Author: Garvi Gujarat

ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર બીજીવાર બનશે માતાસોનમ કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પઅભિનેત્રી સોનમ કપૂર બીજીવાર પ્રેગનેન્ટ હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. સોશિયલ મીડિયાથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી ટૂંક સમયમાં માતા બની શકે છે. આજે સોનમ કપૂરે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધી અટકળો અને અફવાઓનો અંત લાવી દીધો છે. હવે અભિનેત્રી ટૂંક સમયમાં બીજા બાળકની માતા બનશે. સ્ટાઇલ આઇકોન સોનમ કપૂરે સ્ટાઇલિશ રીતે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. તેણે સ્ટાઇલિશ અને એકદમ હોટ પિંક આઉટફિટમાં સુંદર રીતે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ…

Read More

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.62ની વૃદ્ધિઃ સોનાનો વાયદો રૂ.221 અને ચાંદીનો વાયદો રૂ.119 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.29693.35 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.204499.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24757.79 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29070 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.234197.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29693.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.204499.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.3.41 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.98 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29070 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2115.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24757.79 કરોડનાં કામકાજ થયાં…

Read More

બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી શકાય નહીં : સુપ્રીમબિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકે: સુપ્રીમ કોટસુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા ૧૪ બંધારણીય પ્રશ્નો પર આજે સુનાવણી કરી રહી છે. આ પ્રશ્નો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વિવિધ બિલ પર ર્નિણય લેવાની સત્તા અને સમયમર્યાદા સાથે સંકળાયેલો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલોને પસાર કરવા મોકલેલા બિલ મુદ્દે ચોક્કસ સમયગાળામાં ર્નિણય લેવો પડશે. આ મુદ્દે રાષ્ટ્રપતિએ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે. જાે કે, આ…

Read More

માછલી ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમેદરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વારગુજરાતમાં ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે : ગુજરાતમાં આશરે ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો છેદર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ગૌરવપૂર્ણ બની જાય છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું પાવરહાઉસ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે,…

Read More

નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો.નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, ૧૦મી વખત લીધા મુખ્યમંત્રી પદના શપથ.પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય પક્ષોના અસંખ્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા.નીતિશ કુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે ગુરુવારે રેકોર્ડ ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશના નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અને વિજય સતત બીજા કાર્યકાળ માટે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સ્ટેજ પર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા…

Read More

લોકોમાં ભયનો માહોલ.ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા.ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે ૧૪ કિમી દૂર નોંધાયું, ભૂકંપમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ૧૯ અને ૨૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે ૧૪ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા(SIR)મુજબ, ગીર સોમનાથના તાલાલામાં ગત ૧૯ નવેમ્બરે, સવારે ૦૬:૧૨ વાગ્યે ૨.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે બીજી દિવસે એટલે કે ૨૦…

Read More

ગૌતમ ગંભીર ખેલાડીઓનો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહ્યો છે , દ. આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનો દાવો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ 30 રનથી હારી ગઈ હતી. હાર બાદ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કર્યો અને હાર માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હી દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, કોલકાતાના ઇડન ગાર્ડન્સની પિચની ભારે ટીકા થઈ, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકોનો પણ સમાવેશ થાય છે. પિચ અસમાન ઉછાળો દર્શાવતી હતી, જે ઝડપી બોલરોને અનુકૂળ હતી અને સ્પિનરોને ટર્ન આપતી હતી. આઠ વિકેટ લેનારા સિમોન હાર્મરે ભારતની હાર પર મહોર મારી…

Read More

મહિન્દ્રા XUV700 ફેસલિફ્ટથી લઈને નવી Tata Sierra સુધી , 4 નવી SUV લોન્ચ થવાની તૈયારીમાં નવી SUV ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. આગામી થોડા મહિનામાં ભારતમાં ચાર નવી મધ્યમ કદની SUV લોન્ચ થવાની તૈયારીમાં છે. મહિન્દ્રા , ટાટા , રેનો અને નિસાન નવા વાહનો બજારમાં રજૂ કરશે. આ વાહનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવી દિલ્હી જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો , તો સારા સમાચાર છે. આગામી મહિનાઓમાં ભારતમાં ચાર નવી મધ્યમ કદની SUV આવવાની તૈયારીમાં છે. આ વાહનો IC એન્જિન (પેટ્રોલ/ડીઝલ) દ્વારા સંચાલિત હશે, અને તેમની લોન્ચ તારીખો પુષ્ટિ થઈ ગઈ છે. મહિન્દ્રા , ટાટા…

Read More

એપલના ભારતીય વપરાશકર્તાઓ માટે ખાસ યોજના, આઇફોન તૂટે કે ચોરાઈ જાય તો ખાસ વીમા ક્વચ શું તમારી પાસે તમારો iPhone છે? શું તમે હંમેશા તમારા ફોનનો ઉપયોગ આ ડર સાથે કરો છો કે તે તૂટી જશે ? હવે એવું નથી રહ્યું, કારણ કે એપલે ભારત માટે એક નવો એપલ કેર પ્લસ પ્લાન રજૂ કર્યો છે. તે હવે ₹ 749 થી શરૂ થાય છે નવી દિલ્હી એપલ આઈફોન ફક્ત મોંઘા જ નથી હોતા , જો તે તૂટે તો તેને રિપેર કરવાનું પણ ખૂબ મોંઘુ પડી શકે છે. જોકે, એપલે હવે ભારતીય આઈફોન વપરાશકર્તાઓ માટે આ ચિંતાનો અંત લાવી દીધો છે. એપલે…

Read More

કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ લાવવું ક્યાંથી?ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો હવે ગોથે ચડ્યાંકામગીરીમાં વિલંબ અને અન્ય ફરિયાદો જાેવા મળી રહી છગુજરાતમાં હાલમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) પૂરજાેશમાં ચાલી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જાેવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતા-પિતા, દાદા-દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે, જેના પુરાવા તરીકે કુટુંબ રજિસ્ટરને માન્ય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે. ચૂંટણી આયોગે માન્ય દસ્તાવેજાેની જે યાદી તૈયાર કરી છે, તેમાં કુટુંબ રજિસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ…

Read More