ૧૦ લોકો લાપતા થઈ ગયા છે. જેમાં પર્વતારોહક સહિત સહાયક કર્મચારીઓ સામેલ છે. મિશન આયોજકોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક્સ્પેડિશન ઓપરેટર્સ એસોસિએશન નેપાળના મહાસચિવ ઋષિ ભંડારીએ કહ્યું છે કે, આ ઘટના સત્ય છે. તેમના જણાવ્યા પ્રમાણે, બે લોકો ઇમેજિન નેપાળ પ્રાઇવેટ લિમિટેડ અને ૮ લોકો હિમાલયન હોલિડેઝ નેપાળ સાથે જાેડાયેલા…

Read More